Gujarat દેશના સૌથી મોટા ચૂંટણી કૌભાંડમાં હવે કંપનીઓ કે પોતાને મોદી પણ બચાવી નહીં શકે
6 વર્ષમાં 18 હજાર 500 કરોડનું એસબીઆઈના બોંડ દ્વારા દાન મેળવવામાં આવ્યું હતું. જેની સંપુર્ણ વિગતો 3 અઠવાડીયામાં એસબાઈ અને ચૂંટણી પંચે જાહેર કરવાની છે. ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યુ ન કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચ 13 માર્ચ, 2024 સુધીમાં તેની વેબસાઇટ પર આ વિગતો પ્રકાશિત કરશે. ત્યારે ગુજરાતના ઘણાં ઉદ્યોગોના કપડાં ઉતરવાના છે. 18 હજારના કૌભાંડ બાદ હવે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. કુલ બોંડના 55 ટકા ભાજપને અને માંડ 9 ટકા કોંગ્રેસને પૈસા મળ્યા છે.
કોંગ્રેસ દ્વારા ડોનેટ ફોર દેશ ઝુંબેશ શરૂ કરી તેના કારણે લોકોમાં આવકાર મળી રહ્યો હતો. લોકો કરોડો રૂપિયા કોંગ્રેસને આપી રહ્યાં હતા. ત્યાં આવો ચૂકાદો આવતાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે.
રાજકીય ભંડોળ સંપૂર્ણપણે અનામી, અનિયંત્રિત અને અમર્યાદિત હતી. મુક્ત અને ન્યાયી ચૂંટણીના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા માર્ચ 2018 અને જાન્યુઆરી 2024 વચ્ચે રૂ. 16,518 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ આપવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2023-24નું દાન આમા લેવામાં આવ્યું નથી. જે 2 હજાર કરોડ હોઈ શકે છે. નાણાકીય વર્ષ 2017-18 થી નાણાકીય વર્ષ 2022-23 ની વચ્ચે, ભાજપે રૂ. 6566 કરોડની રકમ જાહેર કરી હતી. કોંગ્રેસે ચૂંટણી બોન્ડમાંથી રૂ. 1123 કરોડનું દાન જાહેર કર્યું હતું.
અમિત શાહ કેમ દોડી ગયા
ચૂકાદો આવવાનો હતો તેના આગલા દિવસે ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં હતા. તેઓ ગુજરાતના 10 હજાર કરોડના કામોના ઉદઘાટનો પડતા મૂકીને તુરંત દિલ્હી દોડી જવું પડ્યું હતું. ગુજરાતની મુલાકાતો પડતી મૂકવા માટેનું કારણ ચૂંટણી બોંડ હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી બોંડમાં ફસાઈ જવાની છે એવી, ગુજરાતની કેટલીક કંપનીઓને કઈ રીતે બચાવવી તે પણ હોઈ શકે છે.
ભાજપને ફંડ આપનારા આ રહ્યાં
કુલ 1731 કંપનીઓએ ભાજપને અને કોંગ્રેસને 151 કપંનીઓએ ચૂંટણી ફંડ આપ્યું હતું.
ગુજરાતમાં ફંડ કઈ કંપનીઓના
ગુજરાતમાંથી બુલેટ ટ્રેન અને બીજા રસ્તા તથા પુલોના કામ અપાયા તેમાંથી કેટલીક કંપનીઓએ ભાજપે ભરપુર દાન આપ્યા હતા.
વડોદરાની કંપની ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ લિમિટેડને વડોદરા સ્ટેશનના કામ અપાયા હતા. ગુજરાતમાં ઘણાં બસસ્ટેશન અને બીજા અનેક ઠેકા આપવામાં આવ્યા હતા. તેમણે ત્રણ વ્યવહરમાં રૂ. 55 લાખ ભાજપને આપ્યા હતા. ભારત સરકારના ઘણાં કામો તેમને આપવામાં આવ્યા છે.
સુરત સ્થિત વિભુઇ ઓર્ગેનાઇઝર્સ દ્વારા નાણાકીય વર્ષ 2012-01માં ભાજપને રૂ .21 લાખ આપ્યા હતા.
એક કે.આર. સવાણીને વડોદરા સ્ટેશનના સેવા બિલ્ડિંગના નિર્માણ માટે મુંબઈ હાઇસ્પીડ રેલ્વે પ્રોજેક્ટના સંદર્ભમાં ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેણે ભાજપને ફંડ આપ્યું હતું.
કોન્ટ્રાક્ટર ધનજી કે પટેલે વટવાથી સાબરમતી ડી-કેબીન વચ્ચે બુલેટ ટ્રેનના કામ આપેલા છે. જેણે ભાજપને ફંડ આપ્યું છે.
રચના એન્ટરપ્રાઇઝને વડોદરા નજીક વીજળીકરણ અને કરાચીયા યાર્ડમાં ઓએચઇ સુધારણા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેણે ભાજપને ફંડ આપ્યું હતું.
ગુજરાતના પક્ષોને ગુજરાતના બિલ્ડરોએ રૂ.8.16 કરોડ આપ્યા છે. આ બિલ્ડરો કોણ છે તે ભાજપ કે કોંગ્રેસે જાહેર કર્યું નથી. 10 કરોડ મનુફા સટુરીંગ, 4 કરોડ ખાણોના માલિકો, 45 લાખ ટ્રસ્ટો દ્વારા, 2 કરોડ અન્ય લોકોએ પક્ષોને પૈસા આપ્યા છે. 12 કરોડ દવાની કંપનીઓ અને હોસ્પિટલો, 1.50 કરોડ પાવર અને ઓઈલ કંપનીઓ મળીને રૂ,42 કરોડ ચૂંટણી લડવા માટે આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ફંડ
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એ બી જનરલ ઈલેક્ટોલ ટ્રસ્ટ દ્વારા રૂ.12.50 કરોડ જેવી જંગી રકમ આપવામાં આવી હતી, પણ કોંગ્રેસને તો માત્ર રૂ.1 કરોડ જ આપવામાં આવ્યા હતા. 2022ની ચૂંટણીમાં પણ આવો જ ખેલ પાડવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે પૈસા ન હતા.
ભાજપને ફંડ આપવાની કંપનીઓ કે ઉદ્યોગપતિઓ પર ક્યારેય ઈડી કે આવકનેરાના દરાડો પડતાં નથી. તેને કામ મળે છે. જો કોંગ્રેસ કે આમ આદમી પક્ષને ફંડ કોઈ આપે તો એવી અનેક કંપનીઓ પર દરોડા ભાજપની સૂચનાથી પડેલાં છે.
અમિત શાહના 3 કરોડનું ફંડ
‘ભાજપના ભંડોળમાં ત્રણ કરોડ રૂપિયા આપો’ અમિત શાહ પોતે પાર્ટી ફંડના નામે 3 કરોડ રૂપિયા માંગે છે. પોલીસે તપાસ કરીને કહ્યું કે, પાર્ટીના ભંડોળ માટે ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે કોઈ ફોન કરવામાં આવ્યો નથી, જગતરસિંહ અને ઉપકાર સિંહ નામના બે લોકોને પકડ્યા. જોકે, ગૃહ પ્રધાનના નામે છેતરપિંડીની કાવતરાની આ રમતમાં આ બંનેની શું ભૂમિકા છે? આ સમયે વિશેષ સેલ તરફથી કંઇ કહેવામાં આવ્યું નથી.
6 વર્ષ કેસ ચાલ્યો
દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ આવેલો કેસ 6 વર્ષ સુધી ચાલ્યો હતો. ભાજપ દ્વારા તેનો આનંદ લેવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા દાખલ કરાયેલી અરજી પર સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. એડવોકેટ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ, નિઝામ પાશા, જયા ઠાકુર, એક્ટિવિસ્ટ લોકેશ બત્રા, પત્રકાર નીતિન શેઠી છે.
અરજી
ADRએ 4 સપ્ટેમ્બર 2017ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારથી, બોન્ડની ખરીદી પર સ્ટે અને કેસના વહેલા નિર્ણય માટે છ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એટલે કે 5 માર્ચ, 2019, નવેમ્બર 29, 2019, 26 ઓક્ટોબર, 2020, 9 માર્ચ, 2021, 15 નવેમ્બર, 2022 અને ડિસેમ્બર 1. પ્રતિ. 2022. ભારતની સર્વોચ્ચ અદાલતે નાણાં અધિનિયમ, 2017 દ્વારા લાવવામાં આવેલા સુધારાને સતત ત્રણ દિવસ એટલે કે ઓક્ટોબર 31, નવેમ્બર 1 અને 2, 2023 સુધી પડકારતી અરજી પર તેની સુનાવણી લંબાવીને છ વર્ષથી વધુ સમયની રાહ જોયા પછી આજનો નિર્ણય આવ્યો છે.
કાયદાનું ઉલંઘન
માહિતી અધિકારના કાયદાનું ઉલંઘન હતું. રાજકીય પક્ષોના અમર્યાદિત કોર્પોરેટ ફંડિંગની પરિકલ્પના કરતા કંપની એક્ટની કલમ 182(1)માં સુધારો એ મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન હતું. બંધારણ, આકવેરા કાયદો, મુક્ત ચૂંટણી, પ્રજાને જાણવાનો અધિકાર, ભ્રષ્ટાચાર જેની અનેક બાબતોનો ભંગ આ બોંડ દ્વારા થતો હતો.
લાંચ અને કૌભાંડ
કાળાં નાણાંને કાબૂમાં લેવાનો ઉદ્દેશ્ય દૂર હતો. રાજકીય પક્ષોને સંસ્થાકીય લાંચ હતી. બીજા પક્ષોને આપેલું દાન બેંક દ્વારા ભાજપ જાણી શકતો હતો. ઓપન ગવર્નન્સ ન હતી. મતદારોને સહભાગી લોકશાહીમાં માહિતગાર રહેવાનો અધિકાર છે. પસંદગીઓ કરવા માટે માહિતી મહત્વપૂર્ણ હોવાનું ધ્યાનમાં લેતા અને કહ્યું; નાણાકીય યોગદાન રાજકીય પક્ષો પૈસા અને રાજકારણ વચ્ચેના ગાઢ સંબંધને કારણે બદલો આપવાની વ્યવસ્થા કરતાં હોય છે.
ભારતના લોકો સાથે આટલી મોટી ઠગાઈ ક્યારેય નથી થઈ. ઘણાં એટવોકેટ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડ સામે સતત અવાજ ઊઠાવ્યો હતો. આજે રાહુલ ગાંધી સાચા ઠર્યા છે. ED અને EB – ઈલેક્ટોરલ બોન્ડનો ભરપુર ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે. વડાપ્રધાનના મહાભ્રષ્ટાચારને સુપ્રિમકોર્ટે ખૂલ્લો કરી દીધો છે. કાયદાને ભ્રષ્ટાચારનો વાઘ બનાવી દેવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગની શક્યતા છે. સરકારોને ગબડાવી હતી. કથની અને કરણી ભિન્ન છે. ડિઝિટલ પેમેન્ટના ગાણાં ગાનારા વડાપ્રધાન પોતાના પક્ષ માટેના ફંડના ડિઝિટલ પેમેન્ટથી ડરતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની મહાગેરરીતિ અદાલતે પકડી પાડી છે. 2019માં વડાપ્રધાન બની શક્યા 2024માં આવું ફંડ એકઠું કરી શકશે નહીં. જોકે આખા વિશ્વમાં સૌથી સમૃદ્ધ પક્ષ ભારતીય જનતા પછ છે તેથી તેને ફંડની કોઈ કમી ઊભી થાય તેમ નથી. તેઓ આખી વિધાનસભાને ખરીદી શકે એટલાં પૈસા તેના બે નેતાઓ પાસે છે. તેથી ફંડની કોઈ તકલીફ નથી. ભાજપ મહાકાય બની ગયો છે.
વિપક્ષને નબળો પાડી દીધો
વિરોધ પક્ષને કાયદાથી દબડાવીને નબળો પાડી દીધા બાદ તેને આર્થિક રીતે બિમાર પાડવાની ચાલ હતી. મોદી લોકશાહીને પોતાવી દાસી બનાવીને મુજરો કરાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયમો અને કાયદાઓને તોડીને ગેરબંધારણીય રીતે ઈલેક્ટોરલ બોન્ડની લોકશાહી વિરોધી નીતિ અમલી કરી હતી. લોકતત્રની હત્યા માટે ઈતિહાસ યાદ કરશે. વિદેશી કંપનીઓ ફંડ આપતી હતી. કોલપ્રતનિનિધિત્વ કાયદામાં મોદીએ મનમાન્યા સુધારા કર્યા હતા.
ચૂકાદાનો અમલ
12 એપ્રિલ, 2019 ના રોજ આ કોર્ટના વચગાળાના આદેશથી અત્યાર સુધી ખરીદાયેલા ચૂંટણી બોન્ડની વિગતો SBI ECIને આપશે. વિગતોમાં દરેક ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીની તારીખ, બોન્ડ ખરીદનારનું નામ અને ખરીદેલ ઈલેક્ટોરલ બોન્ડની કિંમત તેમાં હશે. SBI એ રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવેલા દરેક ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરવાની રહેશે. 6 માર્ચ, 2024 સુધીમાં ઉપરોક્ત માહિતી ECIને આપવાની છે. ચૂંટણી પંચને માહિતી પ્રાપ્ત થયાના એક સપ્તાહની અંદર, એટલે કે 13 માર્ચ, 2024 સુધીમાં SBI દ્વારા શેર કરેલી માહિતીને તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરશે.
શાસ્ત્રી અને છોકરનો દેશ આભાર માને છે
દેશના લોકોએ ઐતિહાસિક ચુકાદાને દિલથી આવકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારતીય લોકશાહીને મોટું પ્રોત્સાહન આપ્યું છે. એડીઆરના અધ્યક્ષ અને સ્થાક પ્રોફેસર ત્રિલોચન શાસ્ત્રી અને સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી પ્રોફેસર જગદીપ છોકરની ભૂમિકા મોટી રહી છે. નાગરિકો કોઈપણ રાજનીતિમાં મુખ્ય હિસ્સેદાર હોય છે. ભ્રષ્ટાચારને રોકવા માટે આ મોટો ચૂકાદો છે. દરેક પૈસાનો હિસાબ હોવો જોઈએ.
કંનીઓને ફાયદો
રાજકારણમાં ભ્રષ્ટાચારની શરૂઆત ચૂંટણીભંડોળથી થાય છે. ફાળો આપનારો તેની કિંમત સત્તા પાસેથી દંધો કરીને વસૂલે છે. છેલ્લાં 10 વર્ષમાં ખાનગી એરલાઇન્સ, ટેલિકોમ, બેંકો, પેટ્રોલિયમ, વીજળી કંપનીઓ, ખેતી, ખાણ, ખનીજ,દાણચોરો, ડ્રગ્સ, ગેંગ બીટકોઈન, મલ્ટિલેવલ માર્કેટિંગ, ચેઈન માર્કેટિંગ, ચીટ ફંડ, કંપનીઓ, ભાગી જતાં ઉદ્યોગપતિઓ પર સરકારો અંકૂશ ખતમ કરવામાં રાજકિય ફંડ જવાબદાર માનવામાં આવે છે.
દેખીતો ફાયદો
ચૂંટણીભંડોળ અટકાવવું હોય તો ચૂંટણીનો ખર્ચ ઓછો કરવો પડે, પણ તે થતું નથી. દાન આપનરાઓ કોણ છે તે મોદી સરકારે સાવ છૂપાવી રાખ્યું હતું. મોંઘી વીજળી ખાનગી કંપનીઓ પાસેથી કેમ ખરીદીને સરકારી કંપનીઓને ખતમ કરી દેવામાં આવી છે. ટોરેન્ટ અને જીઈબી તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ઉદ્યોગપતિએ શાસક પક્ષને કેટલું ચૂંટણીભંડોળ આપ્યું તેનો હિસાબ લોકોને મળવો જોઈએ. તે ભલે પછી ખાનગી હોય તે હિસાબોમાં બતાવેલું હોય.
ચૂંટણીભંડોળમાં પારદર્શીતાની જરૂર છે.
ખર્ચ ઘટાડો
સોશ્યલ મીડિયા અને ટીવીના જમાનામાં સભાઓ પાછળ ખર્ચ કરવાના બદલે આ પ્લેટફોર્મ્સ પર સમાન તક મળે તે રીતે પ્રચારની વ્યવસ્થા ગોઠવાય તો મોટા પાયે ખર્ચ ઘટી જશે. ફંડફાળા માટે ઉદ્યોગપતિઓ પર ઓછો આધાર રાખવો પડે. તેઓ વધારે મોકળાશથી પોતાનું રાજકારણ કરી શકશે. ઓછા ખર્ચે, તંદુરસ્ત રીતે અને મોકળાશ સાથે ચૂંટણી સ્પર્ધા કરવામાં મોદી તો માનતાં નથી, તેથી તેની અપેક્ષા ભાજપ પાસે રાખી ન શકાય પણ કોંગ્રેસ સહિત બીજા પક્ષો પાસે અપેક્ષા રાખી શકાય તેમ છે.
મોદી માફી માંગે
પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરીને ચૂંટણી સુધારો થઈ રહ્યો હોવાનો દેખાવ કરીને દેશ સાથે દગો કર્યો હતો. મોદી ત્યારે વડાપ્રધાન હતા એટલે જેમની સૂચના હશે જ. દેશ સાથે આ સૌથી મોટું ફ્રોડ હતું. મોદીનું ફ્રોડ હતું. જેટલી તો રહ્યા નથી તેથી સરકારના વડા નરેન્દ્ર દામોદરદાસ મોદીએ દેશની પ્રજાની માફી આ છેતરપીંડી માટે માંગીને પછી જ 2024ની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ.
ધમકી
મોદી સરકારે ઉદ્યોગપતિઓને ધમકાવાનું પણ શરૂ કરી દીધું હતું. તમે બોન્ડ ખરીદશો અને વિપક્ષને આપશો તો અમને ખબર પડી જવાની છે. માટે જોજો. આ વાત વધારે ચિંતાજનક બની હતી. વિપક્ષને ગરીબ રાખીને સતત સત્તા પર બેસી રહેવાની આ ચાલ હતી. અનેક પૈસાદાર લોકો ખાનગીમાં આવી ફરિયાદો કરતાં રહ્યાં હતા.
નાણાં ક્યાંથી આવ્યા
બોન્ડ તો માહિતી છુપાવીને કરોડો રૂપિયા વ્હાઇટમાં લેવાનો સરળ રસ્તો બની ગયો છે. કરોડો રૂપિયા સીધા બેન્કમાં જમા થઈ જાય અને કોઈને ખબર પણ ના પડે કે નાણાં આવ્યાં ક્યાંથી. એસબીઆઈ ઇલેક્ટોરલ બોન્ડ આપી શકે છે. એક હજારના ગુણાંકમાં બોન્ડ મેળવી પોતાનું કામ કરી આપતાં રાજકિય પક્ષોને આપી દેવામાં આવતાં હતા. રાજકીય પક્ષ આ બોન્ડ બેન્કમાં જમા કરાવે એટલે એસબીઆઈમાંથી તે રકમ પક્ષના ખાતામાં જમા થઈ જતી હતી. પ્રજાને ખબર જ ના પડે કે બોન્ડ કોણે ખરીદ્યા હતા. બેન્કને ખબર હોય કે કોણે બોન્ડ ખરીદ્યા. પણ તે માહિતી જાહેર ના થાય. બોન્ડ ખરીદનારની ઓળખ ગુપ્ત રહેતી અને વેરામાં છૂટ મળતી હતી.
એડીઆર
ઇલેક્ટોરલ બોન્ડમાં મોટું કૌભાંડ થાય છે, તેથી એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેથી ઇલેક્ટોરલ બોન્ડ બંધ કરી દેવાની માગણી અરજીમાં કરવામાં આવી હતી. રાજકીય પક્ષોએ હિસાબ આપવો એવું કહ્યું હતું. સરકાર વતી અદાલતમાં કહેવામાં આવ્યું કે, કોણે ડોનેશન આપ્યું છે તે જાણવાની નાગરિકોને કોઈ જરૂર નથી. લોકશાહીની હત્યા આનાથી મોટી કઈ હોઈ શકે.
કેવાયસી આપો એટલે નામ વિનાનો બોન્ડ બેન્ક તમને આપી દે.
માર્ચ 2018થી જાન્યુઆરી 2019 સુધીમાં રાજકીય પક્ષોએ 99.8 ટકા ભંડોળ ઇલેક્ટોરલ બોન્ડથી જ મેળવ્યું હતું. 95 ટકા બોન્ડ એક જ ભાજપને મળી ગયા, અને બીજા પક્ષોને માત્ર પાંચ ટકા મળ્યા તે સ્થિતિ વધારે જોખમી બની હતી.
એડીઆરની ભલામણો
દેશની સર્વોચ્ચ અદાલતે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ નિર્ણય જાહેર કર્યો હતો કે ઉમેદવારની એફિડેવિટનો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં. તેથી ભલામણ કરીએ છીએ કે ચૂંટણી પંચ રાજકીય પક્ષો દ્વારા રૂ. 20,000 થી વધુ દાનની વિગતો પૂરી પાડતા ફોર્મ 24નો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં.
આરટીઆઇ હેઠળ બધા દાતાઓની સંપૂર્ણ વિગતો જાહેર જાહેર હોવી જોઈએ. ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, યુએસ અને જાપાનના પક્ષો તમામ દાન જાહેર કરે છે. ભંડોળના સ્ત્રોતમાંથી 75% સુધી અજ્ઞાત હોવા માટે આમાંથી કોઈ પણ દેશ શક્ય નથી.
ટ્રસ્ટનો ફાળો
વળી , ઈલેક્ટોરલ ટ્રસ્ટને દાન આપનાર ત્રણ સૌથી મોટી કોર્પોરેટ કંપનીઓ કઈ?
અર્સિલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ : 70 કરોડ
અર્સિલોર મિત્તલ ડિજાઈન એન્ડ એન્જીનિયરીંગ સેન્ટર પ્રાઈવેટ લિમિટેડ : 60 કરોડ
ભારતી એરટેલ લિમિટેડ : 51 કરોડ
ગુજરાત રાજ્યમાંથી કેટલું દાન મળ્યું?
ટોરંટ પાવર : 7.5 કરોડ
ટોરંટ ફાર્મા : 2 કરોડ
વેલરે સોલર ઈન્ડસ્ટ્રીજ પ્રાઈવેટ લિમિટેડ : 10 લાખ
ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા કયા પક્ષને કેટલું દાન મળ્યું?
નાણાકીય વર્ષ 2021-22 માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા 487.0551 કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપવામાં આવ્યા હતા. તેમાથી 351.50 કરોડ રૂપિયા BJP ને મળ્યા છે જે તમામ ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલા કુલ ડોનેશનના 72.17% થાય છે. વર્ષ 2021-22 માં 6 ઇલેક્ટોરલ ટ્રસ્ટોને કુલ 475.8021 કરોડ રૂપિયા મળ્યા હતા.
અજાણ્યા માણસો પૈસા કેમ આપી જાય છે
6 રાજકીય પક્ષોને કોણ દાન આપે છે તે ખબર નથી
2004-05 થી 2017-18 સુધીમાં 4 વર્ષમાં રૂ.8721.14 કરોડ દેશના 6 રાષ્ટ્રીય પક્ષ દ્વારા મેળવવામાં આવ્યા હતા. દેશના પક્ષોની કૂલ આવકમાંથી 80 ટકા આવક એવી છે કે જે કોણે આપી તે પક્ષને પણ ખબર નથી. ખરબ તો છે પણ તે જાહેર કરતાં નથી. 2017-18માં ભાજપને જે આવક થઈ હતી તેમાં 553.38 કરોડ રૂપિયા કોણ આપી ગયું તે કોઈને ખબર નથી. સામે બાજુ એવું જ છે. કોંગ્રેસ અને એનસીપી એ 2004-05થી 2017-18 સુધી રૂ.3573.53 કરોડ એવા છે કે જે કુપન દ્વારા મેળવેલી આવક છે. રૂ.689.44 કરોડ એવી આવક છે કે જે દેશના રાષ્ટ્રીય પક્ષને ખબર નથી કે જે કોણે રકમ આપી છે. તેમ ADRના 23 જાન્યુઆરી 209માં બપોરે જાહેર થયેલા અહેવામાં જણાવ્યું હતું.
ગુજરાત સૌથી વધું નાણાં આપે છે
2015-16માં દેશના સાત રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક રૂ. 1033.18 કરોડ 2015-16માં હતી, જેમાંથી પક્ષોએ રૂ. 754.45 કરોડનો ખર્ચ કર્યો અને રૂ. 278.73 કરોડ સ્પષ્ટ કરી ન હતી. ભાજપને જે દાન મળે છે તેમાં સૌથી વધારે ગુજરાત અને મુંબઈથી મળે છે. ભાજપની કુલ જાહેર આવક રૂ. 570.86 કરોડ હતી જે પૈકી 23.13 ટકા (રૂ. 132.06 કરોડ) પક્ષ દ્વારા મળી તો નથી. કોંગ્રેસે કુલ નાણાકીય વર્ષ 2015-16માં 261.56 કરોડની આવકની જાહેરાત કરી હતી.
બેલેટથી મદાન કરો
હવે વહેલીતકે મશીનથી મતદાન કરવાનું બંધ કરીને દેશની પ્રજા સાથે થતી છેતરપીંડી અટકાવીને કાગળના બેટેલથી મતદાન કરાવવાની જાહેરાત કરવાનો હવે સમય છે.
ડોનેટ ફોર દેશ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 પહેલાં ફંડ એકઠું કરવા માટે ડોનેટ ફોર દેશ નામે 18 ડિસેમ્બર 2023થી અભિયાનની શરૂઆત કરી હતી. પ્રથમ મહિનામાં 15 કરોડ રૂ.નું દાન મળ્યું હતું. કોંગ્રેસને 16 ફેબ્રુઆરી 2024 સુધીમાં સામાન્ય લોકો દ્વારા રૂ. 23 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. 6 લાખ લોકોએ દાન કર્યું હતું. જેમાં ગુજરાતનું સ્થાન આગળ 10 રાજ્યોમાં નથી. ગુજરાતના લોકો ભલે કોંગ્રેસને પૈસા આપતાં ન હોય પણ દેશમાં કોંગ્રેસની ઝૂંબેશને આવકાર મળતાં બીજા પક્ષો માટે ચિંતાનો વિષ્ય ઊભો થયો છે.
ગુજરાતમાંથી સૌથી વધારે દાન એકઠું કરનારા નેતાઓ
1. ઈમરાન પ્રતાપગઢી (2) રૂ. 2,68,000
2 શહઝાદખાન નાસીરખાન પઠાણ (17) રૂ. 1,74,267
3. શૈલેષ એમ પરમાર (23) રૂ. 1,11,721
4. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (30) રૂ.76,191
ન્યાય સંગ્રહ માટે કુલ દાન
રૂ. 5.53 કરોડ
ઓનલાઈન કુલ દાન
સૌથી વધુ દાન આપનારું રાજ્ય કરોડ રૂપિયા
1. રાજસ્થાન રૂ. 4.25
2 હરિયાણા રૂ. 2.42
3. તેલંગાણા રૂ. 2
4. મહારાષ્ટ્ર રૂ. 1.87
5. મધ્ય પ્રદેશ રૂ. 1.65
સૌથી વધું પૈસા આપનારા દાતા રાજ્યો
1. રાજસ્થાન 11.2%
2 ઉત્તર પ્રદેશ 9.9%
3. મહારાષ્ટ્ર 8.9%
4. મધ્ય પ્રદેશ 7.1%
5. બિહાર 4.1%
કોંગ્રેસની સંગઠન સંસ્થાએ મેળવેલું દાન
1. યુથ કોંગ્રેસ રૂ.1.83 કરોડ
2 પ્રોફેશનલ્સ કોંગ્રેસ રૂ. 1.73 કરોડ
3. લઘુમતી વિભાગ રૂ.1.02 કરોડ
4. મહિલા કોંગ્રેસ રૂ.33 લાખ
5. સેવા ટીમ રૂ. 22 લાખ