Gujarat: ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની છેતરામણી વાતો કરીને 30 વર્ષથી રાજકીય લાભ ખાટી લીધો છે. સત્તા મેળવી છે.અમદાવાદનું નામ કર્ણાવતી ન થયું હવે અદાણી બની રહ્યું છે
1988થી ભારતીય જનતા પક્ષ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ભૂમિકા લઈને તમામ ચૂંટણી લડી છે. છેલ્લાં 24 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. છતાં કર્ણાવતી નથી થયું.અત્યાર સુધીમાં દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની 10 વર્ષ સુધીની સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી. બેશરમ નેતાઓ જ આવું જુઠ્ઠાણું ફેલાવી શકે. ભાજપે અમદાવાદને 13 મેયર આપ્યા છે. તેઓ આજ સુધી જુઠ્ઠાણાઓ ચલાવતાં આવ્યા છે.
અબુરીહાએ આશાવલનો એક સમૃદ્ધ નગર તરીકે 11મી સદીના પૂર્વાર્ધમાં ઉલ્લેખ કર્યો છે. 12મી સદીમાં લખાયેલા ‘કસુદચંદ્ર પ્રકરણ’ નાટકમાં આશાવલ્લીના સ્પષ્ટ ઉલ્લેખો છે. અરબ ઈતિહાસકારે આશાવલને સારી વસતી અને પેદાશવાળું ઉદ્યોગી શહેર લેખ્યું છે. આશાભીલના વંશ દરમિયાન 1035નો એક લેખ કાચની મસ્જિદમાંથી મળ્યો હતો. 11મી સદીમાં રાજા કર્ણદેવે આશાવલને જીતીને ‘કર્ણાવતી નગરી’ સ્થાપ્યાના ઉલ્લેખો ‘પ્રબંધ ચિંતામણી’માં છે. રાજા વિસલદેવના 1244થી 1262ના સમય દરમિયાન પણ આશાવલ્લીને લગતા ઉલ્લેખો આવે છે. 1261માં મળેલા તામ્રપત્રમાં આશાવલ્લીના અનુસંધાનમાં માંડવી અને પાલડી જેવા વિસ્તારના ઉલ્લેખો છે.
મુળ આશાવલ હતું. આજે પણ ખાડીયા પાસે આશાભીલનો ટેકરો છે. જેને અમદાવાદની સ્થાપના વખતે અમદાવાદ શહેર સાથે ગણવામાં આવેલો છે. તેનો સીધો અર્થ કે અમદાવાદ એ મૂળ આશાવલ છે. નહીં કે કર્ણાવતી. કર્ણાવતી તો આશાવલના સ્થાને અથવા અમદાવાદ નજીકનું શહેર હતું. જમાલપુર આપસાસ કર્ણમુક્તેશ્વ મહાદેવ સુધી કર્ણાવતી હતું. 6 લાખ આદિવાસીઓના રાજા આશાવલને જીતીને અહીં લશ્કરી છાવણી સ્થાપી હતી જેનું નામ કર્ણાવતી રાખ્યું હતું.
પણ અમદાવાદમાં જે રીતે અદાણીની ઘુસણખોરી થઈ ગઈ છે તે જોતા હવે અમદાવાદનું નામ અદાણી બનવા તરફ છે.
યુનેસ્કોએ ભારતના પહેલાં હેરિટેજ શહેરનો દરજ્જો અમદાવાદને આપ્યાના બીજા જ વર્ષે એનું નામ બદલવાની વાત માત્ર ચૂંટણીને નજરમાં રાખીને કરવામાં આવી હતી. કેશુભાઈ, મોદી, સુરેશ મહેતા અને રૂપાણીએ હિંદુઓને રાજી કરવા કર્ણાવતીના નામને છેતરપીંડી કરી છે. અહીં કોઈની ગેરંટી કામ આવી નથી.
ભાજપ, સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ જાહેરમાં કર્ણાવતી બોલે તો સત્તાવાર કેમ નહીં. અમદાવાદ શહેર ભાજપ અને ગુજરાત ભાજપના નેતા આજે પણ અમદાવાદનું નામ જાહેરમાં બોલતા નથી. તેઓ કર્ણાવતી જ બોલે છે અને તેમના સરનામાં પણ કર્ણવતીના નામે હોય છે. લેટરપેડ પણ 30 વર્ષથી કર્ણાવતીના નામે લખે છે.
લોકસભાની ચૂંટણી હવે આવી રહી છે ત્યારે ફરી એક વખત કર્ણાવતીનો મુદ્દો ઉછાળશે અને અમદાવાદની પ્રજા પાસેથી મત મેળવશે અને ફરી એક વખત ચૂંટણી જીતશે.અદાણી ગ્રુપને કારણે અમદાવાદ મહાનગર પાલિકાને આર્થિક નુકસાન થયું છે. દાન તો અદાણી અમદાવાદની શહેર સરકારને કરતાં નથી.
20 ફેબ્રુઆરી 2023ની અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં બજેટ સત્ર દરમિયાન અદાણી મુદ્દે હંગામો થયો હતો. બેઠક એક કલાક માટે મોકૂફ રાખવી પડી હતી. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.
7 નવેમ્બર 2020થી અદાણીને અમદાવાદ હવાઈ મથક નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 50 વર્ષ માટે આપી દીધું હતું છે. અદાણી મુસાફર દીઠ રૂ. 177 સરકારને ચૂકવશે એવી શરત છે.
પ્લોટ કૌભાંડ
અમદાવાદ મહાનગર પાલિકાએ પોતાની માલિકીના 2006માં અદાણી કંપનીને પ્રાઇમ લોકેશન પર 10 પ્લોટ આપી દીધા હતા. જે શહેરની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના હતા. આ પ્લોટ પર અદાણીએ પેટ્રોલ પંપ કે ગેસ ફીલિંગ સ્ટેશન શરૂ કર્યા છે. 2006માં રૂ. 16 કરોડમાં આપ્યા હતા. તે સમયે અદાણીએ એક રૂપિયાની રકમ પણ અમદાવાદની સરકારને આપવામાં આવ્યો ન હતો. ત્યારે ભાજપના કોર્પોરેશન દ્વારા અદાણી ગેસ સ્ટેશનથી શહેરી બસમાં ગેસ પુરાવીને પૈસા વસુલવામાં આવ્યા હતા.
શહેરમાં 10 પ્લોટ સાવ મફતના ભાવે આપી દેવામાં આવ્યા હતા. અદાણી કંપનીને ગેસ પંપ માટે આપી દેવાયા હતા. ભાજપે અને એએમસીએ કેમ અદાણી સામે કાર્યવાહી કરી નથી.
અદાણીની 7 જેટલી કંપનીઓ છે જે શેરબજારમાં લીસ્ટેડ છે. આ પૈકી વર્ષ 2004માં ગૌતમ અદાણીએ એક કંપની બનાવી હતી જેનુ નામ અદાણી ટોટલ ગેસ લિ. હતુ. પહેલાં આ કંપનીનું નામ અદાણી ગેસ લિમીટેડ હતુ પછી તેને બદલીને ટોટલ શબ્દ ઉમેરાયો હતો. આ કંપની હાલમાં અમદાવા શહેરમાં સીએનજી ગેસનું વેચાણ કરે છે.
આ કંપનીને જ્યારે અમદાવાદ શહેરમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાત સરકારની મહેરબાનીથી સીએનજી ગેસનું વેચાણ કરવાનો પરવાનો મળ્યો હતો તે વખતે અમદાવાદમાં તેઓની પાસે પ્લોટ ન હતો પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એએમટીએસ નામની સંસ્થા તેમના વ્હારે આવી હતી.
શહેરના બોડકદેવ વોર્ડના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારના હેલમેટ ચાર રસ્તા પાસે આવેલાં એએમટીએસના ડેપોની બાજુમાં અદાણીને ફીલીંગ સ્ટેશન કરવા માટે પ્લોટ અપાયો હતો. આ પ્રકારના પ્રાઇમ લોકેશનના પ્લોટ અદાણીને આપવામાં આવ્યા હતા.
અદાણીને 10થી વધુ પ્રાઇમ લોકેશનના પ્લોટ આપ્યા હતા પણ તેની સામે રુપિયા લેવાયા ન હતા. એએમટીએસ દ્વારા 19 વર્ષ પહેલાં અદાણીને 10થી વધુ પ્રાઇમ લોકેશનના પ્લોટ આપવામાં આવ્યા હતા જેની પેટે એએમટીએસને રુ.16 કરોડની માતબર રકમ લેવાની નીકળતી હતી.
હાલમાં તો આ 10 પ્લોટની કિંમત રૂ. 700 કરોડ થતી હશે. પણ તે વખતે આ પ્લોટની કિંમત એએમટીએસના અધિકારીઓએ જાતે જ નક્કી કરી દીધી હતી.
તબક્કાવાર 2005-06થી પ્લોટ આપ્યા હતા.
મોદીના માનીતા ઉદ્યોગપતિ પાસે રુપિયાની વસૂલાત કરાઇ ન હતી. પણ તેઓને સમય આપવામાં આવ્યો હતો. ગેસ વેચીને પૈસા કમાયા તેમાંથી રકમ ભરી હતી. તે સમય દરમિયાન તેઓએ પૈસા ચૂકવવાની તસ્દી લીધી ન હતી. ગૌતમ અદાણીને સીએનજીનો ધંધો ગોઠવી કરી આપવામાં અમદાવાદ અને ગુજરાતની ભાજપ સરકારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આવો કિસ્સો તો આખા ભારતમાં ક્યાંય નહીં બન્યો હોય. તમામ સભ્યોનું ધ્યાન દોરવા પુરતો આપની સમક્ષ મૂકી રહ્યો છું.
2006થી 2012-13 સુધી એએમટીએસની બસોએ અદાણીના સીએનજી પંપ ઉપરથી ગેસ ભરાવ્યો હતો અને 16 કરોડ વસૂલ્યા હતા.
એએમટીએસની કચેરીમાં આ પ્લોટ અને તેના બદલામાં આવેલા પૈસાની ફાઇલો મળતી નથી. તમામ ફાઇલો સગેવગે થઇ ગઇ છે. હિંડનબર્ગના રિપોર્ટ તો માત્ર શેર બજારની ખોટી પ્રેક્ટિસ ઉજાગર કરે છે.
વેરા કૌભાંડ
વેરામાં અદાણી ડિફોલ્ટર છે.
અદાણીનો ગેસ પાઇપલાઇનનો ટેક્સ 2011 ઉઘરવામાં આવતો હતો. તે વખતે એક કેસ ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. અદાણી ગેસ પાસેથી વર્ષે રૂ. 5 કરોડ ટેક્સ વસુલવામાં આવે છે. રૂ. 12 કરોડ મિલકત વેરાના ચૂકવાયા નથી. છતાં તેમની મિલકતોને સીલ કરવામાં આવતી નથી. 2011થી શહેરમાં લોકોની 5 લાખ મિલકતો સીલ કરી પણ અદાણીની ન કરી.
ડિફોલ્ટરનો કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી નિકળે છે જેમાં તમામ કંપનીઓ કરતાં અદાણીનો સૌથી વધારે છે.
બાકી પ્રોપર્ટી ટેક્સ
1. અદાણી ગેસ, તમામ ઝોનની ગેસ પાઇપ લાઇન – 12.14 કરોડ
2. ટ્રાન્સસ્ટેડિયા પ્રા. લિ. કાંકરિયા – રુ.6.19 કરોડ
3. ક્રિએટિવ ઇકો રિસાયકલ પોર્ટ પ્રા.લિ., પિરાણા સાઇટ – 3.20 કરોડ
4. પુરષોત્તમ ભોગીલાલ, ચીકાનીવાલા એસ્ટેટ, ગોમતીપુર – 5.96 કરોડ
5. ચંચલ પાર્ટી પ્લોટ, જીવરાજ – 2.03 કરોડ
6. બ્લૂ લગૂન પાર્ટી પ્લોટ, એસજી હાઇવે, મકરબા – 5.06 કરોડ
7. શેલ્બી હોસ્પિટલ, શેલ્બી લિમીટેડ – 4.88 કરોડ
8. ગાંધી કોર્પોરેશન, ગુજરાત યુનિવર્સિટી – 12.28 કરોડ
9. કોર્ટ સાઇટ ફિટનેસ એન્ડ સ્પોર્ટસ પ્રા.લિ. ભાડજ – 2.53 કરોડ
10. સ્નેપ ડીલ કુરિયર, એસજી હાઇવે – 1.54 કરોડ
11. બસેરા પાર્ટી પ્લોટ, આંબલી રોડ – 1.19 કરોડ
12. રઘુલીલા ઉપવન, એસપી રિંગ રોડ – 1.10 કરોડ
13. મંગુબા પાર્ટી પ્લોટ, પશ્ચિમ ઝોન – 1.26 કરોડ
14. ડીવીઝનલ રેલવે મેનેજર, વેસ્ટર્ન – 11.17 કરોડ
15. ભારતીય કન્ટેઇનર નિગમ લિ. – 3.15 કરોડ
2024માં અદાણીની રકમ રૂ. 50 કરોડ વ્યાજ સાથે થઈ ગઈ હોઈ શકે છે.
સામાન્ય નાગરિકોના બાકી ટેક્ષ મામલે તેમના એકમ સીલ કરવામાં આવી રહ્યા હતા.
અદાણી હવાઈ મથકનું કૌભાંડ
અમદાવાદ એરપોર્ટ અદાણીનું હોવાથી હવાઈ મથકની અંદર આવેલી દુકાન અને વીવીઆઇપી લોજને ભાડે આપેલાં છે. જે ભાડુઆત તરીકે બે ગણો મિલકત વેરો લેવો પડે છે. તેના બદલે સેલ્ફ તરીકે વેરો લઈને અદાણીને ફાયદો અમદાવાદની શહેર સરકાર કરી રહી હોવાનો આરોપ હતો.
અદાણીએ ભરેલા મિલકત વેરાના બિલોની નકલો જાહેર કરવાની માંગણી કરી હતી.
પાર્કિંગ કૌભાંડ
અમદાવાદ હવાઈ મથક પર 2021માં 80 લાખ, 2022માં 90 લાખ અને 2023માં 1 કરોડ મુસાફરોની આવન અને જાવન હતી. તેમના વાહનો અહીં પાર્ક થતાં હતા. જેમાંથી કરોડો રૂપિયાની આવક અદાણી કરતા હતા. પણ વેરો ચૂકવતાં હતા કે કેમ તે એક પ્રશ્ન હતો.અદાણીએ હવાઈ મથક પર ઉંચી પાર્કિંગ ફી 2021થી 2 કલાક કાર પાર્ક કરવા માટે રૂ. 150 ચાર્જ વસુલે છે. બસના રૂ. 800, દ્વિચક્રી વાહન માટે રૂ.80 લેવામાં આવતાં હતા.
24 કલાક પાર્ક કરવાના 3000 રૂપિયા ચુકવવાના થશે. મિનિ બસ માટે અનુક્રમે 300, 500 અને 1875 લેવાતાં હતા. અદાણીએ પહેલા અડધો કલાક માટે કાર પાર્કિંગનો ચાર્જ રૂ.80થી વધારી 90 કર્યો હતો. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂ.80 હતો. આમ કારના પાર્કિંગ ચાર્જનો સમય લગભગ ચોથા ભાગનો કરી દેવાયો હતો. રૂ.10નો વધારો કરાયો હતો.
એક તબક્કે તો એક મિનિટના 90 રૂપિયા ચાર્જ આપવો પડતચો હતો. આમ અદાણીએ ઉઘાડી લૂંટ ચાલું કરી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ દ્વારા અમદાવાદના એરપોર્ટ પર 1 એપ્રિલથી નવા પાર્કિંગ ચાર્જ લે છે. 4 ઘણો ચાર્જ મૂકી દેવામાં આવ્યો હતો.
માહિતી જાહેર કરો
તેમના તમામ પાર્કિંગ એરિયાનો પણ પ્રોપર્ટી ટેક્સ વસૂલાતો નથી. જો અદાણી દ્વારા સંચાલિત અદાણી એરપોર્ટની દુકાન, શોક કે લોંજનો જો ભાડુંઆત તરીકે પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવતો હોય તો તે અંગેની માહિતી જાહેર કરવી જોઇએ. અદાણીની અહીંની મિલકતોની આકરણી થઇ નથી. પાર્કિંગ વિસ્તારનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવતો નથી.
ફુડ ટ્રક વેરા કૌભાંડ
એરપોર્ટ પ્રિમાઇસીસમાં ફુડ ટ્રક ઉભા રાખીને જો એરપોર્ટનું સંચાલન કરતી કંપની પૈસા કમાતી હોય તો તેની પણ આકરણી કરીને તેનો પણ ભાડુંઆત તરીકે પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માંગણી બોર્ડમાં કરાઈ હતી.
કચરા કૌભાંડ
અદાણી હવાઈ મથક ઉપર કચરો પ્રોસેસ કરવાનો પ્લાન્ટ લગાડવાનો નિયમ હતો પણ તેનો અમલ કરાતો ન હતો.
અમદાવાદ સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા હવાઈ મથકનો કચરો લેવાનું બંધ કરાયું હતુ. અદાણી કંપનીને પ્રોસેસ પ્લાન્ટ લગાડી કચરાનો નિકાલ કરવા આદેશ કરી દીધો હતો. પણ આજદિન સુધી એરપોર્ટ ઉપર કચરો પ્રોસેસ કરવાનો પ્લાન્ટ લાગ્યો તેની જાહેરાત કરાઈ નથી.
કેન્દ્ર સરકારે 2016માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બનાવ્યા હતા. જે પ્રમાણે રોજ 100 કિલોથી વધુ કચરો નિકળતો હોય તો નિયમ મુજબ કચરાનો નિકાલ કરવાનો હોય છે.
100 કિલોથી વધુ કચરો પેદા કરતા એકમોને જાહેર નોટિસ આપી નિયમોનું પાલન કરવા આદેશ કર્યો હતો. અમદાવાદમાં 65 એકમો પોતાનો કચરો પોતે પ્રોસેસ કરવાની વ્યવસ્થા કરી હતી. પણ અમદાવાદ એરપોર્ટ ઉપર વ્યવસ્થા ગોઠવાઈ નથી.
વિજિલન્સ તપાસ કરો
અદાણી હવાઈ મથકની મિલકતોના વેરા અંગે વિજિલન્સ તપાસ કરાવવા માંગણી કરી હતી. અધિકારીઓને પ્રમાણિકતાથી તામ કર્યું નથી. તથા તેઓને આકારણી કરતાં કોણે રોક્યાં છે તેની તપાસ થવી જોઈએ.
હવાઈ મથક પર 15 રુપિયાની ચા 150 રુપિયામાં ખરીદે છે. પાર્કિંગ ફી ચૂકવતા હોય તો તેવા કિસ્સામાં એરપોર્ટની આકરણી કરીને તેમાં જેટલી મિલકતો ભાડે આપવામાં આવેલી હોય તેવા કિસ્સામાં તેના ભાડુઆતના નામ સાથે ભાડુઆત તરીકે બમણો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માંગણી કરી હતી. બોર્ડમાં જણાવાયું હતું.
દેવાદાર અદાણી
એરપોર્ટનો રૂ. 22.56 કરોડનો મિલકત વેરો વસૂલ કરવા અદાણીને નવેમ્બર 2020માં નોટિસ પાઠવી હતી. છેલ્લા 10 વર્ષથી એરપોર્ટ ટર્મિનલનો ટેક્સ બાકી હતો. અઢી કરોડ જેટલો ટેક્સ ભર્યો હતો. 22.56 કરોડનો ટેક્સ બાકી હતો.
અદાણીનો બચાવ
અદાણીની સામે પગલાં લેવાના બદલે રેવન્યુ સમિતિના અધ્યક્ષ જૈનિક વકીલે વિપક્ષને પાકિસ્તાનના એજન્ટ કહ્યાં હતા. કોંગ્રેસ વિદેશી હાથો બની રહી છે. દેશમાં આર્થિક તંત્રને ખોટ આપવાનું કામ કોંગ્રેસ દેશમાં કરી રહી છે.
માફી માંગી
ભોજન બાદ મળેલા સત્રમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ અને જૈનિક વકીલે અદાણીના એજન્ટ શબ્દ મુદ્દે માફી માંગી હતી. શહેઝાદ પઠાણે ભાજપ નેતા જૈનિક વકીલને અદાણીના એજન્ટ કહ્યાં હતા.10 વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં પાઇપલાઈન મારફતે રાંધણ ગેસ પુરો પાડતી અદાણી ગેસે સિક્યોરિટી ડિપોઝિટના નામે રૂ. 500 કરોડની ઉઘાડી લૂંટ કરી હતી.
ગંભીર આરોપો પછી કોઈ શરમ રાખ્યા વગર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરીને અરાઈવલ પીક અપ ઝોન બનાવાયો છે. F&B, રિટેલ, રિલેક્સિંગ આઉટલેટ્સ 2023થી બનાવાયા હતા.
સ્પોર્ટસ સંકુલનું સ્કેમ
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા સ્પોર્ટ્સ સંકુલ અદાણીને સોંપવા 17 જૂલાઈ 2023માં નિર્ણય લેવામાં આવ્યો હતો. સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજની વચ્ચે એનઆઈડીના પાછળના ભાગે અને પૂર્વકાંઠે દધીચી બ્રિજ અને ગાંધી બ્રિજ વચ્ચે રૂ. 16 કરોડના પ્રજાના પૈસે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.પૂર્વ કિનારે બનેલું સંકુલ 9 કરોડની કિંમતે બનેલું હતું.
છેલ્લા દોઢ વર્ષથી તૈયાર પડેલા સંકુલનું ખાનગીકરણ કરવા સામે વિરોધ હતો. 1.5 કરોડના વાર્ષિક ખર્ચે અદાણીને આપવાનું નક્કી કરાયું હતું. વર્ષ 2036માં સંભવતઃ યોજનાર ઓલોમ્પિકને ધ્યાનમાં રાખીને તૈયાર સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરાયું હતું.
જેમાં વોલીબોલ,બાસ્કેટબોલ,ટેનિસ,સ્કેટિંગ, ઇન્ડોર ગેમ્સ માટે ટેબલ ટેનિસ, એર હોકી સાથે આઉટડોર જિમ છે.
સ્પોર્ટ્સ સંકુલ 37040 ચોરસ મીટર વિસ્તારનું છે. જેમાં 4 ક્રીકેટની પીચ, 5 ટેનીસ કો્ર્ટ, 4 ટેબલ ટેનિસ કોર્ટ, 4 મલ્ટીપલ સ્પોર્ટસ કોટ, સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડ, 800 મીટર જોગીંગ ટ્રેક, યુટીલીટી બીલ્ડીંગ અને ટોયલેટ બ્લોક છે.
પૂર્વ કાંઠાનું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ 7503 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. જેમાં 5 ક્રીકેટ પીચ, 2 બાસ્કેટ બોલ-વોલીબોલ કોર્ટ, 320 મીટર જોગીંગ ટ્રેક અને ચિલ્ડ્રન એરિયા છે.
મોદી અને અમિત શાહે અહીં અનેક સફળ અને નિષ્ફળ પ્રોજેક્ટ શરૂ કર્યા હવે અદાણીને આપી દેવામાં આવી રહ્યાં છે.
કચરા કૌભાંડ
અમદાવાદ 15મા ક્રમે આવ્યું તે નામોશી હતી. જાન્યુઆરી 2024માં શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા અમદાવાદની સરકારે વાયબ્રન્ટ ગુજરાતમાં 4 કંપનીઓ સાથે રૂ. 414 કરોડના કરાર કર્યા હતા. જેમાં એક અદાણી છે. જેનો હિસ્સો આમાં 50 ટકા છે. જેમાં 800 ટન ઘનકચરામાંથી બાયો સી.એન.જી. બનશે.
અમદાવાદમાં ઘન કચરાના પ્રોસેસીંગ માટે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા 500 ટન ઘનકચરામાંથી બાયો સી.એન.જી., બાયો ફર્ટિલાઈઝર બનાવવા રૂ. 200 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપવાનો છે. બીજી એજન્સીઓ દ્વારા કચરામાંથી કોલસો બનાવવા, વરાળ બનાવવા તેમજ છાણ, કીચન વેસ્ટના પ્રોસેસીંગ પ્રોજેકટ માટે પ્લાન્ટ નાંખશે.
આમ ચાર એજન્સીઓ સાથે એમઓયુ કરાયા હતા. ‘માય સિટી, માય પ્રાઈડ’ સૂત્ર આપ્યું છે.
અદાણી નહીં તો કોઈ નહીં
2022માં અમદાવાદ શહેરમાં 300 ટીપીડી કેપેસીટીનો બાયો સીએનજી પ્લાન્ટ બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ઇન્દોરની કોપી અમદાવાદમાં કરી હતી. પિરાણા ખાતે રૂ.5 હજાર કરોડની 14 એકર જમીન આપવાની હતી. જેમાં ત્રણ કંપની ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી., અદાણી ટોટલ ગેસ લી. અને સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. ટેન્ડર ભર્યા હતા. જેમાં અદાણી ટોટલ ગેસ લી. ક્વોલીફાઈડ ન થઈ. તેથી ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનને કામ આપવાનું હતું. મહિને રૂ. 14.51 લાખની રોયલ્ટી મળવાની હતી.
પણ ટેન્ડરમાં અદાણીને ટેન્ડર ન લાગતાં આખી દરખાસ્ત જ અભરાઇએ ચડાવી દેવાઇ હતી.
ઓર્ડર પર અદાણીને ગેસનો કુલ નફો મળે છે.
અમદાવાદી નફો
18 સપ્ટેમ્બર 2023માં અદાણી કંપનીએ ચોખ્ખા નફામાં રૂ. 173 કરોડના વાર્ષિક ધોરણે 8% વૃદ્ધિ નોંધાવી હતી. જેમાં બાયોપ્લાંટનો ઓર્ડર મળ્યો હતો. ઓર્ડરની અંદાજિત કિંમત રૂ. 130 કરોડથી રૂ. 150 કરોડ હશે, કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. આદેશનો અમલ 20 વર્ષથી કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
અદાણી પાર્ક
અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તાર અને અમિત શાહના ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં બાયોડાયવર્સિટી પાર્ક અદાણી ટોટલ ગેસ બનાવવા બે વર્ષ પહેલાં નક્કી કરાયું હતું.
વાર્ષિક 1536 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન થવાનો હતો. 21 માર્ચ 2022 વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બાયો-ડાયવર્સિટી પાર્કની શરૂઆત નિમિત્તે અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીના પ્રતિનિધિઓ દ્વારા વડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પાર્ક બનાવવા માટે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરાશે.
મેડિકલ કોલેજ કૌભાંડ
અદાણીને આખી હોસ્પિટલ
અમદાવાદ સરકારની વીએસ હોસ્પિટલ અદાણી આપી દેવા માટે વિપક્ષ દ્વારા નેતાનો આક્ષેપ સપ્ટે્બર 2022માં કરાયો હતો.
હોસ્પિટલ ધીમે ધીમે બંધ કરવાનું નાટક ક્યારનું ચાલી રહ્યું હતું. જેથી અદાણીને આપી શકાય.
1600 જેટલા બેડ વિશાળ આધુનિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ કેટલા સમયથી દર્દી સંખ્યા ઓછી પણ જોવા મળી રહી છે. આવનાર સમય આ હોસ્પિટલ અદાણી સોંપી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે.
ગરીબો માટે મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું સ્વપ્ન, અમદાવાદની ઓળખ સમાન, ગરીબોની જીવાદોરી અને વિશ્વ પ્રસિધ્ધ વીએસ હોસ્પિટલને બંધ કરવાનુ કાર્ય કરવામા આવી રહ્યું છે. જેને કારણે લાખો ગરીબોને મળતી આરોગ્યની સેવાથી વંચિત કરવામા આવી રહ્યા છે.
એનએચએલ મેડીકલ કોલેજને ખાનગી કરી મેડીકલની સીટોનો વેપાર કરવા આખી માયાજાળ ગોઠવવામા આવી છે. તેના માટે વીએસ હોસ્પીટલને બંધ કરી પોતાના માનીતા અને જાણીતા અધિકારીઓને મેટમા ગોઠવીને આ આખું ષડયંત્ર પાર પાડવામા આવ્યુ છે. મેડિકલ કોલેજ માટે એસવીપી હોસ્પીટલ પોતાના માનીતા અદાણીને પધરાવી દેવાનુ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવી આશંકા દેખાઇ રહી છે.
કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃતિ લેવાની ગોઠવણ ક૨વામા આવી છે. મેટમા ઇન્ચાર્જ ડે.ડાયરેક્ટર તથા ઓએસડીના વધારાના ચાર્જ સાથે ફરજ નિભાવતા અધિકારી આશિષ આર.રાજા સ્વૈચ્છિક નિવૃતિ લઈને અદાણી ખાતે નોકરી સ્વીકારેલી છે. આ ગોઠવણના ભાગ સ્વરૂપે જ સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારેલ છે જે દશાવે છે કે કોઇ સુનિયોજીત યોજનાનુ આયોજન કરવામા આવ્યુ છે.
જન આંદોલન કરવાની ચીમકી વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલના સમયમા ભાજપ સ૨કારની નિતી રહી છે કે પ્રજાના ટેક્ષના કરોડોના ખર્ચે કોઇપણ વ્યવસ્થા ઉભી કરવી જેમ કે મલ્ટીલેવલ પાર્કીંગ, જીમ્નેશીયમ, ટેનીસ કોર્ટ, સ્વીમીંગપુલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને ત્યારબાદ મેનેજમેન્ટના કરી શકવાનુ બહાનુ કાઢી પોતાના માનીતા લોકોને PPP ધોરણે આપી કરોડોની કમાણી કરવાની ગોઠવણ ઉભી કરવામા આવે છે.
પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આખા અમદાવાદ શહેરમાં જનઆંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.