બુધવારે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ચોતરફ ખરીદીને કારણે બજારના મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 66,500ને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 120 પોઈન્ટના વધારા સાથે 20000ને પાર કરી ગયો. બજારમાં સૌથી વધુ ઉછાળો મેટલ, ઓટો અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1.25 ટકા વધીને ટોપ ગેનર છે. આ પહેલા મંગળવારે BSE સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 66,174 પર બંધ થયો હતો.

Industrial growth of business chart