Daman News લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના પખવાડિયા રહયા છે, ત્યારે દમણ-દિવ માં ખરાખરીનો જંગ જામશે કે પછી એકતરફા મતદાતાઓનો પ્રવાહ રહેશે? આ વખતની ચૂંટણી સત્તાપક્ષ ભાજપા માટે માથાનો દુખાવો રહેશે તેવું લાગી રહ્યું છે, પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળીને પ્રફુલભાઈ પટેલે દાદરા, નગર હવેલી અને દમણ દિવમાં જે કાર્યો કર્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે જેમાં બેમત નથી પણ ક્યાંક ને ક્યાંક ભાજપના સ્થાનિક નેતાઓ બન્ને જિલ્લાની પ્રજાને પ્રદેશમાં થઈ રહેલા વિકાસના ફાઈદાઓ સમજાવી નથી શક્યા અને સ્થાનિકોનો વિશ્વાસ જીતવામાં વિફળ થયા છે, જ્યારે બીજી બાજુ વિરોધીઓ પ્રજાના મનમાં ગેરસમજ ઊભી કરવામાં સફળ થયા છે.
લોકસભાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપાના અનેક નેતા ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવવા તત્પર રહેશે જેમાં શંકા નથી જેના કારણે ભાજપાને દમણ-દિવના ઉમેદવાર ઘોષિત કરવામાં વિલંબ થાય છે, અને ઉમેદવાર પૂરતી તૈયારી કરી શકતા નથી, સમયના અભાવે બીજી બાજુ જોઈએ તો દમણ-દિવ માં ભાજપમાં પણ ફાટા પડેલા દેખાઈ રહ્યા છે.
દમણ નગરપાલિકાના લગભગ તમામ પ્રમુખો હાલ ભાજપ સાથે જોડાયેલ છે પણ કોઈ પ્રમુખ કાર્યાલય પર કોઈ મીટીંગ કે કોઈ પ્રસંગે દેખાતા નથી, હા દિલ્હીથી કોઈ મોટા નેતાના આગમન થાય ત્યારે એકલ દોકલ DMC પૂર્વ પ્રમુખ દેખાય છે, ત્યારે એમ ના માની લેવાય કે તન મન ધન થી આ ભાજપ સાથે સંકળાયેલ છે, ચૂંટણી સમયે ઉમેદવારી નોંધાવવા બધા જ આગળ આવશે ત્યારે ભાજપ બધાને સમજાવવામાં જ સમય વેડફી નાખશે આમ પણ આ વખતે નવા ઉમેદવારને મેદાને ઉતારશે કે પછી ત્રણ ટર્મથી સતત ચુંટાઈ આવતા લાલુભાઈ પટેલને જ મેદાને ઉતારશે એ પણ એક કોયડો છે જેને ભાજપા કઈ રીતે ઉકેલે છે એ તો સમય પર જ ખબર પડશે….
“કોંગ્રેસ આ વખતે નવા ઉમેદવાર તરીકે ઉમેશ પટેલને જો મેદાને ઉતારે તો દમણ- દિવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ શું કરશે એ આવતા અંકમાં વાંચીશું….”