વલસાડ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
ભારે પવનને કારણે નેશનલ હાઇવે 48 પર બગવાડા ટોલબૂથ પર લગાવેલા શેડનાં પતરાં ઊડતાં ત્રણ રોડ બંધ કરવામાં આવ્યા હતા.
ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર અને ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતના નજીક આવી રહયું છે. ત્યારે તેની સીધી અસર વલસાડના તિથલ દરિયા કિનારે જોવા મળી રહી છે.
વલસાડના તિથલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની અસરને લઈ ઊંચા મોજાં ઉછળતા બીચ પર બેસાડેલ લાદીઓ ઉખડવા લાગી છે તેમજ અહીં મુકવામાં આવેલ લારી ગલ્લા તેમજ ખાણી પીણી ની સ્ટોલ ને નુકશાન થયું છે.
જેનાથી તીવ્ર મોજાંની ભયાનકતા સમજી શકાય છે.
જોકે,સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે ત્યારે હવે બિપર જોય વાવાઝોડાની તિથલ બીચ પર ભારે અસર જોવા મળી રહી છે.
તિથિલના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ૧૦-૧૫ ફૂટ ઊંચા મોજા ઉછળી રહયા છે.
વાવાઝોડાની અસરને લઇ દરિયો તોફાની બની રહ્યો છે અને ધીમે ધીમે દરિયા કિનારે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, સાવચેતીના ભાગરૂપે દરિયાઈ બીચ પર સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે અને પોલીસ તેમજ NDRFની ટીમ તૈનાત છે.
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે જેઓ સતત મોનિટરિંગ કરી રહયા છે.