—વલસાડના બહુ ચર્ચિત સરકારી જમીન વેચી મારવાના પ્રકરણમાં ચીફ ઓફિસરને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જવાબ આપવા હાજર રહેવા તાકીદ થતાં જવાબદાર ઈસમોમાં ફફડાટ ફેલાયો છે
વલસાડમાં સરકારી જમીન વેચી મારવાના પ્રકરણમાં સુઓમોટો દાખલ કરી, સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તેમજ આ જગ્યા પર થઈ રહેલા બાંધકામ ઉપર સ્ટે આપવા સહિત આ ફરિયાદને માનનીય મુખ્યમંત્રીના જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવા માટે રજુઆત થઈ હતી જેના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને મે ૨૦૨૩ ના સ્વાગત કાર્યક્રમમાં તા ૨૫/૫/૨૦૦૩ ના રોજ ૧૧:૦૦ કલાકે હાજર રહેવા જણાવાયુ છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ચીફ ઓફિસર અને વહીવટદાર મળીને શુ જવાબ રજૂ કરે છે.
અલબત અરજદાર પાસે પણ જે ફાઇલ છે તે જરૂર પડ્યે રજૂ કરવામાં આવશે જોકે,ચીફ ઓફિસર જો તમામ તથ્યો સાથે ફાઇલ રજૂ કરશે તો ચોક્કસથી સુઓમોટો અને લેન્ડ ગ્રેબિંગ દાખલ થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
જોકે,કલેકટર દ્વારા આ પ્રકરણમાં ચીફ ઓફિસર પાસેથી જવાબ મંગાવતા હવે જવાબદાર ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકાએ જેતે સમયે પોતાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન મેળવ્યા બાદ આ જમીન ઉપર પાલિકાના કર્મચારીઓ માટે ફ્લેટ તૈયાર થયા અને ત્યારબાદ બિલ્ડર હિમાંશુ વશી દ્વારા મ્યુનિ. કર્મચારીઓ પાસેથી ફ્લેટો ખરીદ કરી ડો. કલ્પેશ જોષીને વેચાણ કરવાનો આખો ખેલ ખેલાયો હતો આ અહેવાલ સત્યડે દૈનિકમાં આવતા ભારે હોબાળો મચ્યો હતો અને પ્રજાહિત માટે સત્યડેના માલિક અને તંત્રી ગુલઝાર ખાન દ્વારા જિલ્લા સમાહર્તાને આ મામલે લેખિત ફરિયાદ કરી આ જમીન સરકારશ્રીની હોય સુઓમોટો દાખલ કરી અને સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ થઈ હતી.
વલસાડ શહેર માં મધ્યમાં આવેલ લોટસ હોસ્પિટલની બાજુમાં સી. ટી. સર્વે નંબર – ૧૭૭૨ વાળી સરકારી
જમીનનો વેચાણ અંગેનો દસ્તાવેજ કાયદા વિરુદ્ધ હોય આ જમીન પર થઈ રહેલા બાંધકામને અટકાવવા પણ માંગ થઈ હતી.
આ સરકારી જમીન ઉપર બાંધકામની મંજુરી અપાયેલ છે જે કાયદા વિરુદ્ધ છે કેમકે આ જમીન સરકારી છે જે ભુતકાળમાં નગરપાલિકા વલસાડ તથા અન્યો દવારા આ સરકારી જમીનનો ખોટા દસ્તાવેજો કરેલ છે અને ત્યાર બાદ ખાનગી વ્યક્તિ ને દસ્તાવેજો કરી આપેલ છે આ જમીન પર હાલ કોમર્શીયલ બાંધકામ ડો.
કલ્પેશ જોષી દ્વારા થઈ રહેલ છે જે તાત્કાલિક અટકાવવા રજુઆતમાં જણાવાયુ છે અને આ જમીનની કાયદાકીય તપાસ કરી આ જમીન સરકારશ્રીની હોય તે લેવા સુઓમોટો દાખલ કરવા સાથે સરકારી જમીન કાયદા વિરુદ્ધ ખાનગી વ્યક્તિઓને આપનાર તેમજ લેનાર તમામ પર લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરવા માંગ થઈ હતી.
સત્યડે દ્વારા આ અંગે કલેક્ટર શ્રી ધ્વારા જાહેર હીત મા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ કરી સુઓમોટો દાખલ કરવા વિનંતી થઈ હતી અને હાલના આ જગ્યા પર થતુ બાંધકામ પર સ્ટે આપવા સાથેજ આ ફરિયાદને માનનીય મુખ્યમંત્રીના જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવા માટે થયેલી અરજ બાદ જિલ્લા કલેકટર દ્વારા આ પ્રકરણને ફરિયાદ નિવારણમાં સમાવી ચીફ ઓફિસરને જવાબ માટે હાજર રહેવા તાકીદ કરતા હવે આખું પ્રકરણ બહાર આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકાએ જેતે સમયે પોતાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન મેળવ્યા બાદ આ જમીન ઉપર પાલિકાના કર્મચારીઓ માટે ફ્લેટ તૈયાર થયા અને ત્યારબાદ આ જમીન બિલ્ડર હિમાંશુ વશી દ્વારા મ્યુનિ. કર્મચારીઓ પાસેથી ફ્લેટો ખરીદ્યા હતા.
સદર જમીન માં વરાડે હિસ્સાના દસ્તાવેજો બનાવી એકત્રીકરણ કરી 2012, 2015 અને 2018 માં વિવિધ વેચાણ દસ્તાવેજો બનાવીને વેચી મારવામાં આવી હતી.
હાલમાં આ જમીન ઉપર હેલ્થકેર પૂરી પાડતી સંસ્થાના ડિરેક્ટર ડો.કલ્પેશ જોષી ધારણકર્તાહોવાનો ઉલ્લેખ છે. છેલ્લા દસ્તાવેજ મુજબ વલસાડ સબ રજિસ્ટ્રાર ઓફિસ માં રૂ. 52 લાખની વેચાણ કિંમતે નોંધાયેલો છે.
આ જમીન પાલિકાનાં સત્તાધીશો પાસેથી નીકળી ને પ્રાઇવેટ સંસ્થાઓ પાસે વાણિજયક હેતુ માટે પહોંચી ગઈ વગરે મુદ્દા ખુબજ ગંભીર છે અને આજની કિંમતે કરોડો ની બજાર કિંમત વાળી જમીન વેચી મારવાના પ્રકરણમાં જવાબદારો સામે પગલાં ભરવા જરૂરી છે અને આ સરકારી જમીન ખાલસા કરવા માંગ ઉઠી છે.
1982ના પ્રોપર્ટી કાર્ડમાં કબ્જેદાર પાલિકાના સીઓ અને સરકારની માલિકીનો ઉલ્લેખ પણ છે ત્યારબાદ મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટર એપાર્ટમેન્ટના ફ્લેટો લઈ 2012,2015,અને 2018માં વિવિધ દસ્તાવેજો બનાવી સરકારી જગ્યા હડપ કરવાની પેરવી થઈ છે.
રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નં.3297 તા.2/6/18 થી 712.98 ચોમી વેચાણ થયો છે જે મામલે હવે ચીફ ઓફિસર શુ જવાબ આપાશે તેની સામે સૌની મીટ મંડાઈ છે.