વડોદરાના અટલબ્રિજ નીચેથી મોડી રાત્રે પસાર થઈ રહેલી એક કાર પર બ્રિજનો મોટો પોપડો એટલે કે પથ્થર ખરી પડતા કારને નુકસાન થવા પામ્યું છે, જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો.
કારચાલક વાસણા રોડથી અકોટા તરફ તેના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક જ બ્રિજ પરથી એક પથ્થર કાર પર પડ્યો હતો. આ ઘટનાથી કારમાં ભારે નુકસાન થયું છે ત્યારે સવાલ થાય કે જો કાર ને બદલે કોઈ બાઈકચાલક પર આ પથ્થર પડ્યો હોત તો તેનું શુ થાત.
વડોદરામાં રૂ.200 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો 3.5 કિલોમીટર સુધીનો ગુજરાતનો સૌથી લાંબો અટલબ્રિજનું તકલાદી કામ હવે બૂમો પાડીને કહી રહ્યુ છે કે હા બ્રિજના કામમાં ગેરરીતિ આચરવામાં આવી છે. બ્રિજનું લોકાર્પણ 27-08-2022ના કરવામાં આવ્યુ અને હવે પોપડા પણ ઉખડવા લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાવાઝોડામાં વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીના સૌથી મોટા અટલબ્રિજની સેફ્ટી દીવાલ તૂટી પડી હતી ત્યારે હવે પોપડા ખરવાનું શરૂ થયું છે ત્યારે હવે આ બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે.