વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં હજુપણ આઝાદી સમયના કાચા રસ્તા જોવા મળી રહયા છે આ ગામમાં ચોમાસુ બેસતાં જ મુસીબતો શરૂ થઈ જાય છે અનગઢ ગામના પેટાપરા ભાથીરામનગરમાંથી બહાર નીકળતા કાચા રસ્તા ઉપર કાદવ કીચડ થઈ ગયો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને કાદવ કીચડમાંથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે પરીણામે ઘણા બાળકો તો સ્કૂલે જવાનું પણ ટાળે છે.
કોઈ બીમાર વ્યક્તિ ને દવાખાને જવામાં,પ્રસુતિ વખતે ગ્રામજનોને અહીથી નિકળવામાં પારાવાર મુશ્કેલીઓ પડે છે.
હાલ ગૌરીવ્રત ચાલી રહ્યા છે, પરંતુ દીકરીઓ પૂજા કરવા માટે બહાર જઈ શકતી નથી. ભાથીરામનગરની આ સમસ્યા અંગે અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
જ્યારે અહીં પાણી ભરાઈ જાય, ત્યારે 6 કિલોમીટર ફરીને જવુ પડે છે. ગામમાં કોઇનું મરણ થઈ જાય તો ભગવાનપુરા થઈને ફરી ફરીને સ્મશાન સુધી જવુ પડતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
બીજું કે ગ્રામ પંચાયત કોઇ કામગીરી કરવા તૈયાર નથી. પંચાયતનું કહેવું છે કે, રસ્તો અમારામાં આવતો નથી.
ત્યારે આ રસ્તો કોણ બનાવશે અને ક્યારે મુસીબત માંથી છુટકારો મળશે તેનો ગ્રામજનો પાસે કોઈ જવાબ નથી.