Uttar Pradesh News :
યુપીના મુઝફ્ફરનગરમાં 4 ટાઈમર બોમ્બ સાથે એક વ્યક્તિ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે પોલીસે આ વ્યક્તિની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેણે આ ટાઈમર બોમ્બ એક મહિલાના કહેવા પર બનાવ્યા હતા. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો. UP STFએ મિમલાના રોડના રહેવાસી જાવેદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
આ વ્યક્તિએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેણે આ IED બોમ્બ શામલીના રહેવાસી ઇમરાનાની પત્ની આઝાદના નિર્દેશ પર બનાવ્યા હતા. આ બોમ્બ ગ્લુકોઝની કાચની બોટલોમાં બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ બોમ્બ પર ટાઈમર પણ લગાવવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે વ્યક્તિએ બોટલ બોમ્બ જાતે બનાવ્યા હતા અને બનાવ્યા બાદ તે અન્ય લોકોને સપ્લાય કરતો હતો. પોલીસ લાંબા સમયથી જાવેદને શોધી રહી હતી. બાતમીની મદદથી યુપી એસટીએફની ટીમે જાવેદની રંગે હાથે ધરપકડ કરી છે.
મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવતા પોલીસ આરોપી જાવેદની કડક પૂછપરછ કરી રહી છે. પોલીસને આ પાછળના મોટા રેકેટનો પર્દાફાશ થવાની ભીતિ છે. એસટીએફ અને આઈબીની ટીમે બોમ્બ સ્ક્વોડને પણ બોલાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ સ્ક્વોડ અહીં પહોંચશે પછી જ આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે આરોપીની પૂછપરછ ચાલુ છે, ઘણા ખુલાસા થવાની શક્યતા છે.