જો તમે પણ તમારા આધાર કાર્ડમાં ફેરફાર કરવા માંગો છો, તો તમે બુધવાર (14 જૂન, 2023) સુધી મફતમાં આધાર કાર્ડ પોર્ટલ પર જઈને તેમ કરી શકો છો. આ તારીખ પછી, તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડ જારી કરનાર ઓથોરિટી UIDAI તરફથી કહેવામાં આવ્યું છે કે આવા તમામ નાગરિકો કે જેમણે આજ સુધી તેમના આધારમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેમણે 10 વર્ષમાં એક વખત તેમનો આધાર અપડેટ કરવો પડશે.
મફત આધાર અપડેટનો છેલ્લો દિવસ
આધાર અપડેટને પ્રોત્સાહિત કરવા માટે UIDAI દ્વારા (15 માર્ચથી 14 જૂન સુધી) એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે આજે એટલે કે 14મી જૂને સમાપ્ત થઈ રહી છે.
આ અંગે UIDAI તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તમારા આધાર કાર્ડમાં વસ્તી વિષયક માહિતી અપડેટ કરીને તમે તેને વધુ સુરક્ષિત બનાવી શકો છો. જો તમારું આધાર 10 વર્ષ પહેલા જારી કરવામાં આવ્યું છે અને આજ સુધી ક્યારેય અપડેટ કરવામાં આવ્યું નથી, તો તમે ID અને એડ્રેસ પ્રૂફ મૂકીને 14 જૂન સુધીમાં તમારું આધાર અપડેટ કરી શકો છો.
આવતીકાલ 15 જૂનથી આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૈસા વસૂલવામાં આવશે. આધારમાં એડ્રેસ અપડેટ કરવાની ફી 50 રૂપિયા છે.
આધાર ઓનલાઈન કઈ રીતે અપડેટ કરશો?
સ્ટેપ 1: UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો.
સ્ટેપ 2: પછી લોગિન કરો અને નામ, લિંગ, જન્મ તારીખ અને સરનામા અપડેટમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 3: પછી અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરો.
સ્ટેપ 4: જો તમે સરનામું અપડેટ કરવા માંગો છો, તો ડેમોગ્રાફિકમાં સરનામું પસંદ કરો અને આધાર અપડેટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.
સ્ટેપ 5: આ પછી એડ્રેસ પ્રૂફ સબમિટ કરો.
સ્ટેપ 6: આ પછી SRN નંબર જનરેટ થશે અને તે પછી તમે આ નંબર વડે તમારી અપડેટ એપ્લિકેશનને ટ્રૅક કરી શકશો.