સુરતના 12 કરોડના બિટકોઈન તોડ કેસમાં CID ક્રાઈમે મોડી રાતે અમરેલીના એસપી જગદીશ પટેલને સકંજામાં લીધા છે. શનિવારે તેમને સીઆઈડી ક્રાઈમે નિવેદન આપવા માટે ગાંધીનગર બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર નહીં થતાં રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રાઈમની ટીમ તેમના સરકારી બંગલે પહોંચી હતી. ત્યાંથી અટકાયત કરી ગાંધીનગર લાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે આ કેસમાં સીઆઈડી ક્રાઈમ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારીઓ સહિત સુરતના વકીલની ધરપકડ કરી હતી.આ કેસમાં PI અનંત પટેલની ટીમ સરકારી વાહનો લઈને બિટકોઈન જેના હતા તે શૈલેષ ભટ્ટને ગાંધીનગર ખાતે બોલાવી તેમનું અપહરણ અને ખંડણી પણ માંગી હતી.
મોબાઈલ ટાવરના આધારે લોકેશન ચેક કરી પીઆઈ અનંત પટેલ શૈલેષ ભટ્ટ પાસે પહોંચી હતી. બાદમાં શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઇન મુદ્દે તોડ કરાયાનો આરોપ લાગ્યો હતો.
ધરપકડ કરાયેલા PI અનંત પટેલના નડિયાદ સ્થિત નિવાસ સ્થાન પર સર્ચ હાથ ધરાયું, સીઆઇડી ક્રાંઇમની ટીમે બે મોબાઇલ કબ્જે લીધા હતા. PI અનંત પટેલની ધરપકડ બાદ sp જગદીશ પટેલની ધરપકડ. અાજે sp ને સીઆઇડી ક્રાઈમ ની ઓફિસ લવાશે.