Cricket News:
CSK Team Camp: IPL 2024 સીઝન 22 માર્ચથી શરૂ થવાની સંભાવના છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે IPL ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક ચેન્નાઈ સુપર કિંગ્સ માર્ચમાં તેમનું પ્રેક્ટિસ સત્ર શરૂ કરી શકે છે. જો કે હજુ સુધી આ કેમ્પનું આયોજન ક્યાં કરવામાં આવશે તેની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે આ શિબિર ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. આ કેમ્પ મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ અને સપોર્ટ સ્ટાફની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
શિબિરમાં કોણ ભાગ લેશે?
ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા મહેન્દ્ર સિંહ ધોની પણ આ કેમ્પમાં ભાગ લેશે. ધોની તેના ઘૂંટણની સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે. જે બાદ આ શિબિર તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધોની સિવાય IPL 2024ની સિઝન ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર માટે પણ ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે જો તે આ લીગમાં વધુ સારું પ્રદર્શન કરશે તો તેની ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની શક્યતાઓ બમણી થઈ જશે. ચહર ઉપરાંત શાર્દુલ ઠાકુર પણ ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે. જે બાદ તેને આઈપીએલ 2024માં પોતાનું ફોર્મ અને ફિટનેસ બતાવીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાની આશા પણ રહેશે.
https://TWITTER.com/HustlerCSK/status/1756513898377990216?s=20
IPL 2024માં ધોની ચેન્નાઈનો કેપ્ટન રહેશે
ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં તે ચેન્નાઈ માટે 5 વખત IPL ટાઈટલ જીતી ચૂક્યો છે. IPL 2023માં, ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કપ્તાનીમાં તેમનું પાંચમું ટાઈટલ જીત્યું હતું. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે છેલ્લી સિઝન ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે, પરંતુ ટાઈટલ જીત્યા બાદ ધોનીએ આઈપીએલમાં વધુ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધોનીના આ નિવેદનથી એ વાતની પુષ્ટિ થઈ છે કે તે ફરી એકવાર IPL 2024માં મેદાનમાં ઉતરશે.
ધોની પછી કોણ બનશે ચેન્નાઈનો કેપ્ટન?
CSK Management is planning to conduct the Pre-Season camp from 1st March and Indian players will be reporting at the team hotel by 29th February.
Deepak chahar via Instagram#CSK #IPL2024 pic.twitter.com/QGxAEyqFYN— Jayesh Kumar (@jayeshkumar2911) February 11, 2024
માનવામાં આવે છે કે આ સિઝન ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. પરંતુ જ્યાં સુધી ધોની પોતે આ અંગે કંઈ કહે નહીં ત્યાં સુધી અનુમાન લગાવવું ખોટું હશે. જો કે ચેન્નાઈના પ્રશંસકોના મનમાં એક સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો ધોની આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત કરે છે તો ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે. ધોની બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનું સુકાન કોણ સંભાળી શકે છે.
આઈપીએલ 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે ધોની સાથે વાત કર્યા બાદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જે બાદ જાડેજાએ જ ધોનીને 8 મેચમાં કેપ્ટનશીપ પરત સોંપી હતી. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે ધોની બાદ ચેન્નાઈનો કેપ્ટન કોણ હશે. જો કે માનવામાં આવી રહ્યું છે કે ધોની બાદ રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.