BJP Gujarat : વડાપ્રદાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રાવસે છે. તેઓ ગયા પછી 15 દિવસમાં અમિત શાહ આવશે. ભાજપના નેતાઓ ગુજરાતની વારંવાર મુલાકાત લે છે પણ તેની પાછળ જે ખર્ચ થાય છે તે સરકાર હિસાબોમાં કઈ રીતે ગોટાળા કરી રહી છે તે બહાર આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં વારંવાર આવીને પ્રજાના નાણાં જાહેર કાર્યક્રમોમાં વાપરે છે અને ભારતના બંધારણ વિરૂદ્ધ જઈને કેવા ખોટા ખર્ચ કરે છે તેની ગુજરાતની પ્રજા વિરોધ કામ કરવાની વાવતો બહાર આવી છે.
હિસાબ પદ્ધતિ માળખાનું પાલન કરવામાં ભાજપની સરકાર ભારે બેદરકાર છે. ભારતના બંધારણની કલમ 150નો ભંગ પણ કરી રહી છે. હિસાબોમાં ગોટાળા કરપા માટે બંધારણનો ભંગ સરકાર કરે છે.
ગેરકાયદે ખાતા ખોલીને તેમાં હિસાબો કરી દેવાયા છે. 2021-22ના નાણાકીય હિસાબોના ખાતાવહી 1માં જે કેટલીંક વિગતો આપવામાં આવી છે તે ઘણી ચોંકાવનારી છે.
2021-22માં ગુજરાત રાજ્ય સરકારે બે અનધિકૃત પેટા-સરદરો (મહેસુલ વિભાગ હેઠળ) હેઠળ બજેટ જોગવાઈ પૂરી પાડી રૂ.95 કરોડનો ખોટો ખર્ચ કરીને હિસાબો છુપાવવાની બંધારણ વિરૂદ્ધ પ્રયાસ કર્યો છે.
ભારતના સંવિધાનની કલમ 150 અનુસાર પતા હિસાબો ભારતના કોમ્પ્ટ્રોલર જનરલની સૂચના પ્રમાણેના સ્વરૂપમાં રાખવા જરૂરી છે. પણ તેનો ભંગ કરીને 2021-22માં સલાહ લીધા સિવાય 6 ખાતા નવા ઊભા કરી દેવાયા હતા. જેમાં 5 ખાતા મહેસૂલ વિભાગના અને 1 ખાતુ મૂડી વિભાગના હતા. આ 6 ખાતામાં રૂ.5 કરોડ 42 લાખનો ખર્ચ કરી નંખાયો હતો.
બજેટ જોગવાઈઓ અને ખોટા વર્ગીકરણમાં તફાવત હતો. 2021-22માં અનુદાન નંબર 102 હેઠળ રૂ.95 કરોડ અંદાજપત્રની જોગવાઈઓમાં લખવામાં આવ્યા ન હતા. આ જંગી ખર્ચ અંદાજપત્રના આંકડા સાથે મેળ ખાતો નથી. અસંગત હતો. તેથી મુખ્ય એકાઉન્ટન્ટ જનરલે 2022-23ના અંદાજપત્રના દસ્તાવેજમાં સુધારો કરવા માટે ગુજરાત સરકારને કહી દીધું છે.
જીએસટીની આવક 50 ટકા વધીને રૂ.43 હજાર 487 કરોડ અને કેન્દારના મળીને કુલ રૂ. 52 હજાર કરોડ થઈ હતી. છતાં 2021-22માં રૂ.10 હજાર કરોડનું વળતર કેન્દ્ર સરકારે આપવું જોઈતું હતું તે આપ્યું નથી.
હક્કના લેવાના થતાં હોવા છતાં તે મોદી સરકારે ગુજરાતને આપ્યા ન હતા. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે હક્ક માંગ્યા વગર ગુજરાતના હીત પર કુહાડો મારીને ગુજરાત વિરોધી વલણ અપવીને રૂ. 10 હજાર કરોડ મેળવવા લડત ન કરી અને મૌન રહ્યાં. એતો ઠીક પણ 2021-22ના વળતરના બદલે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર પાસેથી સળંગ લોન તરીકે રૂ. 13 હજાર કરોડ દેવું મેળવ્યું હતું. જે 31 માર્ચ 2022ના રોજ રૂ. 22,261 કરોડનું કુલ દેવું હતું. જે દેવું ભારત સરકારના નિર્ણય પ્રમાણે નાણા પંચ દ્વારા નિયત કર્યા પ્રમાણે કોઈ ધોરણો માટે રાજ્યના દેવા તરીકે ગણાશે નહીં. ગુજરાત સરકારની આ વિગતો પત્રક 14માં આપી છે.
ગૌણ સદર 800 અન્ય ખર્ચ અને અન્ય આવક હેઠળ મોટા ગોટાળા ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યા છે. કારણ કે કોઈ ચોક્કસ ખાતુ ન હોય ત્યારે આ ખાતા હેઠળ ખર્ચ કરી શકાય છે. પણ રાબેતા મૂજબ આ ખાતામાં સંચાલન કરી શકાતું નથી. કારણ કે તેનાથી હિસાબોમાં પારદર્શિતા આવતી નથી.
આવા ખાતાઓ ઊભા કરીને ભૂપેન્દ્ર પટેલની સરકારે 2021-22માં રૂ.12 હજાર 882 કરોડના ખોટા ખર્ચા છુપાવી દીધા છે. જે સરકાર રૂ.2 લાખ 14 હજાર કરોડનું ખર્ચ કર્યું હતું તેના 6 ટકા થાય છે.
અગાઉના વર્ષ 2020-21માં 64 મુખ્ય સદરમાં રૂ. 15 હજાર કરોડ અન્ય ખર્ચ તરીકે ખોટી રીતે બતાવેલા છે. આવું જંગી ખર્ચ મોટાભાગે વિઆઈપી અને કેન્દ્રના નેતાઓ ઉપરાંત બતાવી ન શકાય એવા ખોટા ખર્ચાઓ કરાયા હતા.
બે વર્ષમાં જ ખર્ચ કોઈ ખાતામાં લખી શકાય તેમ ન હોવાથી તેને છૂપાવવા ગૌણ ખાતામાં ખતવી દઈને પ્રજાના બે વર્ષમાં રૂ. 30 હજાર કરોડ વેડફી નાંખ્યા છે. અગાઉના વર્ષોમાં શું થયું છે તે અંગે સરકારી દસ્તાવેજ ચૂપ છે. જો તે જાહેર થાય તો બીજા અબજો રૂપિયાના હિસાબી ગોટાળા બહાર આવી શકે તેમ છે.
આ ખર્ચ સમીયાણા બનાવવા, વીઆઈપી પસાર થતાં હોય ત્યારે ગરીબી ન દેખાય તે માટે લીલા કપડા બાંધી દેવા, સભા, સરઘસ, બસ જેવા ખર્ચાઓ તેમાં ખતવીને હિસાબોમાં સરકાર ગોલમાલ કરતાં રંગે હાથ પકડાઈ ગઈ છે.
રૂ.30 હજાર કરોડના ખર્ચાઓ મોંઘા સમિયાણા બનાવવા અને ગરીબી ઢાંકવા જેવા ખોટા ખર્ચમાં વાપરીને પ્રજાની આવકનો ગેરઉપયોગ પોતાના પ્રસિદ્ધિ માટે સરકારે કર્યો છે. જેમાં વડાપ્રધાનને સારૂં લગાવવા માટે આવો જંગી ખર્ચ કરીને તે હિસાબો છૂપાવવામાં આવ્યા હોવાનું સરકારી હિસાબોમાં બતાવાયું છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube