Gujarat: ગુજરાતના સોમનાથ પાસે નાનકડા ગામમાં ખેડૂતે પોતાની કેસર કેરીમાં જીવાતોને ભગાડવા અને આંબાને આરોગ્ય આપવા માટે વાવડીંગનો ધૂપનો સફળ પ્રયોગ કરીને કૃષિ વિજ્ઞાનીઓને અચરજમાં મૂકી દીધા છે. ગુજરાતમાં 25 વર્ષથી ધૂપની સારવાર પાક પર કરવામાં આવી રહી છે.
સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામમાં 64 વર્ષના ખેડૂત લાલજીભાઈ રવજીભાઈ બુહા વાવડીંગના ધૂપથી ખેતીના નુકસાનકારક જીવોને સાફ કરે છે. તેમના ખેતરમાં આંબાના 1400 વૃક્ષો છે તેમાં ધૂપથી ઉત્પાદન વધે છે એવો દાવો લાલજીભાઈનો છે. તેમની મીઠી મધ જેવે સુગંધીદાર કેસર કેરી ગુજરાતના 8 મોટા શહેરો અને દેશના 12 શહેરોમાં સામાન્ય ભાવથી વેચે છે.
12 વર્ષથી તેઓ આંબામાં ધૂપ કરે છે. બીજા ખેડૂતો રાસાયણિક જંતુનાશકો 9થી 10 વખત આંબાના વૃક્ષ અને કેરી પર છંટકાવ કરે છે. પણ આ ખેડૂત ધૂપની સાથે જંતુઓના મારવા માટે વનસ્પતિજન્ય ઉકાળો બનાવીને આંબા પર છાંટે છે. ઘણું મહેનતનું કામ છે. કારણ કે તે ઘણી વખત રાતના પણ કરવું પડે છે.
અજમો, હિંગ, અરીઠા નાંખે છે.
કોકડવડ, પીળાશ દૂર કરે છે. સાંજના સમયે ખેતરમાંથી મચ્છી દૂર થઈ જાય છે.
વનસ્પતિમાં કીટનાશી ગુણધર્મ
વિશ્વમાં 1005 જેટલી વનસ્પતિ એવી મળી આવે છે કે જે, કીટનાશકનો ગુણધર્મ ધરાવે છે. કીડા મારી નાંખે છે. જે પૈકી 384 જાતની વનસ્પતિમાં એન્ટીફિડન્ટ, 297 જાતિમાં પ્રતિકર્ષણ (રીપેલન્ટ), 27 જાતમાં અનુકર્ષણ (એટ્રેકટન્ટ) અને 31 જાતોમાં કીટકના શરીરની વૃદ્ધિ અટકાવવાના ગુણધર્મો જણાયા છે. આમ વનસ્પતિમાં જીવાતની વસતિને વધતી અટકાવવા માટેના કુદરતી રસાયણોનો પુષ્કળ ખજાનો રહેલો છે.
વાવડીંગનો ધૂપ
વહેલી સવારે દિવસ આથમવાના સમયમાં જ્યારે હવા સ્થિર હોય ત્યારે લાલજીભાઈ ધૂપ કરે છે. કોઈ ફળમાં જેનો ધુંમાડો કરે એટલે ક્વોલોટી સારી બને અને મીઠાશ વધે છે. ગાયના અઢાયા છાણ ભેગા કરી તેમાં અગ્ની પ્રગટાવીને બે હારની વચ્ચે ચાલતાં જઈએ છીએ. વાવડીંગ નાંખતાં જઈએ અને ચાલતાં જઈએ છીએ. જે ધૂમાડો આંબા અને કેરીના ફળને સ્પર્શ કરે છે. જે રોગ અને નકામની જીવાતોને કાઢી મૂકે છે.
વાવડીંગ શું છે ?
આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ અને બેન્ઝિનમાં દ્રાવ્ય હોય છે.
વાવડીંગ વિભિનન રોગો, કૃમિ મટાડે છે. ઉત્તમ કૃમિનાશક, બળપ્રદ, બળ આપનાર, વજન વધે છે, રંગ સુધરે છે. દ્વિદળી
વાવડીંગ પાંચ ફૂટ જાડી ક્ષુપ આકારની વેલ છે. તેના પાન પાંચ આંગળ લાંબા તથા ત્રણ આંગળ પહોળા હોય છે. તેનાં પર આવતાં ફળના ગુચ્છનને વાવડીંગ કહે છે. વાવડીંગ કૃમીનાશક છે. પહાડી પ્રદેશોમાં થાય છે. તેની શાખાઓ પાતળી હોય છે અને પર્ણો ગ્રંથિમય અને ઉપનલયી ભાલાકાર હોય છે.
ઔષધ (શુષ્કતાને આધારે) એમ્બેલિન 2.5 %થી 3.1 %, ક્વિર્સિટોલ 1.0 % અને મેદીય ઘટકો 5.2 %; ક્રિસ્ટેમ્બિન, રાળ, ટેનિન અને અલ્પ જથ્થામાં બાષ્પશીલ તેલ ધરાવે છે. પટ્ટીકીડા સામે અસરકારક હોય છે, પરંતુ સૂત્રકૃમિ કે અંકુશકૃમિ સામે અસરકારક નથી. આલ્કોહૉલીય એમ્બેલિન રેશમ અને ઊનને રંગ આપે છે. તેમાં ગુણધર્મોમાં અળસી અને સરસવ જેવું ઘેરા રંગનું મેદીય તેલ છે.
તેનાં મૂળ અને છાલનો સ્વાદ કડવો હોય છે. તેના ગુણ સિંકોના(તેની છાલમાંથી ક્વિનાઇન નીકળે છે)ની છાલ જેવા હોય છે.
વાવડિંગના લાલાશ પડતા મરી જેવા દાણા હોય છે. નવજીવન આપવામાં પણ તે સારો ભાગ ભજવે છે. વિશ્વના બધા વૈદ્યો, હકીમો, હોમિયોપેથ અને એલોપેથ ડોકટરો તેનો ઉપયોગ કરે છે. તે ખુશ્બોદાર હોય છે. કૃમિ, શૂળ, રોગનો નાશ કરે છે. જાતે ઉભા રહીને કરાવીએ છીએ. લાલજીભાઈ આ અંગે માર્ગદર્શન 927418451 આપે છે
ઝેર તો પીવડાવ્યા જાણી જાણી
લાલજીભાઈ કહે છે કે, ઝડપી યુગમાં મહેનત કરવી ગમતી નથી. જમીન બંજર થતી અટકે, જમીન સુધરે. કુદરતે ખેડૂત બનાવ્યા છે તેથી અમને અદિકાર નથી કે બીજાની થાળીંમાં ઝેર પીરસીએ. લોકોને સારું ખાવાનું મળે છે. ઘરના વિચારો સારા થાય. મારા ઘરનું વાતાવણ સારું છે. મારા પુત્રવધુ આવી મહેનત કરે છે. બધા હોંશે હોંશે કામ કરે છે, આ જ કુદરતની કૃપા છે. પાલેકર પ્રમાણે કામ કરૂં છે. પંચગવ્ય, ઉકાળાનો ઉપયોગ કરું છું. આરોગ સુધારો પણ ડોલર નહીં પણ દેશનું આરોગ્ય સુધારવું પડશે. તેથી મારી કેરી હું ક્યારેય નિકાસ કરવા વેપારીઓને આપતો નથી. નિકાસ કરવા માટે મને કેટલાંક વેપારીઓએ કહ્યું હતું તેમને મેં ના પાડી દીધી છે.
ઉકાળાના પ્રયાગો
કડવી કે દુર્ગંધી
લાલજીભાઈ કહે છે કે, ધતુરો, સીતાફળી, લીમડો, પપાયાના પાન, જામફળીના પાન, એરંડાના પાન, કરંજ પાન – કોઈ ફણ 5 વસ્તુનો ઉપયોગ કરે છે. તે મોટાભાગે કડવી હોય છે. કિલોએ 3 લિટર ગૌમૂત્રમાં અનેક વનસ્પતીઓનો ઉકાળો બનાવીને છાંટે છે.
વનસ્પતીને ખાંડી ઉકાળી નાંખીને બે ત્રણ ઉફાણ આવી જાય એટલે ઉતારીને ગાળીને છંટકાવ કરવામા આવે છે. પ્રમાણ હજાર લીટરે 20થી 25 લિટર ઉકાળો નાંખે છે. એક કિલોએ 3 લિટર પાણી નાંખીને ઉકાળો બનાવે છે.
જીવાતોમાં ફાયદો રહે છે. એક થી બે વખત સીઝનમાં આ રીતે ઉકાળો કરીને નાંખે છે.
રોગજીવાત દૂર કરવા માટે રાસાયણીક દવાઓનું 10 વીઘામાં 25 હજારનું જંતુનાશક દવાનું ખર્ચ આવે છે. પણ ધૂપ અને ઉકાળો તો સાવ મફતમાં થઈ જાય છે. અહી તેઓ પહેલો નફો બચત કરીને કરે છે. મધીયા નામનો રોગ ત્યારે ઉકાળા છાંટે છે. હવે ઘણાં ખેડૂતો છાંટવા મંડ્યા છે.
સુદર્શન ચૂર્ણ ઉકાળો
સુદર્શન ચૂર્ણમાં મુખ્ય કરિયાતુ અને કડુ ઉપરાંત ગળો, લીમડાની અંતછલ, ભોંયરીંગણી, પિત્ત પાપડી, મોથ, કાળો વાળો, વાવડીંગ વગેરે કડવાં દ્રવ્યો હોય છે. તેનો ઉપયોગ થાય છે. ચેપી રોગ – રોગપ્રતિકાર શક્તિ વધારવા, ચેપી રોગ સંતરા, છોડાનો પાઉડરના ઉપયોગથી ચેપ લાગતો નથી. કૃમિ નાશક દવા બનાવવાની 80 વસ્તુઓ કોઈ પણ ઉપયોગ કરી શક્યા છે.
લીમડાના પાન, બી, તેલ,છાલ ઉપયોગી છે.
પપૈયાનાં કાચા ફળ, બી અને પાન,
દાડમની છાલ, છોડ, મૂળ
તલ કે તલનું તેલ
સરગવો – પાન – સીંગ કે પંચાંગ કામ આપે છે.
એરંડી – તેલ, પાન, છોડના પંચાંગ
ધતુરો – ધતુરો ગરમ અને ઝેરી છે, ધતુરાનાં પાન, ફળ અને બી સારા કામ આપે છે.
આંકડો – આંકડાનું દૂધ , પાન, પંચાંગ ઉપયોગી છે.
સીતાફળ ખૂબ જ ઠંડાં છે
અરડૂસી – અરડૂસી ક્ષય છોડમાં ખૂબ સારી છે. પાન અને પંચાગનો ઉપયોગ થાય છે.
કીડામારીના છોડ, મામેજવો, મેથીઅરણી, આવળ, હરડે, અજમો, નારંગી, હિંગ, સંચળ, સુંઠ, લવીંગ, હળદર, લાંબી સોગટી, મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠઉપલેટ, લોધર, મન:શીલ, કરંજનાં બી, કુવાડિયાનાં બી, કઠ કે ઉપલેટ, પુંવાડિયાનાં બીજ, ગંધબીરોજા, ત્રિકટુ ચૂર્ણ, દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણ, તલના છોડનો ક્ષાર , સૌવીરાંજન, સિંધવ, સરસવનાં બીજ, ગેરુના પાઉડર, તુલસીના પાન – મૂળ – પંચાંગ, બાવચીનાં બીજ, હરતાલ, હીરાકસી, ગરમાળો, કરંજ, થોર, ચમેલી, કુવાંર પાઠું, ભાંગરો, છાસ, દૂધ, ભિલામો, કંપીલો, રેવંચી , શણનાં બી, લીંબુ – પાન, કપીલો,નાગમોથ, દીકામાળી, કારેલી અને પાન,ખાખરાનાં બી, કારેલાં, અનનાસ, કસુન્દ્રો, વડવાઈના અંકુર છે.
નવસારી કૃષિ યુનિવર્સિટી
રોગ જીવાતના નિયંત્રણ માટે વાનસ્પતિક દવાઓની અસરકારકતા વિશે માહિતી આપતા જણાવે છે કે વનસ્પતજિન્ય કીટનાશી ઔષધો લીમડો, તમાકુ, સીતાફળ, આંકડો, ધતૂરો, અરડૂસો, પીળીકરેણ, લેન્ટેના, ડમરો, સેવંતી, ફૂદીનો, લાલ અને સફેદ ચિત્રક, સુવા, નાગચંપો, દારૂડી, વાવડીંગ, વછતાગ, ડેરીસ, વેલાબીવલા, મત્સ્યગંધા, કડવા ગીલોડા, નારંગી, કાળા મરી વગેરે વનસ્પતિમાં જોવા મળે છે. આ વનસ્પતિમાંથી મળતી ઔષધો જીવાત નિયંત્રણનું ગુણધર્મ ધરાવતી હોવાનું સંશોધનો દ્વારા પૂરવાર થયું છે.
શાકભાજીમાં કેટલાંક સંશોધનો
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા, વાનસ્પતિક જંતુનાશકો અંગે શાકભાજીના પાકો ઉપર ઉપયોગી સંશોધનો હાથ ધરાયા છે. તુવેરની જીવાતોના અસરકારક નિયંત્રણ માટે પાકમાં 50 ટકા ફૂલ બેસે ત્યારે 5 ટકા લીંબોડીના બીજ વાપરવાનું કહે છે.
રીંગણ
લીમડા અંગે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા રિંગણીના પાકમાં મોલો, તડતડિયા, સફેદ માખી અને ડૂંખ તેમજ ફળ કોરી ખાનાર ઈયળના અસરકારક નિયંત્રણ માટે લીમડાના મીંજનું 3 ટકા પ્રવાહી મશિ્રણનું છંટકાવ કરવાની ભલામણ કરાઈ છે. ટામેટીના પાન કોરિયાના અસરકારક અને કાર્યમાં નિયંત્રણ માટે જ્યારે જ્યારે જીવાતનો ઉપદ્રવ જણાય ત્યારે લીમડાના મીંજના પાંચ ટકાના પ્રવાહી મશિ્રણનો છંટકાવ કરવાની ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે.
ગફૂરભાઈ
જુનાગઢના કુરેશી બાગના ગફૂરભાઈ તેના આંબાના બગીચામાં લોબાન અને ગુગળનો ધૂપ કરે છે. મોલમાં જો કોઈ રોગ, મોલો, મસી, લીલી ચૂસિયાં, તડતડિયાંનો 80 ટકા સાફ થઈ જાય છે. બાકીના 20 ટકા તો પરોપજીવી જીવો ખાય જાય છે. ઘણાં પશુપાલકો તેના કોઠમાં પશુઓની માખી અને મચ્છર દૂર કરવા ધૂપ વાપરે છે.
વિચારો
પાટણ અને માઉંટ આબુના ખેડૂત મગનભાઈ મનોરભાઈ પટેલ ખેતરના છોડ સાથે તેઓ પોતાના વિચારો મોકલી શકે છે. શુભ સંદેશ મોકલે છે. હકારાત્મક વિચારો મોકલે છે. તેમના આ વિચારોની સીધી અસર છોડ પર થતી હોવાનો તેમનો દાવો છે. આબુની બ્રહ્રમાકુમારીના 15 વીઘા ખેતરમાં અને પોતાના પાટણના ખેતરમાં હાલ પ્રયોગો કરે છે.
છોડ પીળો પડી ગયો હોય કે નબળો હોય તો તે તેને પોતાના ભાવાત્મક વિચારો તેને આપે છે. તેના પ્રત્યે હેત રાખે છે. છોડ અંગે સારા વિચારો કરે છે. આમ કરવાથી નબળા છોડ સારા થઈ જઈને લીલા થઈ જતાં હોવાનું તેમનું કહેવું છે. યૌગિક ખેતીથી છોડના મૂળમાં પણ ફેરફાર થાય છે. ગુજરાતની બે યુનિવર્સિટી યૌગિક ખેતી અંગે સંશોધન કરી રહી છે. જોકે, ઘણાં લોકો વનસ્પતિ સાથે સીધો સંવાદ કરી શકે છે.
ડો.અશોક શાહ
વલસાડમાં ડો.અશોક શાહ પણ પોતાને ત્યાં આવતાં લોકો અંગે અશોક વૃક્ષ સાથે સંવાદ કરીને આવનાર વ્યક્તિના ઈરાદો જાણી શકે છે. છોડની હિલચાલ નોંધ કરતાં વૈજ્ઞાનિક સાધનોમાં પણ વિશ્વમાં ઘણી જગ્યાએ એવું નોંધાયુ છે કે, માણસ જ્યારે એક છોડને ઉખેડી ફેંકે છે, ત્યારે તે છોડ નજીકનો છોડ પેલા વ્યક્તિને ઓળખી શકે છે. બીજી વખત આ વ્યક્તિ ઉખેડી નાંખેલા છોડની જગ્યાએ જાય છે ત્યારે તેને પેલો છોડ ઓળખી કાઢે છે અને તેના ભયના કંપનો વ્યક્ત કરે છે