Gujarat: ભારતમાં લોસસભાની ચૂંટણી પૂરી થતાં નવી સરકાર જો ભાજપની બનશે તો દેશ સરમુખત્યારશાહીમાં ફેરવાઈ જવાનો છે. 2018થી તો સરમુખત્યારશાહી પગ કરી ચૂકી છે. હવેનો સમય ખતરનાક હોઈ શકે છે. તેમાં ગુજરાતમાં લોકશાહીને ખતમ કરવા માટેની 10 જેટલી સ્વતંત્ર સંસ્થાઓ હવે સત્તાની એડી નીચે આવી ગઈ છે. ત્યારે આ અહેવાલ આગામી સમયમાં શું થવાનું છે તેની ઝસક આપે છે.
વી-ડેમ અહેવાલમાં કુલ 60 દેશોમાં આપખુદશાહીનું મોજું નોંધનીય હોવાનું કહે છે. 9 દેશ આવા છે કે જ્યાં લોકશાહી હતી પણ હવે સરમુખત્યારશાહી આવી ગઈ છે. જેમાં ભારત 200 દેશમાં સરમુખત્યારશાહીમાં 10 દેશોમાં સ્થાન પર આવીને ઊભું છે. જે લોકો અને લોકશાહી માટે મોટો ખતરો છે. આ ખરતો જોઈ ગયેલાં અનેક લોકો કાંતો મૌન બની ગયા છે કાંતો દેશ છોડીને જતાં રહ્યાં છે.
42 દેશોમાં 2.8 બિલિયન લોકો અથવા વિશ્વની વસ્તીના 35% લોકો વસે છે, ત્યાં નિરંકુશતા ચાલુ છે.
ભારત, વિશ્વની 18% વસ્તી સાથે, નિરંકુશ દેશોમાં રહેતી લગભગ અડધી વસ્તી ધરાવે છે. એવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ભારત હવે જીમ – ક્રો સિદ્ધાંતનો અમલ કરશે જેનું નવું નામ સંઘ ક્રો આપી શકાય તેમ છે. જેમાં હિંદુ વધારે હિંદુ બનાવીને એક ચોક્કસ વર્ગને કચડી નાંખવાની થિયરી છે.
V-Dem ઇન્સ્ટિટ્યૂટનો ડેમોક્રેસી રિપોર્ટ-2024, જેનું શીર્ષક છે ‘લોકશાહીની જીત અને હાર બેટેલથી. 2023 માં, ભારત ટોચના 10 દેશોમાં સરમુખત્યાર તરીકે સામેલ થયું છે. જ્યાં લોકશાહી પોતે જ એક રીતે, તે સરમુખત્યારશાહી અથવા નિરંકુશ શાસન પ્રણાલી છે.
ગુજરાતમાં એક પણ અખબાર કે એક પણ ટેલિવિઝનના માલિકો નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીકી કરી શકતાં નથી. વાંચકો આ બે નેતાની ટીકા ક્યારે થઈ તેના હવે સમાચારો વાંચવા કે જોવા મળતા નથી. મોદી અને શાહ દ્વારા ગુજરાતમાં અનેક રાજકીય નિર્ણયો પ્રજાતંત્ર વિરોધમાં લાવામાં આવ્યા છે છતાં તેના અહેવાલો સમાચારમાધ્યમોમાં આવતાં બંધ થઈ ગયા છે. આ બે નેતાને જે સમાચાર ગમે છે તેજ લોકોને આપવામાં આવી રહ્યાં છે.
દરેક પક્ષાંતર અંગે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સૂચનાથી થયા છે. સરકારને આ બે નેતાઓ દ્વારા અનેક સૂચનાઓ પ્રજાતંત્ર વિરોધમાં આપવામાં આવી છે. છતાં તેના સામચારો હવે આવતાં નથી. ગાંધીનગરના અહેવાલો આપવતાં પત્રકારો હવે માત્ર માલિકોની સૂચના અને ગમતા સમાચારો જ આપી રહ્યાં છે.
ભારત 2023માં ટોચના 10 દેશોમાં સામેલ થયું હવં સંપૂર્ણ સરમુખત્યારશાહી અથવા નિરંકુશ શાસન વ્યવસ્થા ચૂંટણી પછી હશે.
ભારત 2018માં ચૂંટણી સરમુખત્યારશાહીમાં નીચે આવ્યું છે. ચૂંટણી થાય છે પણ નિરંકુશ શાસન સરમુખત્યાર બની ગયા છે.
ડેમોક્રેસી વિનિંગ એન્ડ લુઝિંગ એટ ધ બેલેટ’ શીર્ષકવાળા અહેવાલમાં જણાવાયું છે કે, ‘દસમાંથી આઠ દેશો નિરંકુશતાની શરૂઆત પહેલાં લોકશાહી હતા. કોમોરોસ, હંગેરી, ભારત, મોરેશિયસ, નિકારાગુઆ અને સર્બિયા – તે 8માંથી 6 દેશોમાં લોકશાહીનો અંત આવ્યો છે. 2023 માં ફક્ત ગ્રીસ અને પોલેન્ડ લોકશાહી રહેશે. લોકશાહીના પતનની આ આવર્તન તાજેતરના અભ્યાસ સાથે મેળ ખાય છે જે દર્શાવે છે કે જો 80 ટકા લોકશાહીઓ નિરંકુશ બનવાનું શરૂ કરે છે તો તે તૂટી જાય છે.
વર્ષોથી, ભારતમાં સરમુખત્યારશાહીના દસ્તાવેજો છે. જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ધીમે ધીમે પરંતુ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. મીડિયાની સ્વતંત્રતા સાથે સમાધાન થઈ રહ્યાં છે. છાપા અને ટીવીના માલિકો સરકારના કહ્યામાં છે. તેઓ લોકોને સાચી માહિતી પૂરી પાડતાં નથી.
સોશિયલ મીડિયા પર ક્રેકડાઉન, સરકારની ટીકા કરનારા પત્રકારો પર ક્રેકડાઉન, સતામણીનો સમાવેશ થાય છે. લોકો, તેમજ નાગરિક સમાજ પર હુમલા અને વિપક્ષને ધાકધમકી અપાય છે. જે ટીકા કરે છે કે સાચી માહિતી આપે છે, તેમને બોલતા બંધ કરવા માટે તમામ પ્રકારના જુલમ કરાય છે.
ચંદ્રકાંત પાટીલે ચૂંટણી ફંડ લેવામાં જે ગોલમાલ કરેલી તેનો વિડિયો તેના જ કર્મચારી દ્વારા જાહેર કરાતો તો તેને જેલમાં નાંખી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ઘણી ટીવી ચેનલો પર દરોડા પડાયા હતા. તમામ અખબારો અને ટીવીને જાહેરાતો આપીને અને ન આપીને મૌન કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સત્તારૂઢ બહુમતીવાદ વિરોધી, હિંદુ-રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીએ ટીકાકારોને ચૂપ કરવા માટે રાજદ્રોહ, માનહાનિ અને આતંકવાદ વિરોધી કાયદાનો ઉપયોગ કર્યો છે. ભાજપ સરકારે 2019માં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)માં સુધારો કરીને બિનસાંપ્રદાયિકતા પ્રત્યેની બંધારણીય પ્રતિબદ્ધતાને નબળી પાડી દીધી છે.
મોદીના નેતૃત્વવાળી સરકાર ધાર્મિક અધિકારોની સ્વતંત્રતાનું પણ દમન કરી રહી છે. રાજકીય વિરોધીઓ અને સરકારી નીતિઓનો વિરોધ કરતા લોકોને ડરાવવાની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે અસંમતિને દબાવવાની વાત હવે છૂપી નથી.
આ પહેલા વર્ષ 2022ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તાનાશાહી દેશોની યાદીમાં ભારત ટોપ 10માં છે અને અહીં સ્થિતિ વધુ ખરાબ થશે. તે પહેલા વર્ષ 2021ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 2014માં ભારતમાં ભાજપની મોદી સરકારના આગમન અને તેમના દ્વારા હિંદુ-રાષ્ટ્રીય એજન્ડાને પ્રોત્સાહન આપ્યા બાદ લોકશાહીના સ્તરમાં વધુ ઘટાડો થયો છે.
V-Dem શું છે
V-Dem એ લોકશાહીને માપવાની અનોખી રીત છે. ઐતિહાસિક, વ્યક્તિગત, અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. વી-ડેમ સંસ્થાએ લોકશાહી અહેવાલ – ડેમોક્રેસી રિપોર્ટ – જાહેર કર્યો છે. દેશોના 4,200 થી વધુ વિદ્વાનો અને નિષ્ણાતોને સામેલ કરીને, V-Dem લોકશાહીની 600 થી વધુ વિવિધ લાક્ષણિકતાઓને માપે છે. જે 202 દેશોના 31 મિલિયનથી વધુ ડેટા પોઇન્ટ સાથે લોકશાહી અંગે 1789 થી 2023 સુધીનો ડેટા ધરાવે છે.
આ અહેવાલ ઉપરથી ભારતના તારણો અને ગુજરાતની સ્થિતી સમજવા જેવી છે.
ગુજરાતમાં ન્યાય તંત્ર પર અંકૂશ જોવા મળી રહ્યો છે. જે કામ સરકાર પોતાના નામે ન કરવા માંગતી હોય એવા અનેક આદેશો અદાલત દ્વારા અપાયા છે. જેથી તેનો રોષ સરકાર પર ન ઉતરે.
ગુજરાતમાં હવે બે સમાચારપત્રો કંઈક અંશે સ્વતંત્ર છે. પણ ટેલિવિઝન તો સંપૂર્ણ સરકારના કહ્યામાં છે. સરકારને ગમે એવા જ સમાચારો અને ભાજપ કહે તે અહેવાલો આવી રહ્યાં છે.
હવે જે કંઈ સ્વતંત્રતા બચી છે કે સ્વતંત્ર પત્રકારો દ્વારા બચી છે. આવા પત્રકારોમાંથી મોટોભાગના પત્રકારોને વધારે દર્શકો કે વાંચકો ધરવાતાં મિડિયામાં ટકવા દેવામાં આવતા નથી. તેઓ હવે વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટરનો સહારો લઈને પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા પ્રયાસ કરે છે.
આ માધ્યમોને પણ સત્તાધીશો બંધ કરાવી રહ્યાં છે. સરકારની ટીકા કરનારા પત્રકારોના સોશિયલ મિડિયાના એકાઉન્ટ પર કાંતો વાયરસ નાંખવામાં આવી રહ્યા છે કાંતો તેમને બંધ કરાવી દેવામાં આવી રહ્યાં છે. આવા હજારો એકાઉન્ટ ગુજરાતમાં બંધ કરાવાયા છે કે જે સરકારની પ્રજાવિરોધી નીતિઓની ટીકા કરતાં અહેવાલો આપી રહ્યાં હતા.
વિરોધ પક્ષને આખા ખરીદવામાં આવી રહ્યાં છે. પક્ષાંતર કરાવીને તેમને સત્તા કે સંપતિથી ખરીદવામાં આવી રહ્યાં છે. અનેક ધારાસભ્યઓ અગાઉ કહી ચૂક્યા છે કે તેમને ભાજપમાં જવા માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે હમણાં જ જાહેર કર્યું હતું તે એક જ દિવસમાં 11500 રાજકિય કાર્યકરોએ પક્ષાંતર કરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. એક અંદાજ પ્રમણે કોંગ્રેસના 55થી 60 હજાર કાર્યકરોને ભાજપમાં લઈ જવામાં આવ્યા છે. તેઓ ભાજપમાં જઈને મૌન બની જાય છે. પક્ષાંતર દ્વારા વિરોધ પક્ષને પાંગળો કરી દેવામાં આવ્યો છે. વિરોધ પક્ષના કેટલાંક નેતાઓ સત્તા સાથે જોડાઈને છૂપા કામો કરી રહ્યા છે.
જાસૂસી તંત્ર ચારેબાજુ કામ કરી રહ્યું છે. સરકાર સામે કોણ કાવતરા કરી રહ્યું છે કે કોણ આંદોલન કરવાનું છે તેની માહિતી મેળવવા આઈબી કાયદાનો ભંગ કરે છે. અનેક લોકોના મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. તેના લોકેશન પર નજર રાખવામાં આવે છે. બ્રાઈઝરના ડેટા જાસૂસી માટે વાપરવામાં આવી રહ્યાં છે. મોબાઈ ટેપ કરીને તેના મોં દાબવામાં આવી રહ્યાં છે. આવા આરોપો પણ ભાજપ પર જાહેરમાં પૂર્વ ધારાસભ્યોએ મૂકેલા છે. સીસીટીવીનો ગેરઉપયોગ થઈ રહ્યો છે.
ચૂંટણી પંચ સત્તાની પગચંપી કરી રહ્યાં છે.
ગુજરાતમાં બેટેલટથી ચૂંટણી કરાવવા માટે આંદોલનો થયા છે છતાં ચૂંટણી પંચ તેમ કરવાના બદલે શંકાસ્પદ એવા મશીનથી મતદાન કરાવીને લોકશાહીની હત્યાં કરી રહ્યું છે.
વહિવટી તંત્ર સત્તાના કબજામાં છે.
આઈએએસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ પ્રજા હીતના સ્વતંત્ર નિર્ણયો નથી લઈ રહ્યાં.
સરકારી અધિકારઓ અને કર્મચારીઓ હવે પ્રજાને વફાદાર રહેવાના બદલે સરકાર કે સત્તા પક્ષ ભાજપને શરણે છે. તેઓ વિવેકબુદ્ધીનો ઉપયોગ કર્યા વગર પ્રજા પર ઝુલમ કરી રહ્યાં છે.
પોલીસ વિભાગ ગુજરાતમાં સૌથી વધારે ખતરો બની ગયો છે. ગુજરાતની મોટાભાગની પોલીસ દમનકારી વલણ અપનાવીને લોકશાહીને ખતમ કરી દીધી છે. પ્રજાની વાત પોલીસમાં સંભળાતી નથી. પોલીસ કાયદાનો દૂર ઉપયોગ કરીને કેસ કરી રહી છે. ઉત્તર પ્રદેશ પછી સૌથી વધારે ખરાબ હાલત ગુજરાતમાં પોલીસે કરી છે. 144ની કલામનો અહીં સૌથી વધારે ખરાબ ઉપયોગ કરીને પ્રજાને દેખાવો કરવાનો, પોતાની માંગણી રજૂ કરવાનો હક્ક છીનવી લેવામાં આવ્યો છે.
સીબીઆઈ, ઈડી, આઈબી, આકવેરાના કાયદાઓનો ગુજરાતમાં સૌથી વધારે ખરાબ ઉપયોગ કરવામાં આવે છે. લોકોને પોતાના વિચારો વ્યક્ત કરતાં રોકવામાં આવી રહ્યાં છે.
ભારતની 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની જીત ‘લગભગ અનિવાર્ય’
નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ દેશ માટે શું અર્થ હશે તે અંગે ચિંતા વધી છે.
ડિસેમ્બરમાં ત્રણ મુખ્ય રાજ્યોની ચૂંટણીઓ જીતી ત્યારે મોદી એવી આગાહી કરવામાં શરમાયા ન હતા કે આ હેટ્રિક 2024ની જીતની ખાતરી આપે છે.
મોદીએ ત્રીજી વખત સત્તામાં આવવા પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે.
ભાજપનો હિંદુ રાષ્ટ્રવાદી એજન્ડા, હિંદુ બહુમતિને અપીલ કરે છે. મોદીની ગેરીંટમાં રામ મંદિર અને કાશ્મીર પણ છે. જેના પરિણામે મુસ્લિમો પર વ્યાપક અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે એક વિડિયો જાહેર થયો છે કે મુસ્લિમ નમાઝ પઢતાં હોય છે ત્યારે પોલીસ તેને લાતો મારીને ભગાડે છે.
2014માં મોદી ચૂંટાયા ત્યારથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે દેશનું તંત્ર ભાજપ તરફ ઝુક્યું છે.
તેમના પર સત્તાના અભૂતપૂર્વ એકત્રીકરણની દેખરેખ રાખવા, ટીકાત્મક મીડિયાને દબાવવા, ન્યાયતંત્ર અને તમામ પ્રકારની સ્વતંત્રતાનો નાશ કર્યો છે. સંસદીય તપાસ અને જવાબદારી અને રાજકીય વિરોધીઓની ધરપકડ કરવા અને જેલમાં નાંખવા માટે સરકારી એજન્સીઓનો દૂરઉપયોગ થાય.
આ તબક્કે ભાજપની જીત લગભગ અનિવાર્ય છે, સવાલ એ છે કે કયા પરિબળો વિજયને આકાર આપશે?
વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાઢી હતી.
હવે મોદીનું કુટુંબ અને મોદીની ગેરંટી પ્રચારનું મુખ્ય સૂત્ર છે. જે સરમુખત્યારનું નિશાન છે. દેશના લશ્કરી સ્થળો અને 1 હજાર મોટા રેલવે સ્ટેશનો પર મોદીના સેલ્ફી કટઆઉટ તેની નિશાની છે. જેની પાછળ પ્રજાના કરોડો રૂપિયા ખર્ચી નાંખવામાં આવ્યા છે.
વડા પ્રધાનને રાજ્યની ચૂંટણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. જે સ્થાનિક એસેમ્બલી સભ્યોને પસંદ કરવા માટે રચાયેલ છે.
ભાજપે વ્યૂહાત્મક રીતે મોદીને સ્થાનિક નેતાઓના સ્થાને મૂકી દઈને પ્રચાર શરૂ કર્યો છે.
રાષ્ટ્રવાદી અને ધાર્મિક ઉન્માદ છે. રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીમાં ભાજપ શું કરી શકે છે તેની ઝલક આપે છે.
ભાજપે બહુમતી મતો જીતવા માટે હિન્દુ ભાવનાઓ પર ભારે રમત રમી રહ્યાં છે.
મોદીને 2014 માં મોટાભાગે સત્તા વિરોધી લહેરના કારણે સત્તામાં લાવવામાં આવ્યા હતા, જ્યારે 2019 માં તેમની પુનઃચૂંટણીની જીત લગભગ સુરક્ષિત થઈ ગઈ હતી જ્યારે ચૂંટણીના થોડા મહિના પહેલા જ આતંકવાદી ઘટના બાદ ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા. તેમની તરફેણમાં રાષ્ટ્રીય સુરક્ષાની લાગણીનું તોફાન ઉભું કરાયું હતું.
હજુ હિન્દુ-મુસ્લિમ વિભાજન વધુ ભડકશે, પ્રચારનો મુખ્ય મુદ્દો બની રહશે. હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિકીકરણ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગયું છે, માત્ર રાજકીય પ્રચાર દ્વારા જ નહીં પરંતુ ટેલિવિઝન ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર લોકો જુએ છે.
આર્થિક મુદ્દાઓ, નોકરીઓ અને મોંઘવારી છે.
ગરીબ, આદિવાસી, દલિત અને લઘુમતિ વિરૃદ્ધમાં ભાજપની નીતિ રહી છે.
ભાજપના એજન્ડામાં સૌથી મોટો મુદ્દો રામ મંદિર છે. જે, ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદી ચળવળનું કેન્દ્રબિંદુ રહ્યું છે.
સંપૂર્ણ બહુમતી હોય, તો કેટલાક વિશ્લેષકો અને માનવ અધિકાર જૂથો માટે ચિંતાનું કારણ છે.
મુસ્લિમોના અધિકારો પર હુમલા ચાલુ રહેશે.
જીમ ક્રો એ અમેરિકામાં અશ્વેતોનો કબજો થયો તેને માટે વપરાય છે. જેમાં કાળા લોકોની સામે કાયદાઓ બનાવી તેમને ગુલામ બનાવી દેવાયા તેની સામે આંદોલનો થયા હતા.
ભાજપ શાસિત રાજ્યોમાં જીમ ક્રો-શૈલીના હિંદુ રાષ્ટ્રવાદી સેટઅપ આવી શકે છે. તે હિંદુ સર્વોપરિતા સ્થાપિત કરશે. બીજા ધર્મોના અધિકારો અને વાણીસ્વતંત્રતા છીનવી લેવામાં આવશે.
હિન્દુત્વ સાથે નાઝીઓની સરખામણી અત્યારે તો નથી. પરંતુ તે વાસ્તવમાં “જીમ ક્રો હિન્દુત્વ” ચાલી રહ્યું છે. જેને આપણી સંઘ ક્રો હિન્દુત્વ કહી શકીએ.
સરકાર વાદ-વિવાદ અને પ્રવચનમાં હિંદુને વધું હિન્દુ બનાવવાની કોશિશ કરી છે. જેમાં વધુ હિંદુ વિરોધી વલણ પણ સામે પક્ષે લાવવામાં આવે છે.
ઉદાહરણ તરીકે નાગરિકતા સુધારો કાયદો (CAA) નો અમલ. અત્યારે ભારતમાં જેટલું રોકાણ બેકારી દૂર કરવા માટે થતું નથી તેના કરતાં તમામ ધર્મોના ધાર્મિક સ્થાનો બનાવવા અને ધર્મિક મેળાવડાઓ બનાવવા માટે ખર્ચવાનું વલણ બે દાયકાથી વધ્યું છે. તે પણ સંઘ ક્રો હિન્દુત્વ કહી શકાય તેમ છે.