વલસાડ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ધરમપુર માં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ પડયો છે,ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે ધરમપુરની માન નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની આવકનો વધારો થતાં સિંદૂમ્બર ગામ ખાતે પસાર થતા કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને આજુબાજુના ચરબીગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા.
કોઝવે પર પાણી ફળી વળતા લોકો અટવાયા હતા. કોઝવે પર પાણી ફરી વળતા ગામલોકો 10 થી 15 કિલોમીટરનો ચકરાવો ફરી જવા મજબુર બન્યા છે.
વરસાદને કારણે રસ્તાઓ બંધ છે, તો વહીવટી તંત્ર નદીઓની સપાટી પર સતત નજર રાખી રહ્યું છે.
વલસાડમાં ભારે વરસાદના કારણે વલસાડની જેસીયા ગામ સંપર્ક વિહોણું થયું હતું. નેશનલ હાઇવેથી ગામ જવાના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદના કારણે અનેક જગ્યા એ પાણી ભરાયા છે.
વલસાડ શહેરના મિશન કોલોનીમાં રુબી એપાર્ટમેન્ટના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમા મુકાયા હતા.
મિશન કોલોનીમાં આવેલી ઝવેર સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં બજર સિસ્ટમ વગાડી લોકોને એલર્ટ કર્યા છે ત્યારે હાલ ઓરંગા નદીના પાણી શહેરના નીચેનારા વિસ્તારોમાં ઘૂસતા વહીવટી તંત્ર એલર્ટ થયું લોકો ને સ્થળતાર કરાયા તો કૈલાસ રોડ પર નો બ્રિજ બંધ કરાયો હતો.
વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટીએ વહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘુસ્યા વહીવટી તંત્ર એલર્ટ થયું પોલીસની ટીમ સાથે મળી વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું વલસાડ શહેરના વલસાડપારડી, બરૂડિયાવાડ તેમજ કશ્મીરાનગરના 150 થી 200 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે પોલીસ અને વહીવટી તંત્રની ટીમ અગમચેતીના ભાગરૂપે ખડે પગે કામ કરી રહી છે મોડી રાતથી પડેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદી પર વહીવટી તંત્ર દ્વારા તેના વધી રહેલા જળસ્તરની સપાટીને લઈને નજર રાખવામાં આવી રહી હતી બીજી તરફ દરિયા માં ભરતી ના કારણે નદી પાણી દરિયો અંદર નહિ લેતા નદીના પાણી શહેર માં ઘુસ્યા હતા.