AIનો ભરપૂર ઉપયોગ કરતા બિઝનેસ ઈન્ટેલિજન્સ-BIના ફિલ્ડમાં વાર્ષિક દસ લાખ સુધીનો પગાર મળી શકે

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
4 Min Read

AIનો ભરપૂર ઉપયોગ કરતા બિઝનેસ ઈન્ટેલિજન્સ-BIના ફિલ્ડમાં વાર્ષિક દસ લાખ સુધીનો પગાર મળી શકે

આજે વિશ્વના મોટાભાગના ફિલ્ડમાં AI પગપેસારો કરી ચૂક્યું છે, જો કે, બીજી તરફ હવે ધીમે ધીમે BI એટલે કે બિઝનેસ ઈન્ટેલિજન્સની પણ ડિમાન્ડ માર્કેટમાં વધી રહી છે.

આવતીકાલના બિઝનેસ વર્લ્ડમાં AIની સાથે સાથે BI પણ એટલું જ પ્રસ્તુત બનવાનું છે. આ ફિલ્ડમાં પણ નોકરીની તકો મોટા પ્રમાણમાં ઊભી થવાની છે.

- Advertisement -

બિઝનેસ ડેટાનું એનાલિસીસ કરીને વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ

બિઝનેસ ડેટાનું વિશ્લેષણ અને અભ્યાસ કર્યા બાદ તેના આધારે વધુ સારા નિર્ણયો લેવામાં સંસ્થાઓ કે કંપનીઓની મદદ કરતા ટૂલ્સ કે પ્રોસેસને બિઝનેસ ઈન્ટેલિજન્સ કહેવાય છે.
આ ફિલ્ડ અનેક રીતે ઉપયોગી છે. જેમ કે કંપનીમાં સર્જાતી વિવિધ સમસ્યાઓ જાણવા માટે

કંપની કે સંસ્થાઓમાં અવાર-નવાર ઊભી થતી સમસ્યાઓને જાણવા માટે BI મદદરૂપ થઈ શકે. આ પ્રકારની વિકરાળ સમસ્યાઓ સર્જાય ત્યારે તેનાથી એકસામટું આર્થિક કે પ્રતિષ્ઠાને લગતું કોઈક નુકસાન થાય તે પહેલાં તેને જાણીને તેનો ઉકેલ લાવવામાં આવે છે. દાખલા તરીકે ઉત્પાદનમાં કોઈ સમસ્યા હોય, વધતી મજૂર સમસ્યા હોય કે પછી ગ્રાહકોને લગતી કોઈ સમસ્યા હોય તો તેની BIથી આગોતરી માહિતી મેળવીને તેને ઉકેલી નાંખવામાં આવે છે.

- Advertisement -

BI

કંપનીની કાર્યક્ષમતા સુધાર લાવવા માટે BI ઉપયોગી બની શકે

BIની મદદથી કંપનીની કામગીરીને સચોટ અને સુગથિત કરી શકાય છે. ક્યાંક ઊર્જા-નાણાં-શ્રમ વધારાના વપરાતા હોય કે બેવડાતા હોય કે કોઈપણ ખાતાની કાર્યક્ષમતા ઓછી હોય તો તેને સુધારવામાં BI ખૂબ કામ લાગે છે.

પ્રથમ વખતના ગ્રાહકને જાળવી રાખવા ખુબ મહત્વના હોય છે

ગ્રાહક કંપની માટે ખૂબ મોટોઆધાર છે. ગ્રાહકોમાં પણ પ્રથમ વખતના ગ્રાહકોને જાળવી રાખવા એ કંપની માટે એક મોટો પડકાર બને છે. BI થકી ગ્રાહકોના અનુભવને જાણવાની અને કંપનીની પ્રોડક્ટ કે સેવામાં જરૂરી ફેરફાર અંગે ફીડબેક આપવાની પક્રિયા થાય છે, જે કંપનીની એકંદર કાર્યક્ષમતા વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે.

- Advertisement -

ગ્રાહકોને પોતાની તરફ ખેંચીને આવક વધારવા માટે ઉપયોગી

ગ્રાહકો પૈકીનો મોટો વર્ગ કંપની પાસે ન હોય એવું બને. કંપની આવા ચાહકોને પોતાની તરફ ખેંચવા અને તેમના થકી આવક વધારવા પ્રયાસ કરતી રહે છે. ક્યારેક પ્રોડકટ કે સર્વિસને વધારે ગુણવત્તાપૂર્ણ બનાવીને પણ આવક વધારી શકાય છે. આવા પ્રયાસો કરતી વખતે BI થકી મળતી માહિતી ખૂબ જ ઉપયોગી થાય છે. કંપનીને વધુ આવક થાય એવા પ્રયાસો કરવા માટે આમ BI ઉપયોગી બને છે. ક્યારેક તેના થકી કરંટ ટ્રેન્ડ્રુસ જાણવા મળે છે. જેનાથી આવક વધી શકે છે.

BI.1

ગ્રાહક જરૂરી માર્ગદર્શન આપીને તેમનો સંતોષ વધારવામાં મદદરૂપ

ગ્રાહકો પોતાના કામ વધારે સારી રીતે કરી શકે એ માટે તેમને કંપની દ્વારા થણીવાર માર્ગદર્શન આપવામાં આવે છે. પરંતુ તે કામ કેવી રીતે કરી શકાય અને ગ્રાહકોને કઈ બાબતે માર્ગદર્શનની જરૂર છે, એ જાણવામાં BI ઉપયોગી થાય છે.

કંપનીને પોતાના સ્પર્ધકો સાથે સ્પર્ધાત્મક વિશ્લેષણ કરવા માટે ઉપયોગી

સરખામણી કરતા કંપની ક્યાં ઊભી છે અને અન્ય સંસ્થા કે કંપનીની પ્રોડક્ટ્સની સરખામણીએ કંપનીની પ્રોડક્ટ કે સેવા ક્યાં છે. તેની માહિતી મેળવવી અને તેનો ઉચિત ઉપયોગ કરવો જરૂરી છે. BI આ દિશામાં કામ કરે છે અને સ્પર્ધાત્મક વિશ્લેષણ કરીને કંપનીને મદદરૂપ થાય છે.

ડેટા ઉપલબ્ધ કરાવીને કંપનીના ઇન્ટરફેસીસ તેમજ રોલ બેઝડ ડેશબોર્ડ રીપોર્ટ તૈયાર કરી શકાય

સોફ્ટવેરની મદદથી કંપનીના વિવિધસ્તરે ઈન્ટરફેસિસ, ડ્રેગ-ડ્રોપ રીપોર્ટ કે રોલ-બેઝડ ડેશબોર્ડ રીપોર્ટ બનાવી શકાય છે. જેવી કંપનીના વિવિધ સ્ટાફ કે કર્મચારી પોતાની ભૂમિકા સાચી દિશામાં અદા કરી શકે. આમ, BIની મદદથી કંપની વિવિધ નબળાઈઓને દૂર કરીને પોતાની કાર્યક્ષમતા વધારી શકે છે.

૨૦૨૮ સુધીમાં ૨૧ ટકા સુધીનો ઉછાળો આવે તેવી સંભાવના

આમ તો ડેટા એનાલિસ્ટના ફિલ્ડ સાથે મળતા આવતા આ ફિલ્ડમાં આગામી સમયમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ઊભી થવાની છે. છતા એક અનુમાન મુજબ. ૨૦૨૮ સુધીમાં આ ફિલ્ડમાં નોકરીઓની ડિમાન્ડમાં ૨૧ ટકા સુધીનો ઉછાળો આવવાનો છે. દેશ-વિદેશમાં આ ફિલ્ડમાં અનેક ખાનગી અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓ કોર્સ ઓફર કરે છે જેમાં પ્રતિદિન પાંચ થી છ કલાક અભ્યાસ કરવાનો હોય છે. આ ફિલ્ડમાં વાર્ષિક દસ લાખ રૂપિયા સુધીનો પગાર ઓફર થાય છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.