જો આપ વડોદરામાં રહેતા હોય અને રોજગારીની શોધમાં હોયતો આપના માટે ખુશ ખબર છે.
વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી નીકળી છે. જેનું નોટિફિકેશન આજે તા. 4 જુલાઇના રોજ બહાર પાડવામાં આવ્યુ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઇ 2023 છે.
આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ માટે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ https://vmc.gov.in/ ની મુલાકાત લઇ વધુ જાણકારી મેળવી શકો છો.
—નીચે મુજબના પોસ્ટ પર થશે ભરતી
એન્ટોમોલોજિસ્ટ, કેમિસ્ટ, ડેપ્યુટી ચીફ ઓફિસર, નાયબ કાર્યપાલક ઈજનેર, ટ્રેનિંગ ઓફિસર, લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર, પી.એ.ટુ મ્યુનિસિપલ કમિશનર, સ્ટોર સુપ્રિટેન્ડેન્ટ તથા મટીરીયલ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
તો રાહ શેની જુઓ છો આપ જો ઉપરોક્ત પદ માટે લાયકાત ધરાવતા હોય તો ફટાફટ અરજી કરી મન પસંદ નોકરી મેળવી શકો છો.