Super fruit: 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી સુરતમાં ઇચ્છાપોર જીઆઇડીસીમાં ચાલનારા પોશમાલ નામથી કાશ્મીર ફુડ ફેસ્ટિવલમાં વાનગીઓ પીરસવામાં આવશે. શેફ રાહુલ વલી વાનગીઓમાં લસણ, ટામેટા કે કાંદાના બદલે કાશ્મીરી ઇન્ગ્રિડિયન્ટનો ઉપયોગ કરે છે. પણ ગુજરાતના એક ખેડૂતે ઉગાડેલું સુપર ફ્રુટ તેમાં કમાલ કરી શકે એવું છે.
સુંદર સુપરફ્રૂટ જસદણમાં થઈ રહ્યું છે. ગુજરાતમાં પહેલી વખત તેની ખેતી થઈ રહી છે. પહેલા ખેડૂતને જબ્બર સફળતા મળી છે.
સોનેરી ચેરી જેને ગોલ્ડન બેરી તરીકે ઓળખવામાં આવે છે. રસ ઝરતાં ફળો છે. સોનેરી ચેરી, ગોલ્ડન બેરી, કેપ ગૂઝબેરી, હસ્ક ચેરી, ગ્રાઉન્ડ ચેરી, અથવા ઈન્કન બેરી, તરીકે ઓળખવામાં આવે છે. સોનેરી બેરી તેમના શ્રેષ્ઠ સ્વાદ, વર્સેટિલિટી અને સ્વાસ્થ્ય લાભો માટે લોકપ્રિયતા મેળવી રહી છે. કુદરતી સ્ટેરોઇડ્સ છે. તેથી તેની માંગ સારી છે. તેના કારણે અમદાવાદમાં એક જ ખેડૂત આ વેચવા દર રવિવારે આવે છે. જે એક કિલોના રૂ.400થી 500નો ભાવ હોય છે. ભારતમાં આ ફળની ખેતી સાવ નવી છે. હમણાથી તેનું વાવેતર શરૂ થયું છે. ગુજરાતમાં પણ તેની શરૂઆત થઈ છે.

સુરેશભાઈનું ઉત્પાદન
ત્રણ વર્ષથી ખેતી કરે છે. પહેલા વર્ષે માત્ર બે છોડ ઉછરી શક્યા બીજા વર્ષે એક વીઘામાં ટામેટી સાથે આંતરપાક લીધો હતો. 2023માં એક એકરમાં મરચી અને ટામેટી સાથે આંતર પાક લીધો છે.એક છોડમાં એકથી દોઢ કિલો તેમણે ઉત્પાદન લીધું છે. તેનો મતલબ કે એક છોડ રૂ.400થી 1 હજાર સુધીની કમાણી કરાવી આપે છે. એક એકરમાં 4 હજાર છોડ આવી શકે છે. એક એકરે રૂ. 10થી 15 લાખની આવક થઈ શકે છે. મે મહીનામાં વાવેતર થાય છે અને ડિસેમ્બરમાં ફળ આવે છે. આમ 7થી 8 મહિનાનો લાંબાગાળાનો પાક છે. તેથી મહેનત વધે છે.
સુરેશભાઈએ પહેલા પાકમાં વર્ષે રૂ.80 હજારથી એક લાખના ફળ વેચેલા હતા. જે તમામ ફળ અમદાવાદમાં વેચ્યા હતા.
સુરેશભાઈ ભનાભાઈ મકવાણાએ સાવ નવો જ પાક લીધો છે. વિદેશમાં જેની બોલબાલા છે. તે ભારતમાં આયાત થાય છે. મોલમાં સારી માંગ છે. જ્યાં તે એક કિલોના રૂ.900ના ભાવે વેચાય છે. રાજકોટના જસદણના ભોયરા ગામમાં પ્રાકૃત્તિક ખેતી તેઓ કરે છે. સાંધા, લીવર, કીડ, હ્દયરોગ, કેન્સર જેવા દરદમાં સોનેરી ફળ કામ આપે છે.
બધા ફળ અમદાવાદમાં વેચાયા
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ પાસે સૃષ્ટિ સંસ્થામાં વેચવા આવે છે. રીટેલમાં 400થી 500 અને જથ્થાબંધમાં તે 300 આસપાસ ભાવ આવે છે. મારી ગોલ્ડન બેરી ખાય છે તે ખટમીઠો છે. મોલમાં ખાટો સ્વાદ આવે છે. કારણ કે પ્રાકૃત્તિક રીતે તૈયાર કરેલું છે. લીંબુ કરતાં વિટામીન સી વધારે છે. ગ્રાહકો વારંવાર માંગે છે. હેલ્થ ફૂડ લોકો વધારે ખાવા લાગ્યા છે. તેમનું સોનેરી ફળ લોકો વારંવાર માંગે છે. કારણ કે બહારથી આવતાં ફળ ખાટા હોય છે. પણ સુરેશભાઈનું ફળ સોનેરી હોય છે.
ગુજરાતમાં 4 લાખ 50 હજાર હેક્ટરમાં ફળોના બગીચા છે. જેમાં 83 લાખ ટન ફળ પાકે છે. હેક્ટર દીઠ સરેરાશ 18થી 19 ટન ફળ પાકે છે. જેમાં સોનેરી ફળ મોટું પરિવર્તન લાવી શકે તેમ છે.

રાસબેરી કે ગોલ્ડન બેરી
તેમના મિત્ર અશોકભાઈ રંગામી બી લાવ્યા અને ખેતરમાં સુરેશભાઈએ તે બી વાવ્યા હતા. પહેલા વર્ષે વરસાદ વધારે હતો તેથી છોડ ઉજરી શક્યા ન હતા. બે છોડ જ બચી શક્યા હતા. બે છોડના ફળથી તેમણે બીજા વર્ષે એક વીઘાની ટામેટીના પાકમાં આંતરપાક કરીતે સોનેરી ફળનું વાવેતર કર્યું હતું. જેમાં 10 હાર વાવી હતી.
મૂળ વતની
આમતો સોનેરી ફળ જંગલી છે. ગુજરાતમાં જેને પોપટાના છોડ કહેવામાં આવે છે એ પ્રકારે સોનેરી ચેરીનો છોડ થાય છે.
સોનેરી બેરી દક્ષિણ અમેરિકાના એન્ડિયન પર્વતો અને ખાસ કરીને પેરુ અને ચિલીના ઉચ્ચ પ્રદેશોના મૂળ છે. આ ફળની ખેતી 4,000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. 1700ના દાયકામાં ઇંગ્લેન્ડમાં, પછી દક્ષિણ આફ્રિકા પહોંચી હતી. 1825માં હવાઈ ટાપુ પર ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. પછી તો તે ભારત પણ આવી હતી. દક્ષિણ અમેરિકામાં વિશ્વનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ઇક્વાડોર અને કોલંબિયામાં આખું વર્ષ ફળનું ઉત્પાદન થાય છે.
ફળ ફૂલ
સોનેરી બેરી 2 થી 3 ફૂટ ઉંચા હોય છે અને પીળા અને જાંબલી ફૂલો હોય છે. એક ઇંચ વ્યાસ સુધીના પીળા અથવા સહેજ નારંગી ફળો હોય છે. બીજી એક જાત જેનો સ્વાદ અનેનાસ અને તરબૂચના મિશ્રણ જેવો હોય છે. ખાટા મીઠા અને ખાટા (તેજાબી) સ્વાદ છે. તેનાં રસ ઝરતાં ફળોનો ઉપયોગ કાચા ખાવામાં અથવા રાંધવામાં થાય છે.
જાતો
રીંગણ, બટેટા અને ટામેટા જેવા નાઈટશેડ પરિવાર (સોલાનેસી) સાથે સંબંધિત છે. સોનેરી બેરી ટોમેટિલોસ જેવું લાગે છે, જેમાં પેપર, રક્ષણાત્મક કુશ્કી પણ હોય છે. ગોલ્ડન નગેટ, ન્યૂ સુગર જાયન્ટ, ગિયાલો ગ્રોસો, જાયન્ટ પોહા બેરી, ગોલ્ડન નગેટ, લિટલ લેન્ટર્ન, લોંગ એસ્ટન, ડિક્સન, ગેરીસન પાઈનેપલ ફ્લેવર, ન્યુઝીલેન્ડ, પીસ અને યલો સુધારેલી જાતો છે.

વાતાવણ
20 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જરૂરી છે. પરંતુ 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ તેની સારી ખેતી કરી શકાય છે. આ તાપમાનમાં રાસબેરીના ફળ નારંગી જેવા દેખાવા લાગે છે અને તેનો વિકાસ સારો થાય છે. તાપમાનમાં વધારો અને ઘટાડો તેના ઉત્પાદન, સ્વાદ, વજન, રંગ અને આકારને પણ અસર કરે છે.
છોડને સંપૂર્ણ, સીધો સૂર્યપ્રકાશ જોઈએ છે. છાંયો અને ઠંડા તાપમાનને સહન કરી શકે છે. શિયાળાના તાપમાનમાં પણ ટકી રહે છે. જો કે વધારે ઠંડીથી નુકસાન થાય છે. વાર્ષિક ખેતી છે. રોપાઓનું વાવેતર બપોર પછી અથવા વાદળછાયું વાતાવરણ હોય ત્યારે કરાય છે. જમીનમાં ઓછું પાણી હોય ત્યારે છોડ નિષ્ક્રિય થઈ જાય છે. રેતાળ કે કાંકરીવાળી જમીનમાં છોડ શ્રેષ્ઠ ઉત્પાદન આપે છે. સોનેરી બેરી સખત ઝાડીઓ પર ઉગે છે જે દરિયાની સપાટીથી 10,000 ફીટ સુધીના આત્યંતિક વાતાવરણને સહન કરી શકે છે. સુવર્ણ બેરી પુષ્કળ સૂર્યપ્રકાશ અને સારી રીતે નિકાલવાળી જમીન ધરાવતા વિસ્તારોમાં શ્રેષ્ઠ રીતે ઉગે છે.
ખેતીનો અવકાશ કેટલો
જ્યાં ટામેટા પાકે છે ત્યાં ગોલ્ડન બેરી થઈ શકે છે. ગુજરાતમાં 68 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. એ હિસાબે તેના મિશ્ર પાક તરીકે આ પાક ખેડૂતો લઈ શકે તો 5 વર્ષમાં 10 હજાર હેક્ટર સુધી મિશ્ર વાવેતર થઈ શકે છે. ટામેટાની સાથે મોટી આવક મેળવી શકાય તેમ છે.સૌથી વધારે ટામેટાની ખેતી આણંદમાં 8400 હેક્ટરમાં થાય છે. મહેસાણાના કડી આસપાસ 6300 હેક્ટરમાં ખેતી થાય છે. મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં તેની 27 હજાર હેક્ટરમાં ખેતી થઈ શકે છે. તેનું બજાર પણ અમદાવાદ અને બહાર નિકાસમાં મેળવી શકાય તેમ છે.
ધરુ
સુરેશભાઈએ વાવેતર જૂલાઈમાં કર્યું હતું. રોપ 25 દિવસે તૈયાર થઈ ગયો હતો. ધરુ તૈયાર કરવું તે જ સૌથી મહત્વનું છે. નાજૂક બી હોય છે. નાના બીજ હોવાના કારણે ઉગાવો ઓછો થાય છે. ધરૂ ઉછેરવું તે મહત્વનું છે. બે છોડ વચ્ચે 4 ફૂટ વાવેતર કરેલું છે. રાસ બેરી જેવું ફળ છે. પોપટાની અંદર ફળ થાય છે. ગુજરાતમાં દેશી પીલુડા થાય છે એવા કુળનું ફળ છે. ફળ પાકીને છોડ પરથી ઉતારી લીધા પછી 15થી 20 દિવસ ફળ રહે છે. તેથી શહેરમાં મોકલી શકાય છે. બી જોઈતા હોય તો સુરેશભાઈ ભનાભાઈ મકવાણા પાસેથી 9327133935 મળી શકે છે. તેઓ ખેતડૂતોને માર્ગદર્શન આપે છે.
જમીન
જે જમીનમાં ટામેટી થાય છે ત્યાં સોનેરી ફળ થઈ શકે છે.
સુરેશભાઈ કહે છે કે, નીતાર માટેની જમીન જોઈએ. આ જ્ઞાન હોવાથી પહેલાં વર્ષે હું નિષ્ફળ રહ્યો હતો. પણ પછીના બે વર્ષ સારા ગયા છે. રોપમાં છાયો કરવો પડે છે. જે રીતે મરચીનું ધરું કરાય તે રીતે આનું કરાય છે. રાસ્પબેરીની ખેતી માટે લગભગ તમામ પ્રકારની જમીન યોગ્ય છે. પરંતુ જો જમીન રેતાળ હોય, તો તેની ઉપજ સારી છે. ખેતરમાંથી પાણી નિકાલની સુવિધા સારી હોવી જોઈએ. તેની ઉન્નત ખેતી માટે, pH 6.5 થી 7.5 ધરાવતી જમીન શ્રેષ્ઠ છે.
ખાતર
સુરેશભાઈ સુરેશભાઈ જીવામૃત્ત ખાતર આપે છે. ખાટી છાસ પણ આપે છે. ગૌમૂત્રનો ઉપયોગ સોરીને ફળની ખેતીમાં કર્યો છે.
જ્યારે ઈયળ આવે છે ત્યારે 10 પર્ણી અર્ક છોટ અને પાન નીચે છાંટે છે. એક હેક્ટરમાં ઓછામાં ઓછા 20 થી 25 ટન ગાયના છાણ અથવા ખાતરનો ઉપયોગ કરાય છે. પણ જીવામૃત સસ્તુ અને સારું છે. રોપ રોપી દીધા પછી એક મહિના અને બે મહિનામાં ટોપ ડ્રેસિંગ કરવું જોઈએ.
સૃષ્ટિની દ્રશ્ટી
સૃષ્ટિના સંયોજક રમેશ પટેલ કહે છે કે, સુરેશભાઈ અમારા પ્રિય ખેડૂત છે. કારણ કે તે 100 ટકા સજીવ ખેતી કરે છે. ખેડૂત સુખી તો બધા સુખી. આવકમાં ખેડૂત સુખી ન હોય તો તે ઝેર નાંખીને પણ પાક લે છે. તેથી લોકો ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદે અને કુદરતી ખેતી હોય ત્યાં થોડો વધારે ભાવ આપે તો ખેડૂતો ઝેરનો ઉપયોગ બંધ કરી દેશે.
વાવેતર
વાવેતર જૂનથી જુલાઈ મહિનામાં થાય છે. પ્રતિ હેક્ટર 200 થી 250 ગ્રામ બીજ વવાય છે. બેક્ટેરિયાથી સમૃદ્ધ જમીન રોપાઓ ઉગાડવા માટે શ્રેષ્ઠ છે. ગાયનું છાણ નાંખવાથી ઉગાવો સારો આવે છે. પ્રતિ ચોરસ મીટરે એક કિલો ગાયનું સડેલું છાણ વાપવામાં આવે છે. રાસબેરિનાં બીજની વાવણી ખૂબ ગાઢ ન હોવી જોઈએ. બીજ વાવવા પહેલાં ગાયના સડેલા છાણમાં ભેળવી દેવામાં આવે છે. રોપ માટે સૂર્યપ્રકાશથી બચાવવા માટે તેને ઢાંકી દો. અંકુરિત થતાં તે દૂર કરવામાં આવે છે. બીજ વાવવાના 20 થી 25 દિવસમાં છોડ રોપવા માટે તૈયાર થઈ જાય છે. મહત્તમ વરસાદ હોય ત્યારે જ ઓગસ્ટ મહિનામાં વાવેતરનું કામ શરૂ કરવું જોઈએ. કારણ કે છોડ રોપવા માટે ભીની માટી જરૂરી છે. આ કારણોસર, ઓગસ્ટ મહિનો રાસબેરીના વાવેતર માટે શ્રેષ્ઠ મહિનો છે. વાવેતરના 20 થી 25 દિવસ પછી જરૂરી હોય ત્યારે જ પિયત આપવું.
આંતર ખેડ
વરિયાળી, કોબીજ, કોબીજ, ટામેટા, મરચાં અને ધાણા જેવા પાકો હરોળની મધ્યમાં વાવી શકાય છે, કારણ કે આ બધા રાસબેરીનો પાક તૈયાર થાય તે પહેલાં તૈયાર થઈ જાય છે.
એક છોડમાં 1 હજાર ફળ
કેરોટીનોઈડ્સથી સોનીરી ફળનો વિશિષ્ટ સોના જેવો રંગ મેળવે છે, જીવંત રંગો આપે છે. 100 થી 120 દિવસમાં ફળ આપવાનું શરૂ કરે છે. દરેક ઝાડ દીઠ 1,000 નાની બેરી પેદા કરી શકે છે. ઊંચાઈ પર કે સિંચાઈ ન હોય ત્યાં છોડ દરેક ઝાડ દીઠ લગભગ 300 મોટા ફળો આપે છે. કેલિક્સ સુકાઈ જાય ત્યારે તેને હાથથી ઉતારી લેવામાં આવે છે.
લણણી
રાસ્પબેરીના ફળો જાન્યુઆરી મહિનામાં પાકવાનું શરૂ કરે છે. જ્યારે ફળની ઉપરની છાલ પીળી થઈ જાય છે, ત્યારે તે પાકવા લાગે છે. દાંડીથી કાળજીપૂર્વક પકડીને તોડે છે.
ફળની સાચવણી
તેને તાપમાન 46°F પર રાખીને સંગ્રહ કરી શકાય છે. સોનેરી બેરી બહાર 30 કે તેથી વધુ દિવસો ખરાબ થતી નથી. જો કેલિક્સમાં બંધ હોય ત્યારે તેમની તાજગી વધુ લાંબા સમય સુધી લગભગ 60 દિવસ સુધી તાજી રહે છે. કોલ્ડ સ્ટોરેજમાં 33°F પર એક વર્ષ સુધી સાચવી શકાય છે.
ઝેરી ફૂલ
ફૂલો, પાંદડા અને કાચા ફળો ઝેરી હોય છે અને તેનું સેવન ન કરવું જોઈએ. લીલા બટાકાની જેમ, કાચા સોનેરી બેરીમાં સોલેનાઇન હોય છે, એક પદાર્થ જે મનુષ્યો માટે ઝેરી હોઈ શકે છે, જેના કારણે ઝાડા, ઉલટી અને અનિયમિત ધબકારા થાય છે.
જીવાતો
સુરેશભાઈના ખેતરમાં સોનેરી ફળમાં મીલીબગ અને ઈયળ લીલી આવી હતી.
બટાકાના ખેતરોને અડીને હોય, તો બટાકાના કંદના નુકસાનકારક જીવ આ છોડમાં આવે છે. ફળ આપવાનું શરૂ કરે છે, ત્યારે લીમડા આધારિત દવાઓ વાપરવામાં આવે છે. લીફ માઈનર નામના જંતુથી અસર થાય છે. વધુ પડતા વરસાદને કારણે રાસબેરીના છોડ પાણીમાં રહેતાં મૂળ સડી જાય છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, રાસબેરીના પાક પર ઘણા નાના લાલ રંગના જંતુઓ જોવા મળે છે. આ જંતુઓ પાંદડાના નીચેના ભાગમાં છુપાયેલા હોય છે.
ખાવાના ફાયદા
ગોલ્ડન બેરી એ પીળા-નારંગી ફળ છે. કાગળ જેવા કવચમાં લપેટાયેલા હોય છે. ગોલ્ડન બેરીમાં ઉષ્ણકટિબંધીય ફળોની જેમ ખાટો, ખાટો સ્વાદ હોય છે. મીઠી અને સ્વાદિષ્ટ વાનગીઓમાં સોનેરી બેરીનો ઉપયોગ છે. ઉષ્ણકટિબંધીય ફળ કચુંબર બને છે.
વિશ્વમાં
વિશ્વમાં ગરમ સ્થળોએ ઉગે છે.વૈશ્વિક વિસ્તરણને કારણે દક્ષિણ આફ્રિકા, ભારત, ચીન, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા વિવિધ દેશોમાં ગોલ્ડન બેરીની ખેતી કરવામાં આવી છે.
આરોગ્ય લાભ
ગોલ્ડન બેરીના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. કેરોટીનોઇડ્સ, એન્ટીઑકિસડન્ટો છે. શરીરના કોષોને થતા નુકસાનને રોકવા અથવા ધીમું કરવામાં મદદ કરે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. ચેરી ટામેટાં કરતાં સહેજ નાના, આ ફળોમાં મીઠો, ઉષ્ણકટિબંધીય સ્વાદ હોય છે જે કંઈક અંશે અનેનાસ અને કેરીની યાદ અપાવે છે. ઘણા લોકો તેનો રસદાર સ્વાદ નાસ્તા તરીકે અથવા સલાડ, ચટણી અને જામમાં માણે છે.
આરોગ્ય સુધરી શકે
ગોલ્ડન બેરી લ્યુટીન અને બીટા-કેરોટીન તેમજ અન્ય કેટલાક કેરોટીનોઈડ્સ પેદા કરે છે.
રેડિકલને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે. વૃદ્ધત્વ અને કેન્સર જેવા રોગો સાથે સંકળાયેલા અણુઓ છે. સ્તન અને આંતરડાના કેન્સરના કોષોના વિકાસને અટકાવતા દર્શાવવામાં આવ્યા હતા. સંભવિતપણે કોલોન કેન્સર સામે રક્ષણ આપે છે. પ્રયોગોમાં કોષોનું આયુષ્ય વધારતા જોવા મળ્યા હતા. સોનેરી બેરી અને રોગપ્રતિકારક શક્તિના કાર્ય પર કોઈ માનવીય અભ્યાસ નથી, પરંતુ ટેસ્ટ-ટ્યુબ અભ્યાસો ઘણા ફાયદા સૂચવે છે.
ગોલ્ડન બેરીનું વિટામિન K વિટામિન હાડકાં અને કોમલાસ્થિનું આવશ્યક ઘટક છે. બરડ હાકડા થવા દેતું નથી. શ્રેષ્ઠ હાડકાના સ્વાસ્થ્ય માટે વિટામિન ડી સાથે વિટામિન K લેવી પડે છે.
સોજો ઘટાડો
સોલાનેસી પરિવારની છે, કુદરતી સ્ટેરોઇડ્સ કે જેને વિથનોલાઇડ્સ કહેવાય છે. સ્ટેરોઇડ્સ ક્રોનિક સંધિવા, સ્વયંપ્રતિરક્ષા રોગો અને કેટલાક ન્યુરોડિજનરેટિવ રોગોમાં બળતરાને શાંત કરવામાં મદદ કરી શકે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ
ફાયટોસ્ટેરોલ્સ હોવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. લિનોલીક એસિડ અને ઓલિક એસિડ જેવા ફેટી એસિડ્સ પણ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.
પોષણ
સોનેરી બેરીમાં 34 અનન્ય સંયોજનો છે. કેરોટીનોઇડ્સ સાથે, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. કેલ્શિયમ, આયર્ન , ફોસ્ફરસ, વિટામિન સી, થાઇમિન, રિબોફ્લેવિન, નિયાસિન , વિટામિન એ, બીટા કેરોટીન, લ્યુટીન, વિટામિન કે, વિટામિન ઇ છે. ગોલ્ડન બેરીમાં કેટલાક કેલ્શિયમ (1 ટ્રસ્ટેડ સોર્સ, 2 ટ્રસ્ટેડ સોર્સ) સાથે બીટા-કેરોટીન અને વિટામિન K પણ વધુ માત્રામાં હોય છે.
પોષક તત્વો –
અડધા કપમાં શામેલ છે:
કેલરી: 53
પ્રોટીન: 2 ગ્રામ
ચરબી: 1 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ્સ: 11 ગ્રામ
ફાઇબર: 5 ગ્રામ
ખાંડ: 6 ગ્રામ
કોલેસ્ટ્રોલ: 0 મિલિગ્રામ
સોડિયમ: 0 મિલિગ્રામ હોય છે.