વલસાડ તા.૩ જુલાઈ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી અને સાત જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ તેમજ સુરતમાં રાજ્ય કક્ષાની ઉજવણી ગિનિઝ બુકમાં વર્લ્ડ રેકોર્ડ થઈ હતી.
આ સર્વે વિશિષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ગાંધીનગર ખાતે સેક્ટર ૨૨માં આયોજિત અભિવાદન સમારંભમાં ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેને ખેસ, સ્મૃતિભેટ તથા પ્રમાણપત્ર આપી યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી અને ઓએસડી બેદીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.