નવસારીના કબીલપોર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ પ્રિઝમ ફેક્ટરીના કારણે આજુબાજુના સ્થાનિકોની જિંદગી
બેહાલ બની છે.
જીપીસીબી નવસારીને આ બાબતે લેખિત ફરિયાદ કરતા આખરે તંત્રની આંખ ઉઘડતા જીપીસીબી નવસારી ટીમ દ્વારા પ્રિઝમ ફેક્ટરીમાં ચેકિંગ કરાયું હતું
અગાઉ જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરી ચીમનીમાં ચિંધી બાળતા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે જે અંગે આજુબાજુના સ્થાનિકોએ જણાવ્યું હતું.
ત્યાર પછી 22 તારીખે જીપીસીબી નવસારી દ્વારા કંપનીનું ચેકિંગ કરાયું અને 23 તારીખે સવારે ચિંધી ભરેલી એક ગાડી કંપનીમાં પ્રવેશે છે અને કંપનીના પાછળના ભાગે આ ગાડી ખાલી કરવામાં આવી હોવાનુ સૂત્રો જણાવે છે. આજુબાજુના સ્થાનિકોને પૂછતા જાણવા મળે છે કે પરિસ્થિતિ હાલ પણ યથાવત છે.કંપનીની પાછળ આવેલ નાળામાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડતા હોવાથી નજીકમાં આવેલ નેશ વિસ્તારમાં ત્રણ ગાયો આ પાણીના લીધે મૃત્યુ પામેલ હોવાની વિગતો સ્થાનિકો દ્વારા જણાવેલ હતી જેમાં પણ કોઈ ચોક્કસ સુધાર ન થયો હોવાનું જાણવા મળે છે.ખરાબ પ્રકારના પ્રદૂષિત ધુમાડાઓ આ કંપની દ્વારા છોડાતા હોવાથી આજુબાજુના સ્થાનિકોને અલગ અલગ પ્રકારની બીમારીઓ થતી હોવાની વાત સામે આવી રહી છે તે લોકોના જણાવ્યા મૂજબ ચામડીને લગતા રોગો થતાં હોય જ્યારે અમુક લોકોને શ્વાસ ને લગતી બીમારીઓ થતી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે આ સમગ્ર મામલે સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ.ફરિયાદ ને અનુલક્ષીને ચેકિંગ થયા બાદ પણ પરિસ્થિતિમાં સુધાર ન થતા તંત્ર પર શંકાની સોય લટકતી જોવા મળી રહી છે. હવાના માધ્યમથી આજુબાજુના લોકોને તકલીફ આપતી, કેમિકલ યુક્ત ખરાબ પાણીના લીધે આજુબાજુના પશુપાલકોને તકલીફ આપતી,આ કંપનીને કાયદાનો જાણે કોઇ ડર જ ન હોય તેમ બેખોફ બનીને હાલ પણ બેફામ બની હવાના માધ્યમથી અને પાણીના માધ્યમથી પ્રદૂષણ ફેલાવી રહ્યા હોય તેવું હાલના તાજા દૃશ્યો સાબિત કરે છે.
કાયદાની મજાક બનાવતા આ લોકો પર તંત્ર ક્યારે અંકુશ સાધશે..!? કાર્યવાહી કરવામા તંત્ર કેમ અચકાય રહ્યુ છે..!?
ન્યાય નહીં મળે તો સ્થાનિકો દ્વારા જીપીસીબી ગાંધીનગર, સી.પી.સી.બી દિલ્હી તથા એન.જી.ટી ખાતે રજુવાતો કરશે તે ઉપરાંત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી રહ્યાં છે.
