Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro Details: Motorola Edge 50 Pro આવતા મહિને લૉન્ચ થઈ શકે છે, જેના કારણે ફોન સંબંધિત ઘણી માહિતી પહેલાથી જ લીક થઈ ગઈ છે. જેમાં કલરથી લઈને બેટરી સુધીની ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.
મોટોરોલા ટૂંક સમયમાં જ તેનો નવો ફોન Motorola Edge 50 Pro માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ ફોન ભારતમાં Motorola Edge 40 Proના અનુગામી તરીકે લોન્ચ કરવામાં આવશે જે ગયા વર્ષે એપ્રિલમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે મોટોરોલાએ હજુ સુધી ફોન વિશે કંઈ કહ્યું નથી, પરંતુ ફોન વિશે અલગ-અલગ વિગતો સામે આવી રહી છે. એક નવા રિપોર્ટમાં ફોન વિશે ઘણા દાવા કરવામાં આવ્યા છે.
એન્ડ્રોઇડ હેડલાઇન્સના એક રિપોર્ટમાં કેટલીક લીક થયેલી વિગતો સામે આવી છે, જે મુજબ આ મોટોરોલા ફોન ત્રણ કલર વેરિઅન્ટમાં આવશે. Motorola Edge 50 Pro ના ત્રણ રંગોમાં કાળો, જાંબલી અને સફેદ સમાવેશ થાય છે. ભારતમાં લોન્ચ થતા પહેલા આ ફોનને Moto X50 Ultra નામથી ચીન અને યુએસ માર્કેટમાં લોન્ચ કરી શકાય છે. ફોનમાં મિનિમલ બેઝલ્સ સાથે કર્વ્ડ ડિસ્પ્લે હશે. ઉપરાંત, ટોપમાં સેન્ટર હોલ પંચ સ્લોટ આપવામાં આવશે. આ સિવાય ફોનમાં 165Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે.
ફોન સંબંધિત લીક થયેલી વિગતોમાં આ બાબતો સામે આવી છે
રિપોર્ટ અનુસાર, આ મોટોરોલા ફોનની જમણી બાજુએ વોલ્યુમ અને પાવર બટન જોવા મળશે. આ ઉપરાંત, તેની નીચેની બાજુએ ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવશે અને ફોનની પાછળની પેનલ પર લંબચોરસ કેમેરા મોડ્યુલ આપવામાં આવશે. ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે બેસ્ટ પરફોર્મન્સ માટે ફોનમાં પાવરફુલ સ્નેપડ્રેગન 8 Gen 3 SoC ચિપસેટ આપવામાં આવી શકે છે, જેને 12 GB રેમ સાથે પેયર કરવામાં આવશે.
પાવર માટે, Motorola Edge 50 Proને 125 વોટના ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરતી 4500 mAh બેટરી આપવામાં આવશે. તેમાં 50 વોટ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ પણ હશે. આ સિવાય ફોનમાં LED ફ્લેશ યુનિટની સાથે ત્રણ સેન્સર પણ આપવામાં આવી શકે છે.