ભગવાસ્થળી
કૌરવોની માતા ગાંધારીના શ્રાપના કારણે કૃષ્ણના સમયે સોમનાથ પાસે યાદવો અંદરો અંદર કપાઈ મર્યા હતા. તેથી તેને યાદવાસ્થળી રહેવામાં આવે છે. આજે પણ જૂથવાદ માટે યાદવાસ્થળી શબ્દ વપરાય છે. પણ હવે સત્તાધારી પક્ષના રંગરૂપ જોઈને તે શબ્દના બદલે ભગવાસ્થળી યોગ્ય છે. કારણ કે દ્વારકાના રાજા કૃષ્ણની રાજનીતિ કરતાં ગાંધીનગરના રાજા ભાજપની ભગવા નીતિ વધારે ખતરનાક છે. ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે.
દક્ષિણ ગુજરાતમાં સત્તાની ચાવી માત્ર પાટીલના હાથમાં છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી આ પત્રિકા પહોંચાડવાનો પ્રયાસ કરતાં ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત ભાજપમાં ડખા છે.
અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે. જેમાં છેલ્લા સમય સુધીના રાજકીય આટાપાટા અને કુસંપ તેમાં આવરી લેવાયા છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે. અને તે રાજનીતિમાં વ્યક્તિઓનું શું મહત્વ છે. અને એ વ્યક્તિઓ કેવા કાવાદાવા ખેલે છે. તેની આમાં કથા છે.
શું ગાંધારીની જેમ ગુજરાતની ધરતી માતાનો શ્રાપ પણ ભવાસ્થળી સર્જી રહ્યો છે?
ભગવા એટલે સાધુ થવું; ભગવાં વસ્ત્ર પહેરી સંન્યાસી થવું મતલબ છે. પણ આપણી ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તાની વાત આવે છે. સ્થળી એટલે જગા; જગ્યા કે પ્રદેશ. ભગવાં કરવાં, ભગવાં પહેરવાં, ભગવાં લેવાં આ બધાના અર્થ એક જ સરખા છે.
ભગવાસ્થળી
ભાગ – 1 આગામી લોકસભાની ચૂંટણીઓને હવે માંડ ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનવા માંગે છે. તેમને ફરી એક વખત વડા પ્રધાન બનાવવવા ભાજપે અત્યારથી જ તૈયરી શરુ કરી દીધી છે. જોકે લોકસભાની તૈયારીઓ વચ્ચે ભાજપમાં આંતરિક કલહની ઘટનાઓ સામે આવી રહી છે. વેરઝેરની શરૂઆત વડોદરામાં જોવા મળી હતી. ત્યાંના મહા સચિવને ખદેડી દીધા બાદ, વડોદરામાં મેયર વિરુદ્ધ ફરતી થયેલી પત્રિકા બાદ જુથવાદની વાતને વેગ મળ્યો હતો, પણ ભાજપ સંગઠને આ અંગે કડક કાર્યવાહી કરતા વડોદરા મહાનગર પાલિકાના સત્તા પક્ષના નેતા પદેથી તેમજ ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. બીજી તરફ વડોદરાની જેમ સુરતમાં પણ પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલના ભ્રષ્ટાચાર અને જૂથવાદ વિરુદ્ધ પેનડ્રાઈવ ફરતી થઈ હતી. આવી ઘટનાઓને લઇ ભાજપમાં બધું બરાબર નથી, તેવું તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ બધા વિવાદો વચ્ચે અચાનક પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપ વાઘેલાનું રાજીનામું લઈ લેવાયું હતું.
મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનાં નાનાં શહેરો અને ગામડાંમાં કાર્યકરોમાં અસંતોષ કેમ છે. પ્રધાનો અને હોદ્દેદારો સત્તાના નશામાં છે, નાના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓની અવગણના થઈ રહી છે.
સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખની મુદત 20 જુલાઈ 2023માં પુરી થઈ હતી. છતાં તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રખાયા છે. તેની સામે અનેકને વાંધો છે. આંતરિક જૂથવાદ તેની ચરમસીમા તરફ આગળ છે. નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી ગુજરાત ભાજપમાં છેલ્લા 10 માસથી ‘ઓલ-વેલ’ નથી તેવા સંકેત આપતી ઘટનાઓ બની છે.
વડોદરાથી શરૂ થયેલો આંતરિક જૂથવાદના ષડયંત્રોનો સિલસિલો સુરતથી વાયા અમદાવાદ થઈ ગાંધીનગરની કચેરી સુધી પહોંચ્યો છે. ત્યારે પત્રિકા અને પેનડ્રાઈવના આ ખેલમાં હવે કોણ પડશે? તે પ્રશ્ન ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.
વિપક્ષમાંથી આયાત કરેલા નેતાઓની ભીડ વધતાં પોતાને અસુરક્ષિત મહેસુસ કરતા ભાજપના કદાવર નેતાઓ પક્ષમાં રહેલા તેમના હરિફોની રાજકીય કારકિર્દી પતાવી દેવા માટે કોઈપણ હદે જવા તૈયાર થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.
ભાજપમાં શરૂ થયેલો આંતરિક વિખવાદ આગામી દિવસોમાં આગ લાગે તેમ છે. પક્ષમાં વિખવાદો થયા છે. ગુજરાતમાં ભાજપે ચૂંટણીના તમામ રેકોર્ડ તોડીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી ભાજપમાં હવે લોકસેવાનું કલ્ચર ભૂંસાઈ રહ્યું છે. સાદા કપડાના બદલે ચીનના કપડા પહેરે છે.
સવાલો
તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો કેમ કરવામાં આવે છે? આ બાબતે તો નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીતોને સજા થવી જોઈએ. પણ રાજીનામાં લઈને ઢાંકી દેવામાં આવે છે.
ગુજરાત ભાજપમાં બુથ કાર્યકર્તાઓથી લઈને મોટા નેતાઓ જૂથવાદમાં સંકળાયેલા હોઈ તેવુ લાગી રહ્યુ છે. ભાજપના ધર માંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે કંઈક રંધાઈ રહ્યુ છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કટકી કરેલા પૈસા વસુસવા જોઈએ. વિપક્ષના નેતાઓને તો ખોટા કેસોમાં ફસાવીને પણ કાર્યવાહી કરવામાં આવે છે. ભાજપના આ બેવડું વલણ ગંભીર બાબત છે.
હમાણા હમણાં જ કેટલા કિસ્સાઓ બહાર આવ્યા જેમ કે
લાંગા અને રુપાણી પાંજરાપોળ જમીન કાંડ
ડૉ. ચગ આત્મહત્યા કાંડ
વડોદરા મેયરના ભ્રષ્ટાચાર પત્રીકાકાંડ
સિ આર પાટીલ 80 કરોડ ફંડ કાંડ
પેન ડ્રાઈવ પત્રીકાકાંડ
હમણાં જમીન કૌભાડમાં ભાજપના નેતાઓના નામ આવે છે. જેની પાછળ ભાજપના જ નેતાઓ એક જૂથને પાડી બીજાને મજબૂત કરવાની લડાઈ રમી રહ્યાં છે.
ભાજપના સુપર 16 નેતાના હાલ બેહાલ કેવા અને કોણે કર્યાં તે આવતીકાલે વાંચો ……
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube