હાલ 15મી ઓગસ્ટની દેશભરમાં ઉજવવા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત મામલે ઉશ્કેરણીજનક ટિપ્પણી મુદ્દે મૌલવીની અટકાયત કરવામાં આવી છે.
પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીદ રઝાને પોલીસે ઝડપી લીધો છે.
વિગતો મુજબ સોશિયલ મીડિયામાં બે ઓડિયો કલીપ થઇ વાયરલ થતાં
અજીમ યુનુસ કાદરીએ આ ઓડિયો કલીપ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
પોરબંદરના નગીના મસ્જિદના મૌલવી દ્વારા બહારે સરિયત નામનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું જેમાં બે યુવકએ આ ગ્રૂપમાં રાષ્ટ્ધ્વજ ફરકાવવો કે નહિ, રાષ્ટ્ગીત ગાવું જોઈએ કે નહિ જેવા પ્રશ્નો પૂછ્યા હતા જેના મૌલવીએ બન્ને યુવકના પ્રશ્નોના જવાબ આપ્યા હતા જેમાં રાષ્ટ્રગીતમાં જય હો,જય હો, અને ભારત ભાગ્ય વિધાતા શબ્દ આવતા હોવાથી મુસ્લિમોએ રાષ્ટ્ગાન ન કરવા સલાહ આપી હતી.
મુસ્લિમોએ રાષ્ટ્રીયધ્વજ ફરકાવો જોઈએ પણ રાષ્ટ્રીયધ્વજને સલામી આપવી નહીં જેવા મૌલવી દ્વારા જવાબો આપવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ મૌલવી વસિફ રજા સામે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 હેઠળ મૌલવી સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોરબંદરમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ મુદ્દે પોરબંદરની મસ્જીદના મૌલાના કથિત ઓડિયો મુદ્દે વિવાદ ઉભો થયો છે. આ મુદ્દે મુસ્લિમ યુવાનો દ્વારા મૌલાનાને પુછવા જવા મામલે યુવાનો પર ગુનો નોંધાયો છે.
તો સામે પક્ષે યુવાનોએ પણ ફીનાઇલ ગટગટાવી છે. પોલીસે હાલ બંને પક્ષે ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.
ફીનાઇલ પી લેનાર શકીલ યુનુસ કાદરી, સોહીલ ઇબ્રાહીમ પરમાર તથા ઇમ્તિયાઝ હારુન સીપાઇ હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દેશદ્રોહી પ્રવૃતિ કરતા મૌલવી સામે રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડાને ઈ-મેઈલ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી મોડીરાત્રે લકડી બંદર પર ત્રણ મિત્રોએ સામુહિક ફિનાઈલ ગટગટાવી લેતાં ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્રણેય મિત્રોએ મૌલવી સામે દેશદ્રોહી પ્રવૃતિ કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.