Gujarat: રાજકોટના ટોલનાકા પર ખારેક વેચાય છે. તે હરીપર ગામ અને આસપાસના ગામની ખારેક અહીં વેચાવા આવે છે. તે પૈકીના એક ખેડૂત રાજકોટના પડધરી તાલુકાના હરીપર – ખારી ગામના 72 વર્ષના ખેડૂત ખોડાભાઈ નાનજી ડોબરીયા કુલ 6 હેક્ટર જમીનમાં રાજકોટમાં બારાહી ખારેકની ખેતી કરે છે.
તેઓ મુંદરા કચ્છથી એક રોપાના રૂ. 2500ના ભાવે લાવેલા આજે એક રોપાનો ભાવ રૂ. 4 હજાર છે.
ખોડાભાઈ કહે છે કે, 3 વર્ષે ફાલ આવે છે. વૃક્ષનું 70થી 80 વર્ષ આયુષ્ય છે. રોગ આવે તો તેના થડને જીવાત ખાઈ જાય તો ઝાડ પડી જાય છે. સૌરાષ્ટ્રમાં દર 3 વર્ષે એક વખત વરસાદના કારણે ખારેક નિષ્ફળ જાય છે.
કિલોનો છૂટક રૂ.100 ભાવ મળે છે. વેપારી જથ્થાબંધ લઈ જાય તો તેને 20-30 ટકા ઓછા ભાવે આપે છે.
1 એકરમાં 50 ઝાડ આવે છે. 9 વીઘામાં ખારેક છે. 150 કિલો એક ઝાડમાં ખારેક આવે છે. કાંટા વાળું ઝાડ હોવાથી બગીચામાં કામ કરનારા અનુભવી માણસો જોઈએ. સારો બગીચો. ક્વોલીટી સારી છે. તેથી પુરસ્કાર પણ મળેલો હતો. ઋતુ જૂન જૂલાઈમાં પાક આવે છે.
બારાહી ખારેક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉગાડા છે જે, ખાવા માટે ઉત્તમ છે. ખજૂરની જાત ખાવામાં નથી ચાલતી. સૌરાષ્ટ્ર કે કચ્છમાં ખજૂરની જાત થતી નથી. ઓછો વરસાદ અને સુકો વિસ્તાર સારો છે. રાજકોટમાં ઘણાં બગીચા છે. ભેજવાળા અને વધારે વરસાદ વાળા વિસ્તારમાં ખારેકના બગીચા નફાકારક નથી. 3 વર્ષે એક વર્ષ વરસાદના કારણે નુકસાન થાય છે.
દેશમાં સૌ પ્રથમ કચ્છમાં 425 વર્ષ પહેલા ખારેકની ખેતીની શરુઆત થયેલી. મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનાર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે. વડીલો અને પૂર્વજોના સવા ચારસો વર્ષ જૂના ખારેકની ખેતીના વારસાને આજેય ટકાવી બેઠેલા ખારેકની જન્મભૂમિ ધ્રબના પીઢ કિસાન હુસેનભાઈ તુર્ક છે.
ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદે ખજૂરનાં બી પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસિત થયા હતા, પ્રવાસીઓ હજ માટે મધ્ય-પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ જ્યાંથી તેઓ બીજ સાથે ઘણી સામગ્રી લાવતા હતા. એ પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ શાસકોના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ અરબ દેશોમાંથી ખજૂરના બીજ લઇ આવ્યા હોય.
જીઆઈ-ટેગ મેળવનારી કચ્છની પ્રથમ ખેત પેદાશ. ચેન્નઇ સ્થિત “ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્ડ ટ્રેડ-માર્ક્સ” તરફથી આ માન્યતા અપાઈ છે. કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે. તેમ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું.
દાવો
કચ્છના ખેડૂત ઉત્પાદક સંગઠન યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા દાખલ કરાયેલ અરજીને મંજૂર કર્યા પછી CGPDTની કચેરીએ આ મહિનાની શરૂઆતમાં 2 જાન્યુઆરી 2024માં કચ્છી ખારેકને જીઆઈનું પ્રમાણપત્ર આપ્યું હતું. ફળોના માર્કેટિંગ અને પ્રોસેસિંગ માટે નવા રસ્તાઓ ખુલશે. સંશોધન વૈજ્ઞાનિક સી એમ મુરલીધરન દ્વારા એપ્લિકેશનની દાખલ કરવામાં આવી હતી. જો કે, પાછળથી SDAU એક ફેસિલિટેટર બન્યું અને UFPCLને અરજદાર બનાવ્યું.
કચ્છની ખારેક GI ટેગ મેળવનાર ગુજરાતનું બીજું ફળ બની ગયું છે. સમગ્ર વિશ્વમાં કચ્છ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં તાજી ખજૂરની ખેતી, માર્કેટિંગ અને ઉપયોગ થાય છે. આ વિસ્તાર ભારતમાં ખજૂરની કુલ ખેતીમાં 85% થી વધુ હિસ્સો ધરાવે છે.
સંશોધન કેન્દ્ર
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુંદ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇંસ્ટિટ્યુટ ફોર એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા અપાવવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું દેશનું એકમાત્ર ખારેક સંશોધન કેન્દ્ર કચ્છના મુન્દ્રામાં 1978માં ધ્રબ ગામમાં 51 હેક્ટર જમીન પર આવેલું છે. ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે.
ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે ખારેકને જીઆઈ-ટેગ મળી છે.
50 લાખ વૃક્ષો
કચ્છનો 54 ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવે છે. રાજ્યનો 24% વિસ્તાર કચ્છ જીલ્લો છે. રાજયમાં સૌથી મોટો જિલ્લો છે. દેશમાં ખારેકની ખેતી માત્રને માત્ર કચ્છમાં જ થાય છે. 50થી 75 વર્ષ ખારેક વૃક્ષનું આયુષ્ય હોય છે. મુન્દ્રા તાલુકાના કંઠી વિસ્તારમાં ખારેકનું દેશના 70 ટકા જબ્બર ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 2008-09માં 19 લાખ હતા. આજે 50 લાખ ખારેકવા વૃક્ષો હોવાનો અંદાજ છે. કચ્છમાં બારહી ખારેકના એક લાખ વૃક્ષ છે.
મૂળ ઇરાકની પીળા રંગની `બારહી’ તરીકે ઓળખાતી મીઠી મધુરી ખારેક સૌથી વધુ વખણાય છે. કચ્છમાં બારહી ખારેકના એક લાખ વૃક્ષ છે, પરંતુ કચ્છમાં મોડેથી પાકતી હોવાથી આ પીળી ખારેકની મોસમ પ્રમાણમાં ટૂંકાગાળાની રહે છે. સૌરાષ્ટ્રમાં બારહી 10-15 દિવસ વહેલી પાકે છે. કચ્છની બજારમાં એક અઠવાડિયા કે 10 દિવસ પછી આવશે.
ખલાલ
કચ્છમાં ઉગાડવામાં આવતી ખજૂરની કાપણી ખલાલ અવસ્થાએ કરવામાં આવે છે, તે તબક્કામાં જ્યારે ફળ પરિપક્વ થઇ ગયુ હોય છે. ફળ લાલ કે પીળા થઈ જાય છે પરંતુ હજુ પણ કડક હોય છે. અન્ય દેશોમાં, જ્યાં સુધી ફળ નરમ અને ઘેરા બદામી અથવા કાળા રંગના ન થાય ત્યાં સુધી તેમને વધુ પાકવા દેવામાં આવે છે.
ઉત્પાદન
ખેડૂતો અને વૈજ્ઞાનિકોના કારણે કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે. પામ ડેટનું 2022-23માં 20,446 હેક્ટરમાં 1.90 લાખ ટન ખારેક પેદા થઈ હતી. ઉત્પાદકતા 9.31 ટન હેક્ટરે રહી હતી. કચ્છ 2023-24માં 59,065 હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જેમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, પપૈયા, જામફળ મુખ્ય છે. કચ્છી ખારેક “સુકા મેવાનું” સન્માન થયુ છે. બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે.
નવા પ્રકારની ખારેક
કચ્છમાં નવા જ પ્રકારની ખારેક જોવા મળી છે. સમાન્ય રીતે ખારેક પીળી કે લાલ હોય છે. પણ આ ખારેક અડધી લાલ અને અડધી પીળી છે. તેની મીઠાશ બીજી ખારેક કરતાં ઘણી સારી છે. કૃષિ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. કચ્છના નાગરિક રામજી વેલાણીએ જાહેર કર્યું છે કે, આજે કચ્છી મેવો દેશી ખારેકનું અપવાદ રુપ, રુપકડું અને નવાં જ સ્વરૂપનું ફળ જોવા મળ્યું. જે ઘણું સુંદર છે.
સંશોધન
યુનાઇટેડ નેશનલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 1983માં ઇરાન, ઇરાક અને સાઉદી અરેબિયાથી 20 જાતો ચકાસવા માટે કચ્છ લાવવામાં આવી હતી. જેમાંથી ઇરાકની બારહી અને હલાવી નામની ખારેકનું કચ્છમાં ઉત્પાદન કરવામાં સફળતા મળી છે. ઇઝરાયેલની મદદથી ભુજના લાખોંદ રોડ નજીક 10 એકરમાં ખારેક સંશોધન કેન્દ્ર 2018થી બને છે. ઇન્ડો-ઇઝરાયેલ વર્કપ્લાન સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર ડેટ ફાર્મ નામના આ પ્રોજેક્ટ માટે ભારત સરકારે રૂ.4.5 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. કચ્છનું હવામાન ખારેક માટે અનુકુળ છે.
ખારી જમીન અને ખારેક
ક્ષારયુક્ત – આલ્કલાઇન જમીન પર સફેદ રંગ જોવા મળે છે. પીએચ 8.5 કરતા ઓછું છે. જમીનમાં દ્રાવ્ય આલ્કલીની વિદ્યુત વાહકતા પ્રતિ મીટર દીઠ 4 ડેસી કરતા વધુ છે. સોડિયમની માત્રા 15% કરતા વધુ નથી. ભારતમાં ખેતી માટેની જમીનો ખારી થઈ રહી છે. તેમાં દેશની કુલ જમીનના 50 ટકા જમીન ગુજરાતના ખેડૂતોની છે. ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત જમીન મળીને કુલ 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. તે હિસાબે ગુજરાતના ખેડૂતોના ઉત્પાદનની ટેકાના ભાવે નુકસાન ગણવામાં આવે તો, 10 હજાર કરોડ રૂપિયાથી વધું થવા જાય છે.
ખારેકનો ગોળ
કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી.
ગોળ આખું વર્ષ બગડતો નથી
કાચની બોટલમાં ગરમ કરીને શીલ કરી દે પછી તેને 4 કલાક સુધી માઈન 24 ડિગ્રી બ્લાસ્ટ ફ્રિઝરમાં રાખીને બોટલ બહાર કાઢી લે છે. જે આખું વર્ષ ખરાબ થતો નથી. ગોળને વાપરવા માટે ખોલે એટલે પછી તે ઘરના ફ્રીજમાં રાખવો પડે છે. ગોળ પ્રવાહી જ બને છે. તેનું ભીલું નથી બનતું. કારણ કે કઠણ ગોળ બનાવવા જતાં તે ચીકણો થાય છે અને તેથી દાંતમાં ચોટી જાય છે.
ઈઝરાયના કારણે શક્ય બન્યું
દેશી ખાતેરકના જ્યુસ અને ગોળમાં રંગ અલગ આવે છે. પણ 2010 બારાઈ ખારેક ઈઝરાયલની આવી ત્યારથી તેનો જ્યુસ સારો બનવા લાગ્યો છે. 2018માં ગોળ બનાવવાની શરૂઆત કરી હતી. બારાહી મોડી પાક્તી હોવાથી આ પીળી ખારેકની મોસમ પ્રમાણમાં ટૂંકી રહેતી હોય છે. કચ્છમાં મુંદરા અને અંજાર “ખારેકના ગઢ” ગણાય છે. જો કે પાછળથી ભુજ, માંડવી, ભચાઉ, કુકમા, રેલડી સહિત વિવિધ ભાગોમાં વાવેતર છે. ચેન્નાઈ, મદ્રાસ, મુંબઈ , કોલકાતા સહિત એક હજાર કિલોમીટર અંતર સુધી પહોંચાડવી હોય તો ફાટી ગયેલી દેશી ખારેક ખરાબ થઈ જાય છે. બીજી તરફ પાકી ન હોવાથી બારહી ખારેક સલામત છે એટલે બારહીની બજારમાં બોલબાલા છે.
ભાવ
દેશી ખારેકના રૂ.10થી 200 સુધી ભાવ મળે છે. સારી ખારેક તો આપણા રણપ્રદેશમાં પાકે જ છે. કચ્છમાં થતા કુલ ઉત્પાદનના 50 ટકા ખારેક તૂરા સ્વાદવાળી અને ડૂચો વળે તેવી હોય છે. દેશી ખારેક બજારમાં રૂ.200થી રૂ.2000 સુધીના ભાવે વેંચાય છે. ભેજ ખારેકનો દુશ્મન છે, રૂ.350 કરોડનો કારોબાર થાય છે. સરકાર રૂ.2500 કિંમત ગણીને ટિસ્યુકલ્ચરના એક રોપા પર 1250 રૂપિયા સબસિડી આપે છે.
બાદરપુરા ગામ
બાદરપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત અને ખેતીવાડી વિભાગના નિવૃત્ત અધિકારી વિનુ પટેલના જણાવ્યા મુજબ પાંચ વર્ષના એક છોડ ઉપરથી 100 કિલો અને ત્રણ વર્ષના છોડ ઉપરથી 30 થી 40 કિલો ખારેક ઉતરવાની શક્યતા રહે છે. રાધનપુર-સાંતલપુર સૂકા વિસ્તાર હોવાથી અને જમીન-પાણી ક્ષારીય હોવાથી આ વિસ્તારો ખારેકના પાક માટે ઉત્તમ છે.
કામલપુર ગામ
કામલપુર ગામના નવયુવાન પ્રગતિશીલ ખેડૂત પિયુષ ચૌધરીના જણાવ્યા મુજબ ખારેકની સીઝન પુરી થાય એટલે પાળેલી દેશી કાંકરેજી ગાયોને ચરવા છોડી મૂકીએ છીએ, જેના કારણે તેમની ઊર્જા અને ખાતરથી ખારેક્માં મીઠાશ આવે છે, સાથે-સાથે ઉત્પાદન પણ વધુ મળે છે. નર્મદાના નીર આવતા ખેડૂતોની આવકમાં બમણો વધારો થાય તેવી તમામ શક્યતાઓ વધી ગઈ છે.
જગા ગામ
જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. વરસાદ માત્ર ૩૦૦ થી ૩૫૦ એમ એમ જેટલો ઓછો પડે છે. પાણી વપરાવાના કારણે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા છે. કઇંક નવું કરવાની ધગશ ધરાવતા સુરેશભાઈ સાવલિયાએ ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. પત્નીની મદદથી શરૂઆતમાં તેમણે કચ્છની દેશી ખારેકનું વાવેતર કર્યું હતું. પણ પછી ટીશ્યુ કલ્ચરથી એક ઝાડમાંથી સુરેશભાઈને 120 કિલો ખારેકનું ઉત્પાદન મેળવવાની સફળતા મેળવી છે. વર્ષે રૂ.7 લાખનું વેચાણ ખારેક અને બીજું એટલું જ વેચાણ અન્ય વસ્તુનું કરે છે.
ખારેક વાઈન
હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે. કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે. વાઈનમાં બહારથી કોઈ સ્પિરિટ કે આલ્કોહોલીક તત્વ નાંખવામાં આવતું નથી, કુદરતી આલ્કોહોલ છે. જે લોકો હાર્ડ લિકર નથી પીવા માગતા તેઓ 13% જેટલો આલ્કોહોલ ધરાવતાં ખારેક વાઈન પીવે છે.
ભારતમાં ખારેક
ભારતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળ અને અન્ય રાજ્યોમાં ગુજરાત ટોચના ઉત્પાદનમાં છે. 2018 માં, ભારતે વિશ્વના 40 દેશોમાંથી $ 248.88 મિલિયનની કિંમતની ખારેકની આયાત કરી હતી, જેમાં પાકિસ્તાન, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન અને ઓમાન ટોચના નિકાસકારો હતા. ભારત વિશ્વમાં ખજૂરનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને સદીઓથી તે ભારતીયોના ખોરાકમાં સ્થાન ધરાવે છે.
ખારેકની વિવિધ જાતો
દુનિયામાં ખારેકની ચાલીસેક જેટલી જાતો જોવા મળે છે. તે પૈકી કચ્છમાં બારહી, હલાવી, ખદરાવી, સામરણ, ઝાહીદી, મેડજુલ, જગલુલ, ખલાસ, સોપારો, ત્રોફો, ગુડચટી, અને જાકુબી નામે ઓળખાય છે.
મધ્ય પૂર્વનાં દેશો, આફ્રિકા અને કેલિફોર્નિયા વગેરે દેશોથી 40 જાતો ભારતમાં લાવવામાં આવી છે. જેમાં કચ્છ માટે બારહી, હલાવી, ખદરાવી, સામરાન, ઝાહીદી, મેડજુલ, જગલુલ અને ખલાસ જાતો છે. કચ્છમાં બીજ દ્વારા વાવે થાય છે. કચ્છમાં સારી જાતોને સોપારો, ત્રોફો, ગુળચટી, યાકુબી વગેરે નામથી ઓળખવામાં આવે છે. કચ્છમાં યાકુબી જાતનાં બગીચા મુન્દ્રામાં છે.
ધરતીકંપ પછી
ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હવે રણનો પ્રદેશ રહ્યો નથી. તે કુદરતી હરીયાળીથી ભરેલો પ્રદેશ બની ગયો છે. તેપણ ગુજરાતમાં સૌથી વધુ ફળ પકવતો વિસ્તાર બની ગયો છે. આ સિદ્ધિ માટે કૃષિ અને પર્યાવણ નિષ્ણાંતો માટે સૌથી મોટું આશ્ચર્ય છે.
કચ્છમાં ફળોના બગીચા
ગુજરાત સરકારે 2019-20ના જાહેર કરેલાં આંકડાઓ મુજબ કચ્છમાં 56761 હેક્ટર વિસ્તારમાં ફળો ઉગાડવામાં આવ્યા છે તે રાજ્યના કોઈ પણ જિલ્લા કરતાં વધું છે. આ વર્ષે વાવેતર વધ્યું છે અને 10 લાખ ટન ઉત્પાદન થાય એવી ધારણા છે. આ બન્ને બાબતોમાં કચ્છ બીજા વિસાતારો કરતાં આગળ નિકળી ગયો છે. કચ્છના ખેડૂતોએ મોટી સિદ્ધી મેળવી છે. સૌથી મોટી વાત તો એ છે કે, આખા સૌરાષ્ટ્રના 11 જિલાઓ જેટલા ફળ પકવે છે એટલા ફળ એકલું કચ્છ પકવે છે. કચ્છમાં 10 લાખ અને આખા સૌરાષ્ટ્રમાં 10 લાખ ટન ફળ પાકે છે. આમ સૌરાષ્ટ્ર આખાને કચ્છના ખેડૂતોએ હરાવી દીધું છે.
સામાન્ય રીતે ભરૂચ અને આણંદ કેળાના કારણે ગુજરાતમાં ફળો પકવવામાં આગળ રહેતાં હતા. પણ હવે આ બન્ને જિલ્લાઓના ખેડૂતો પાછળ રહી ગયા છે. ભરૂચમાં 18450 હેક્ટરમાં 9.95 લાખ ટન ફળો પાક્યા છે. જ્યારે આણંદમાં 22889 હેક્ટરમાં 9.73 લાખ ટન ફળ પાડ્યા છે. આમ આ બન્ને જિલ્લાઓથી કચ્છ આગળ નિકળી ગયો છે.
ઉત્પાદન
ગુજરાતમાં 1994-95માં 1.20 લાખ હેક્ટરમાં 23 લાખ ટન ફળ પાકતાં હતા. જે હવે 2021-22માં 4.40 લાખ હેક્ટરમાં 82.68 લાખ ટન ફળ પાકતાં હતા. 2022-23માં 4.49 લાખ હેક્ટરમાં 83 લાાખ ટન પેદા થઈ હતી. આ વર્ષોમાં 18 ટન હેક્ટરે ઉત્પાદકતાં રહી છે. કોઈ વધારો થયો નથી.
2023માં વિશ્વના દેશોમાં ખારેકનું ઉત્પાદન ટનમાં
ઇજિપ્ત – 1,747,715
સાઉદી અરેબિયા – 1,565,830
ઈરાન – 1,303,717
અલ્જેરિયા – 1,188,803
ઇરાક – 750,225
પાકિસ્તાન – 532,880
સુદાન – 460,097
ઓમાન – 374,200
UAE – 351,077
ટ્યુનિશિયા – 345,000