વડોદરાના અકોટા દાડિયા બજાર બ્રિજ ઉપર દરરોજ સાંજ પડતાજ બાઇકર્સોની રેસ લાગે છે પરિણામે બ્રિજ ઉપરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો તેમજ બ્રિજ ઉપર ફરવા આવતા લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે આવા રેસર ને પોલીસનો કોઈ ભય નહિ હોવાથી બિન્દાસ બન્યા છે ત્યારે ગતરોજ અકોટા-દાંડીયા બજાર બ્રિજ પરથી પૂર ઝડપે જઇ રહેલા 22 વર્ષીય અરાફત (રહે. તાદલજા) નામના બાઈક રાઈડરે માલતી બેન નામના 65 વર્ષના મહિલાની અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
મૂળ સુરતના માલતી બેન જમ્યા બાદ શનિ મંદિરે દર્શન માટે જતા હતા તે વખતે આ કરૂણ ઘટના બની હતી.
આ અકસ્માતમાં બાઇક રાઈડર અરાફતને પણ ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ તેનું પણ મોત થઈ ગયું હતુ.
આ ઘટના બાદ પોલીસ સફાળી જાગી હતી અને રાતથી જ બાઇકર્સો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આજથી પોલીસ બાઇકર્સો સામે ઝૂંબેશ શરૂ કરશે અને સીસીટીવી તપાસ કરીને બાઇકર્સો સામે પોલીસ કડક પગલાં ભરશે.