વડોદરામાં ચોમાસા દરમિયાન જૂની જર્જરિત ઇમારતો ભય જનક બની છે ત્યારે શહેરમાં જાહેર માર્ગ ઉપર આવેલી કેટલીક જૂના મકાનો ભય જનક જણાય રહયા છે.
વડોદરાના રાવપુરામાં આવેલી દુલીરામ પેંડાવાળાની દુકાનનું પાછળના ભાગે આવેલું ગેરકાયદે સ્ટક્ચર માટે તંત્રએ માત્ર નોટીશ જ આપી પણ સીલ નહિ કરી કોઈ કાર્યવાહી ન કરી તે અંગે લોકોમાં સવાલો ઉઠવા પામ્યા અને વહીવટ થઈ ગયો કે શું ? તેવી ચર્ચાઓ વચ્ચે હવે બીજી વાત એ જણાઈ રહી છે કે દુલીરામ પેંડાવાળાની દુકાન જુનવાણી મકાનમાં છે અને આગળનો ભાગ જર્જરિત થઈ ગયો હોવાનું સ્પષ્ટ જણાય છે અને જો ચોમાસા દરમ્યાન આ ભાગ તૂટી પડેતો મોટી સંખ્યામાં નીચે ગ્રાહકો અને લોકોની અવર જવર હોય દુર્ઘટના સર્જાવાની શકયતા જણાઈ રહી છે.
જોકે, આ બાબતે પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બનેતો કોણ જવાબદાર તે વાત પણ હાલ ચર્ચાનો વિષય બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં રાવપુરા મેઇન રોડ ઉપર આવેલી જાણીતી દુલીરામ પેંડાવાળાની હયાત દુકાનની પાછળના ભાગે પણ લોખંડની પાઇપો વડે તંત્રની કોઈ પરમિશન વગર ગેરકાયદેસર રીતે સ્ટક્ચર ઉભું કરવામાં આવ્યું હોવા મામલે વડોદરા મનપા દ્વારા વારંવાર નોટીશ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે તેમજ દુકાન સીલ કરવાની કાર્યવાહી કરવા જણાવે છે પરંતુ નવાઈની વાત એ છે કે પાંચ પાંચ નોટીશ બાદ પણ મનપા દ્વારા હજુસુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તંત્રની ભૂમિકા ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.
વડોદરા શહેરમાં તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હઠાવવાનું ચાલુ છે પણ દુલીરામ પેંડા વાળાની દુકાનના આ ગેરકાયદે સ્ટ્રક્ચર હઠાવવા કે સીલ કરવામાં તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તે અંગે સવાલ ઉઠી રહયા છે.
ત્યારે હવે ચોમાસુ આવતા આ દુકાનના આગળના ભાગનો જર્જરિત હિસ્સો પણ ભય જનક જણાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ વાત ધ્યાન ઉપર લેવામાં આવે તે જરૂરી બન્યું છે.