રાજ્યમાં બદલી અને બઢતીની પ્રક્રિયા ચાલુ રહેવા પામી છે ત્યારે સાત જેટલા ચીફ ઓફિસરોની બદલી અને છ જેટલા આઈએફએસ અધિકારીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
નગરપાલિકાઓના ચીફ ઓફીસર
સંર્વગના સાત અધિકારીઓની હાલની જગ્યાએથી બદલી થઈ છે જેમાં દશરથસિંહ એન ગોહિલને ભરૂચથી બદલી કરી વલસાડ મુકવામાં આવ્યા છે.
જ્યારે સંજય એચ પટેલને સિધ્ધપુરથી બદલી ચાણસ્મા મુકવામાં આવ્યા છે.
સાવનકુમાર સી રતાણીને કપડવંજથી ખેડબ્રહ્મા બદલી કરવામાં આવી છે. જ્યારે કૈલાશબેન પ્રજાપતિને RCM રાજકોટથી કપડવંજ મુકવામાં આવ્યા છે.
તેજ રીતે મનોજ આર સોલંકીને પોરબંદર-છાયાથી કલોલ ખાતે બદલી કરાઈ છે જ્યારે વિજય એન પરીખને કલોલથી ડે. ડાયરેક્ટર, GMFB ખાતે બદલી કરવામાં આવી છે.
શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફીસરોને બદલી આદેશ કર્યા છે.
છ જેટલા આઈએફએસ અધિકારીએે બદલી સાથે બઢતી પણ કરાઈ છે. જેમાં ડૉ. સંદીપ કુમારની રાજકોટ ખાતેથી બઢતી સાથે કેવડિયા બદલી કરાઈ છે. પ્રદીપ સિંહ તેમજ ડૉ કે શશીકુમાર તેમજ શ્રી આર સેંથિલકુમારન, ડો ટી કરુપ્પાસામી અને શ્રી પૂ પુરુષોત્તમાની પણ બઢતી સાથે બદલી થઈ છે.