દક્ષિણ ગુજરાતના વાપીના રાતામાં થયેલા ભાજપના ઉપ-પ્રમુખ શૈલેષ પટેલ મર્ડર પ્રકરણમાં પોલીસે મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યમાં તપાસનો દૌર શરૂ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પોતાના ગામ કોચરવાની બાજુમાં આવેલા રાતા ગામે પોતાનાં પત્ની સાથે વહેલી સવારે મંદિરે ગયા હતા તેઓ મંદિર બહાર સ્કોર્પિયો ગાડીમાં બેઠા હતા તે સમયે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
જેઓને ત્રણ ગોળી વાગતા લોહી લુહાણ હાલતમાં તેઓને હૉસ્પિટલ લઈ જવાયા પણ ફરજ ઉપર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ વાતને 10 દિવસથી વધુ સમય થઇ ગયો છે.
ભાજપના નેતાને ગોળી મારી હત્યા કર્યા બાદ મૃતકની પત્નીએ કોચરવા ગામના જ 6 ઇસમો સામે જૂની અદાવતમાં હત્યા કર્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેને લઇ પોલીસે તમામ 6 ઇસમો સામે એફઆઇઆર નોંધી તેઓની પૂછપરછ હાથ ધરી હતી.
શુટરોને પકડવા પોલીસની અલગ અલગ ટીમો મહારાષ્ટ્ર સહિત ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યમાં પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે.