બે વર્ષ અગાઉ 11/4/2016ના રોજ 14 વર્ષ ની બાળકી તેના જ ઘરમાં એકલી હતી તે દરમિયાન રોહિત ઉર્ફે ગુલીયા નાયકાએ મોઢા ઉપર રૂમાલ બાંધી ઘરમાં પ્રવેશ કરી બાળકી ઉપર દુષ્કર્મ ગુજારેલ. બાળકીએ વિરોધ કરતાં આરોપીનો મોઢા ઉપર બાંધેલ રૂમાલ છૂટી જતાં ઓળખ છતી થઈ હતી. જે બાબતની ફરિયાદ પોલીસ મથકમાં દાખલ થયા બાદ સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતાં સરકારી વકીલ રાજેન્દ્ર પરમાર ની ધારદાર દલીલો અને સજ્જડ પુરાવાઓ ને ધ્યાને રાખી છોટાઉદેપુર સેશન્સ કોર્ટે આરોપી ગુલીયા નાયકાને ઈપીકો કલમ 450 અંતર્ગત 7 વર્ષ કેદ અને પાંચ હજાર દંડની સજા અને જો દંડ ની રકમ ના ભરે તો 1 વર્ષ ની વધુ સાદી કેદ ની સજા સંભળાવી છે. જ્યારે બાળજાતિય અધિનિયમ 2012 અંતર્ગત 10 વર્ષની સખત કેદ અને 10 હજાર દંડ અને દંડ ના ભરે તો 2 વર્ષ ની વધુ સાદી કેદની સજા ફટકારી છે.
