Gujrat BJP: અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બંને ગુજરાતી છે તો કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર પણ ગુજરાતમાંથી ચુંટાયા છે અને હવે જે.પી.નડ્ડા કે જેઓ મૂળ હિમાચલના છે. તેઓને રાજયસભામાં રીપીટ કરીને ગુજરાતમાંથી મોકલાઈ રહ્યા છે. જયારે ચર્ચા એ પણ છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ આગામી ચુંટણી બાદ કેન્દ્રીય કેબીનેટમાં સમાવાશે અને જે.પી.નડ્ડાની ટર્મ પણ આ વર્ષે જૂન સુધી લંબાવાઈ છે તે પુરી થશે અને તેઓ પણ કેન્દ્રીય મંત્રી બને તે ગુજરાતમાંથી જુનીયર નેતાઓને ચાન્સ ઓછા રહે તેવી શકયતા છે.
ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકેનો દબદબો ભોગવીને લગભગ રાજકીય નિવૃતિ જેવી સ્થિતિમાં મોકલાયેલા નીતીન પટેલને મહેસાણાની લોકસભા બેઠક ફાળવાઈ તે માટેના તેમના નજીકના ટેકેદારોએ પ્રયત્ન શરુ કર્યા છે. નિતીન પટેલ અગાઉ ખુદ પોતે ચુંટણી લડવાની ઈચ્છા જાહેર કરી ચૂકયા છે તો બીજી તરફ ચુંટણી પછી પાટીલના સ્થાને કોણ તે પણ ચર્ચા છે. પાટીલ જો લોકસભા લડે તો કેન્દ્રીય મંત્રી બને તો તેના સ્થાને ઓબીસી કે એસટી અથવા એસસી ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે. ભુપેન્દ્ર પટેલ તો ૨૦૨૭ સુધીની ઈનિંગ ખેલી જ લેશે તે નિશ્ર્ચિત ગણાય છે.