શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. બજારના મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ 65,600 અને નિફ્ટી 19500 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. મેટલ સ્ટોકની ઝડપી બજારમાં ખરીદી થઈ રહી છે. નિફ્ટીમાં Jio ફાઇનાન્શિયલ અને ટાટા સ્ટીલના શેર 3 ટકા સુધી ચઢ્યા છે. જ્યારે ICICI બેન્કનો શેર ટોપ લૂઝર છે. આ પહેલા ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 555 પોઈન્ટ વધીને 65,387 પર બંધ થયો હતો.
