iQOO Z9 5G:
iQOO Z9 5G Details Leaked: iQOO નો આ નવો ફોન ભારતમાં 12 માર્ચે લોન્ચ થવા જઈ રહ્યો છે. નવી લીક થયેલી માહિતીમાં ફોનની કિંમત સાથે જોડાયેલી વિગતો સામે આવી છે…
iQOO Z9 5G Details : iQoo 12 માર્ચે તેનો નવો ફોન iQOO Z9 5G લૉન્ચ કરવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં ફોનને લગતી ઘણી વિગતો લીક થઈ ગઈ છે. કંપનીએ હાલમાં જ ફોનના કેટલાક ખાસ ફીચર્સ વિશે જણાવ્યું હતું, ત્યારે કિંમત સાથે જોડાયેલી કેટલીક લીક થયેલી માહિતી પણ સામે આવવા લાગી છે.
ટિપસ્ટર મુકુલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લીક થયેલી માહિતી આપતાં જણાવ્યું હતું કે 8GB રેમ/128GB સ્ટોરેજ સાથે iQOO Z9 5G ની કિંમત 17,999 રૂપિયા હોવાની અપેક્ષા છે. આ સિવાય 8GB રેમ/256GB સ્ટોરેજ સાથે iQOO Z9 5G ની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે. આ ફોન એમેઝોન એક્સક્લુઝિવ હોઈ શકે છે અને 13 માર્ચે પ્રાઇમ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ સિવાય આ સ્માર્ટફોન તમામ યુઝર્સ માટે 14 માર્ચે ઉપલબ્ધ થશે.
ફોન પર વધારાનું ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું
ટિપસ્ટર મુકુલ શર્માએ એ પણ જણાવ્યું કે જો તમે ICICI બેંક અને HDFC બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો તો તમને ફોન પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. અગાઉ, કંપનીએ તેના આગામી સ્માર્ટફોન iQOO Z9 5G ના ચિપસેટ વિશે માહિતી આપી હતી. કંપનીના જણાવ્યા અનુસાર આ ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 7200 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ ફોને AnTuTu V10 બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ પર 7,34,000 પોઈન્ટ હાંસલ કર્યા છે.
iQOO Z9 5G ના કેમેરા ફીચર્સ વિશે પણ ઘણી માહિતી બહાર આવી હતી. આ iQOO સ્માર્ટફોનના પ્રાથમિક કેમેરામાં Sony IMX882 સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે આ ફોનની કિંમત શ્રેણીમાં Sony IMX882 સેન્સર સાથે આવનારો આ પહેલો સ્માર્ટફોન હશે. ફોનનો કેમેરા સેન્સર OIS સપોર્ટ સાથે આવી શકે છે. ફોનના ટીઝરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવશે, જે LED ફ્લેશ સાથે આવશે. ફોન લીલા શેડમાં ટેક્ષ્ચર પેટર્ન સાથે આવશે.