Commercial LPG Cylinder Price: તહેવારોની સિઝનમાં સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે.ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઝી મીડિયાના સંવાદદાતા અનુસાર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે LPG સિલિન્ડર જૂની કિંમતે જ મળશે. એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે.
ઓક્ટોબર મહિનામાં Commercial LPG સિલિન્ડર દિલ્હીમાં 1,731.50 રૂપિયા, મુંબઈમાં 1,684 રૂપિયા, ચેન્નાઈમાં 1,898 રૂપિયા અને કોલકાતામાં 1,839.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. હવે તેની કિંમત 101 રૂપિયા વધુ થશે. તેની કિંમતોમાં વધારાને કારણે તહેવારોની સિઝનમાં મીઠાઈઓ, હોટલના ખાદ્યપદાર્થો સહિત અનેક વસ્તુઓના ભાવમાં વધારો થશે. જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતઃ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 101 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘું થયું છે. તે જ સમયે, એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.