યુજીસીએ(UGC) એમફીલ ડિગ્રી કોર્સ નાબૂદ કર્યો છે. હવે જો કોઈ એમ.ફીલ ડિગ્રી કોર્સ કરે તો તે માન્ય ગણાશે નહીં. યુજીસીએ વિદ્યાર્થીઓને હવે એમફીલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવા જણાવ્યું છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ એમફીલ ડિગ્રી કોર્સ નાબૂદ કરી દીધો છે. હવે જો કોઈ એમ.ફીલ ડિગ્રી કોર્સ કરે તો તે માન્ય ગણાશે નહીં. યુજીસીએ વિદ્યાર્થીઓને હવે એમફીલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવા જણાવ્યું છે. આયોગે તેની અધિકૃત વેબસાઇટ ugc.gov.in પર આ અંગે નોટિસ જારી કરીને કોલેજોને સૂચનાઓ પણ આપી છે. નોંધનીય છે કે ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજો એમફીલ (માસ્ટર ઓફ ફિલોસોફી) કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ લઈ રહી છે. આ પછી યુજીસીએ આ નોટિસ જારી કરી છે.
યુજીસીએ(UGC) અગાઉ એમફીલની ડિગ્રીને ગેરકાયદેસર જાહેર કરી હતી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને એમફીલ કોર્સ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. યુનિવર્સિટીઓને શૈક્ષણિક વર્ષ 2023 થી એમફિલમાં પ્રવેશ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.
સત્તાવાર નોટિસમાં યુજીસીએ જણાવ્યું હતું કે, “યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ હજુ પણ એમ.ફીલ માટે નવી અરજીઓ મંગાવી રહી છે. આ સંદર્ભમાં, તે ધ્યાન પર લાવવાનું છે કે એમ.ફીલ. ડિગ્રી એ માન્ય ડિગ્રી નથી. UGC (Ph.D. “નિયમ નં. 14 લઘુત્તમ લાયકાત અને પ્રક્રિયા) નિયમો, 2022 સ્પષ્ટપણે જણાવે છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ એમ.ફિલ કોર્સ ઓફર કરશે નહીં.” યુજીસી દ્વારા 7 નવેમ્બર 2022 ના રોજ આ અધિનિયમને સૂચિત કર્યા પછી યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજોમાં એમફિલ ડિગ્રી અભ્યાસક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
કમિશને યુનિવર્સિટીઓને શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કોઈપણ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. યુજીસીએ નવેમ્બર 2022માં એમફિલ પ્રોગ્રામ બંધ કરી દીધો હતો.
તમને જણાવી દઈએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ એમફિલને નાબૂદ કરી દેવામાં આવી છે.