સુરતમાં ગેરકાયદે મુસાફરોને લઈ જતા વાહન ચાલકો વિરૃધ્ધ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી :અનુપમસિંહ ગેહલોત
આગામી દિવાળી તહેવાર નિમિતે ખાસ ઝુંબેશનું આયોજન શહેર પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ હતુંઃશહેરમાં અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ અડચણરૃપ પાર્ક કરતાં વાહન ચાલકો વિરૃધ્ધ ટ્રાફિલ પોલીસ દ્વારા કાર્યવાહી
સુરત શહેર માં અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ અડચણરૃપ પાર્ક કરતાં વાહન ચાલકો વિરૃધ્ધ શહેર ટ્રાફિક પોલીસ ધ્વરા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેની પાછળ શહેરમાં આગામી સમયે દિવાળી તહેવાર નિમિતે શહેરીજને રીક્ષા ચાલાક ધ્વરા વધુ પૌસા પડાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી અને ગમે ત્યાં પોતાના વાહન પાર્કિંગ કરતા હોય છે જેના કારણે ટ્રાફિક જામ થઇ રહ્યું છે આવી સમસ્યા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ધ્વરા ટ્રાફિક પાલન કરવાનો શહેરીજને અનુરોઘ કરવમાં આવ્યો છે
વાહનોમાં અધિકૃત સંખ્યાથી વધુ મુસાફરોની સવારી અટકાવવા સારૃં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતાં વાહન ચાલકો ઉપર અંકુશ લાવવા તેમજ અકસ્માત અને મૃત્યુદરમાં ઘટાડો લાવવા તા. ૦૧/૧૦/૨૦૨૫ના રોજ એક ખાસ ઝુંબેશનું આયોજન શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે . ઝુંબેશ દરમ્યાન સુરત શહેર ટ્રાફિક શાખા અધિકારી/કર્મચારીઓ, ટુ વ્હિલર ક્રેઈન, હાઈડ્રા ક્રેઈનની ટીમ બનાવી, અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર અલગ અલગ પોઇન્ટ ખાતે નિયત મર્યાદા કરતાં વધુ પેસેન્જર તેમજ અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ જાહેર રોડ ઉપર અડચણરૃપ પાર્ક કરતાં તેમજ અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો વિરૃધ્ધ કાર્યવાહી કરવામાં આવશે
જેમાં અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહનો ડિટેઈન કરવામાં આવશે તેમજ અડચણરૃપ પાર્ક કરેલા વાહનો જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.સુરત ટ્રાફિક ના સંયુક્ત પોલીસ કમિશનર ઇન્ચાજ રાંઘવેન્દ્ર વત્સ પણ શહેરના ટ્રાફિક વિશેષ ભાર આપી રહ્યા છે જેથી કરીને શહેર નો ટ્રાફિક વ્યવસ્થ અને સિસ્ટમ આધારે ચાલે તે પ્રયાસ હાથ ઘરિયા હતા હાલ માં સુરત શહેર A I ટેક્નોલોજીસ ઉપીયોગ કરવમાં આવી રહ્યો છે .શહેરમાં એક તરફ વિકાસ લક્ષી કાર્ય કામ શરૂ છે બીજી તરફ શહેરના રસ્તા નાના થઇ રહ્યાં છે જેના લઈને ટ્રાફીક સમસ્યા વધુ જટિલ થઇ રહી છે .ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક હળવો કરવા માટે અધીકૃત કરતા વધુ મુસાફર લઇ જતા વાહન ચાલક અને રસ્તા ગમે ત્યાં પાર્કિંગ કરતા વાહન ચાલક પર
પર પગલાં ભરવાનો આદેશ આપમાં આવ્યો છે