Ladakh Tour:
IRCTC Ladakh Tour: જો તમે મે મહિનામાં લેહ-લદ્દાખની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક સસ્તું અને અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે.
IRCTCએ લેહ-લદ્દાખની મુલાકાત લેવા માટે ખાસ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આના દ્વારા તમે ખૂબ જ ઓછા ખર્ચે બરફીલા પહાડોની મુલાકાત લઈ શકો છો.
IRCTC Ladakh Tour: પ્રવાસન ક્ષેત્રે, IRCTC ભારત અને વિદેશ માટે સમયાંતરે અલગ-અલગ ટૂર પેકેજ લઈને આવે છે. તાજેતરમાં IRCTC લેહ-લદ્દાખ માટે સ્પેશિયલ ટૂર પેકેજ લઈને આવ્યું છે. તેનું નામ એક્ઝોટિક લદ્દાખ છે.
આ પ્રવાસ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી શરૂ થશે. આ એક ફ્લાઈટ ટૂર છે જેમાં તમામ પ્રવાસીઓને મુંબઈથી લેહ સુધીની ફ્લાઈટ ટિકિટ મળશે.
તમે 20 થી 26 મે, 27 થી 2 જૂન, 10 થી 16 જૂન અને 24 થી 30 જૂન 2024 વચ્ચે આ પેકેજનો આનંદ માણી શકો છો.
આ સંપૂર્ણ પેકેજ 7 દિવસ અને 6 રાત માટે છે. લેહ-લદ્દાખ પ્રવાસમાં તમને લેહ, શામ વેલી, નુબ્રા, પેંગોંગ અને તુર્તુકની મુલાકાત લેવાની તક મળી રહી છે.
લદ્દાખના પ્રવાસમાં, તમને લેહમાં 3 દિવસ, નુબ્રાના કેમ્પમાં 2 રાત અને પેંગોંગ તળાવ પાસેના તંબુમાં એક રાત રહેવાનો મોકો મળશે. આ પેકેજમાં પ્રવાસીઓને 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનરની સુવિધા પણ મળી રહી છે.
આ સંપૂર્ણ પેકેજમાં પ્રવાસીઓને સ્થાનિક ટૂર ગાઈડ અને ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવશે.
લેહ-લદ્દાખ પેકેજમાં તમારે સિંગલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ રૂ. 64,500, બે લોકો માટે રૂ. 59,500 અને ત્રણ લોકો માટે રૂ. 58,900 ચૂકવવા પડશે.