શેરબજારમાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી રહી છે. બજારના મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ લગભગ 150 પોઈન્ટના વધારા સાથે 66,400 ના સ્તર પર પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી પણ 19,750ને પાર કરી ગયો છે. મેટલ, મીડિયા અને સરકારી બેંકિંગ શેરોએ બજારની મજબૂતાઈમાં ફાળો આપ્યો છે. નિફ્ટીમાં ટાટા સ્ટીલ, એનટીપીસી, એલએન્ડટી ટોપ ગેઇનર્સ છે, જ્યારે એપોલો હોસ્પિટલ્સનો શેર ટોપ લોઝર છે. આ પહેલા ગુરુવારે ભારતીય બજારો સતત 5માં દિવસે સકારાત્મક બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 66,265 પર બંધ રહ્યો હતો.
