વલસાડ તા. ૩ જુલાઈ
પુસ્તક પરબ વલસાડનો ૧૬મો મણકો વરસાદી માહોલમાં સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા અબ્રામા એસ. ટી. વર્કશોપની સામે ક્રોમા શોરૂમની બાજુમાં ફૂટપાથ પુસ્તક પરબ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશાબેન ગોહિલ તથા ટીમના હાર્દિક પટેલ, હંસા પટેલ, અર્ચના ચૌહાણ, જયંતીભાઈ મિસ્ત્રી, દેવરાજ કરડાની, જગદીશ આહીર અને શિલ્પા દોડીયા દ્વારા આયોજિત થયો હતો.
જેમાં ૮૬ પુસ્તકો વાચકો લઈ ગયા હતા. ૬૫ લોકોએ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. વલસાડમાં લોકો વાંચન તરફ વધુને વધુ ઢળી રહ્યા છે. વાચકો તરફથી વ્યવસ્થાના ભાગરૂપે વરસાદી વાતાવરણમાં પુસ્તક પરબની ટીમને આ કાર્યક્રમ નિયમિત સમયસર ચલાવવા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાએ પુસ્તક પરબ યોજાશે.