મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે જલગાંવમાં તાપી નદી પર બનેલા હતનૂર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પૂરનું સંકટ ઘેરું બન્યું છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પુણે, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ છે અને વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના નાંદેડથી વહેતી પનગંગા નદીમાં નવા નીર આવ્યા છે. પૂણેના લોનાવલામાં ભારે વરસાદને કારણે પાણી પાણી જોવા મળી રહ્યું છે.
“મહારાષ્ટ્રમાં કોંકણના વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને વિદર્ભના કેટલાક જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.”