વ્હોટ્સએપ પર આવતા સ્પામ કોલ દરરોજ દરેકને પરેશાન કરી રહ્યા છે. સાયબર ઠગ્સ અને હેકર્સ સ્પામ કોલ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જો કે, હવે તેમાંથી મુક્તિ મળી છે. તમે Whatsapp ના સેટિંગ બદલીને સ્પામ કોલથી છૂટકારો મેળવી શકો છો. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતે આની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે Whatsappની સેટિંગ બદલીને સ્પામ કોલ્સથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે. આ માટે WhatsAppએ એક નવું ફીચર ઉમેર્યું છે. આની મદદથી, સ્પામ કૉલ્સ કોઈપણ મુશ્કેલી વિના આપોઆપ સાઈલન્સ થઈ શકે છે.
માર્ક ઝકરબર્ગે આ મહત્વની માહિતી આપી હતી
વ્હોટ્સએપના નવા પ્રાઈવસી ફીચરની જાહેરાત કરતા મેટા સીઈઓએ કહ્યું કે આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ મુશ્કેલી વિના અનિચ્છનીય અને અજાણ્યા કોલને ઓટોમેટીક રીતે સાઈલન્સ કરી શકશે. જો કે, યુઝર્સને તે કોલ સંબંધિત સૂચનાઓ ચોક્કસપણે મળશે. જો યુઝર તે કોલનો જવાબ આપવા માંગે છે તો તે કરી શકે છે. નોટિફિકેશન કોલ લિસ્ટમાં દેખાશે.
આ રીતે કામ કરશે નવું ફીચર
ઝકરબર્ગે આપેલી માહિતી અનુસાર, WhatsAppના નવા ફીચરને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા તમારે Whatsapp ઓપન કરવું પડશે.
આ પછી, તમારે આઇ બટન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જવું પડશે.
અહીં નીચેથી ત્રીજા નંબર પર રજૂ કરાયેલું નવું ફીચર ‘Calls’ દેખાશે.
હવે ‘Calls’ ટેબ પર ક્લિક કરો અને ‘Silence unknown callers’ વિકલ્પ સક્રિય કરો.
આ પછી આ નવું ફીચર એક્ટિવેટ થઈ જશે અને તમને અજાણ્યા નંબરોથી છુટકારો મળશે. અજાણ્યા નંબર પરથી કોલ આપોઆપ શાંત થઈ જશે.