3 દિવસની વેચવાલી બાદ શુક્રવારે (4 ઓગસ્ટ) શેરબજારમાં બ્રેક લાગી હતી. બેન્કિંગ અને આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે બજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. BSE સેન્સેક્સ 480 પોઈન્ટ વધીને 65,721 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 135 પોઈન્ટ વધીને 19,517 પર બંધ થયો છે. આ પહેલા ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા દિવસે તૂટ્યા હતા. BSE સેન્સેક્સ 542 પોઈન્ટ ઘટીને 65,240 પર બંધ રહ્યો હતો.
