Big News જમ્મુના અરનિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આખી રાત પાકિસ્તાન તરફથી ગોળીબાર થતો રહ્યો. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે રાત્રે 8 વાગ્યા પછી ખૂબ ગોળીબાર થયો હતો.દરેક લોકો પોતપોતાના ઘરમાં બંધ છે. આવી ઘટના 2-3 વર્ષ પછી બની છે. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે ગોળીબાર રાત્રે 8 વાગ્યે શરૂ થયો હતો. ભારે ગોળીબાર થયો હતો. ઝી મીડિયાના સંવાદદાતાએ જણાવ્યું કે પાકિસ્તાનના ગોળીબારમાં કેટલાક ઘરોને ખરાબ રીતે નુકસાન થયું છે. 26મી ઓક્ટોબરની મોડી સાંજથી પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આખી રાત પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થતો રહ્યો. જેનો સીમા સુરક્ષા દળના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
અરનિયામાં જમ્મુ સરહદ પર પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી વિનાના ગોળીબાર પછી, સ્થાનિક લોકોએ સરહદી ગામ બુલે ચકમાં ઘાતક શેલ મેળવ્યા. એક સ્થાનિક વ્યક્તિનું કહેવું છે કે, “પાકિસ્તાન તરફથી રાતોરાત ગોળીબાર કર્યા બાદ અમને અત્યાર સુધીમાં ત્રણ મોર્ટાર શેલ મળ્યા છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. અરનિયાના સાંઈ કલાનના સરહદી ગામ બુલે ચકના સરપંચ દેવ રાજ ચૌધરીએ જણાવ્યું કે, આખી રાત પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. આમાં કોઈને ઈજા થઈ નથી પરંતુ એક મકાનને નુકસાન થયું છે. 6 વર્ષ બાદ ગઈકાલે રાત્રે પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો.આમા સુરક્ષા દળોએ ગોળીબારનો જવાબ આપ્યો હતો. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે 8 વાગ્યે એક મોટો મોર્ટાર શેલ અમારા ઘરને નુકસાન પહોંચાડ્યો હતો. રસોડામાં નુકસાન થયું હતું. ભગવાનની કૃપાથી અમે બચી ગયા હતા. આજે સવારે 4 વાગ્યા સુધી ભારે ગોળીબાર થયો હતો.બધી બારીઓના કાચ તૂટી ગયા હતા.
#WATCH | "A lot of firing was done by Pakistan overnight. No person has been injured in this but a house building has been damaged. After 6 years, there was firing from the Pakistan side last night. Our security forces retaliated to the firing," says Dev Raj Chowdhary, Sarpanch,… pic.twitter.com/5mLAjo9J7G
— ANI (@ANI) October 27, 2023
તમને જણાવી દઈએ કે કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આ પછી 26 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યાથી જમ્મુની અરનિયા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
#WATCH | Houses damaged in Arnia of RS Pura sector due to unprovoked firing by Pakistan along Jammu border pic.twitter.com/fpsVXiam8K
— ANI (@ANI) October 27, 2023
જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે પાકિસ્તાન રેન્જર્સે જમ્મુના અરનિયા અને આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે સ્થિત ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો હતો, જેમાં એક સૈનિક અને ચાર નાગરિક ઘાયલ થયા હતા. સીમા સુરક્ષા દળ (BSF)ના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે રાત્રે આ માહિતી આપી. અધિકારીએ કહ્યું કે ભારતીય સૈનિકો ‘યોગ્ય’ જવાબ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા અરનિયા સેક્ટરમાં રાત્રે લગભગ 8 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. તેમણે કહ્યું કે બંને બાજુની ચારથી પાંચ પોસ્ટ ફાયરિંગમાં સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં એક બીએસએફ જવાન અને ચાર નાગરિક ઘાયલ થયા છે.