Gujarat: ગુજરાતના વડોદરાના ઈજનેર દ્વારા એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, કે નાના ગામનું કે માનવ વસાહતોનું ગટરનું પાણી નાના પાયે શુદ્ધ કરીને તે ખેતરમાં ખેતી કરવા વાપરી શકાય તેમ છે.
ઘરેલુ ગંદા પાણીને સ્વચ્છ કરતાં મલ્ટી-સ્ટેજ રિએક્ટર 13 માર્ચ 2024માં વડોદરાના પાદરા નજીકના લુણા ગામે શરૂ કરાયું છે. UDMSR ટેકનોલોજી પાણીની મોટી બચત કરી શકવા સક્ષમ છે. નાનો પ્લાંટ ગામની ગટરનું 30 હજાર લિટર પાણી શુદ્ધ કરી શકે છે.
આ સિસ્ટમ દ્વારા સ્વચ્છ થયેલું પાણી ખેતરમાં સીધું વાપરી શકાય છે. બગીચામાં વાપરી શકાય છે.
ખેડૂતો પોતે આવા પ્લાંટ ખરીદી શકે એટલી ઓછી કિંમતના રહેશે.
ખેતીને આ પાણી નુકસાન કરતું નથી. ટ્રીટ કર્યા પછી તેમાં નિયત માત્રામાં સીઓડી અને બીઓડી હોય છે. છતાં તે ખેતીને નુકસાન કરે છે કે નથી કરતું તેના પ્રયોગો હવે ખેતરમાં થવાના છે. વિજ્ઞાનીઓ એક જ ખેતરમાં ગટરનું ટ્રીટ પાણી અને નહેરનું પાણી વાપરીને પ્રયોગો કરવાના છે. પાકના છોડ અને ગુણવત્તા પર શું અસર કરે છે. વળી આ પાણીમાં નાઈટ્રોજન અને ફોસ્ફસ હોવાથી તે ખેતીના પાકને ફાયદો કરી શકે છે.
મહારાજા સયાજી રાવ વિશ્વ વિદ્યાલયના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રાધ્યાપર ડૉ. ઉપેન્દ્ર ડી. પટેલ દ્વારા વિકસિત કરવામાં આવી છે. તેઓ પ્રાધ્યાપક તરીકે કામ કરે છે. તેમણે પર્યાવરણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે. તેઓ તેમના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 10 વર્ષથી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા હતા. બિનપરંપરાગત વિકેન્દ્રિત મલ્ટી-સ્ટેજ રિએક્ટર (UDMSR) ટેકનોલોજી વિકસાવવામાં આખરે તેમને સફળતા મળી છે.
500 કરોડ લિટર પાણી
ગુજરાતમાં 5થી 7 હજાર MLD (700 કરોડ લિટર) ગટરનું પાણી રોજ નિકળે છે. પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા 27 હજાર MLD છે, જે 37.1% છે. જે પ્લાંટ છે તે 40 ટકાની ક્ષમતાથી ચાલે છે. એટલે કે 80% ઘરેલુ ગંદા પાણી ટ્રીટ કર્યા વગર ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. 1થી 2,000 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD) પાણી સારવાર વિનાનું રહે છે. 1 MLD 1000000 ( 10 લાખ લિટર) પાણી થાય છે.
2 લાખ ખેડૂતોને ફાયદો
ગુજરાતમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 4,754MLD હોવાનો સરકારનો દાવો છે. તેમાંથી 50 MLD કરતા ઓછા પાણીને ટ્રીટ કરીને ફરીથી ઉપયોગમાં લેવાય છે. ગંદા પાણીના માંડ 1 ટકા પાણીનો પુનઃઉપયોગ કરે છે. જો 100 ટકા ઉપયોગ થાય તો ખેડૂતોને રોજનું 500થી 700 કરોડ લિટર પાણી મળી શકે તેમ છે. જેમાંથી 2થી 5 લાખ ખેતરો કે બગીચાને સિંચાઈ માટે ગટરનું શુદ્ધ પાણી આપી શકાય તેમ છે. જે નવો પ્લાંટ કામ આપી શકે તેમ છે.
ગુજરાત સરકાર
ગુજરાત રાજ્ય સરકાર 2025 સુધીમાં તેના ટ્રીટેડ વેસ્ટ વોટરના 75% અને 2030 સુધીમાં તેના ટ્રીટેડ વેસ્ટ વોટરના 100% પુનઃઉપયોગનું લક્ષ્ય નક્કી કર્યું છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ અથવા ઔદ્યોગિક એકમો કે દરરોજ 1 લાખ લિટર પાણીનો વપરાશ કરે છે. રાજ્ય સરકારે 20-25 રૂપિયા પ્રતિ કિલો લીટરના ભાવે પાણી આપવા નિર્ણય કર્યો છે, જે શુદ્ધ પાણી કરતાં સસ્તું હશે.
ગ્રામિણ ગુજરાત
ગ્રામીણ વિસ્તારોમાં ગંદા પાણીના કલેકશન અને ટ્રીટમેન્ટ માટે વ્યવસ્થા નથી. નદી, તળાવ, નેરીયામાં જાય છે. તેથી ગંદકી વધે છે. તે ગંદુ પાણી ખેતરોમાં સીધું વાપરવામાં આવે છે તે ખેતીને ખતમ કરે છે.
ઓર્ગેનિક મેટર
સુવેજમાં રહેલી ઓર્ગેનિક મેટર બાયોડિગ્રેડેબલ હોય છે. ઓર્ગેનિક બાયોલોજીકલ ટ્રીટમેન્ટ વડે દૂર કરી શકાય છે. એક્ટીવેટેડ સ્લજ પ્રોસેસ, અપફ્લો એનારોબિક સ્લજ બ્લેન્કેટ, સિક્વન્શિયલ બેચ રિએક્ટર ટ્રીટ કરી શકાય છે. ગ્રામીણ સ્તરે ભરપૂર વીજ વપરાશ, સાધનોની ઊંચી કિંમત, ઊંચો સંચાલન ખર્ચ, આવે છે.
પોલીયુરેથીન ક્યુબ્સ
બિનપરંપરાગત વિકેન્દ્રિત મલ્ટી-સ્ટેજ રિએક્ટર (UDMSR) એટેચડ ગ્રોથના સિદ્ધાંત પર આધારિત છે. તે પોલીયુરેથીન ક્યુબ્સ જેવા ઓછા વજનવાળા પરંતુ અત્યંત છિદ્રાળુ માધ્યમથી ભરેલા બહુવિધ ભાગો ધરાવે છે. ચોક્કસ પ્રકારની માઇક્રોબાયલ ફિલ્મ માધ્યમની સપાટી પર ડેવલપ કરવામાં આવે છે. ફ્લોટિંગ અશુદ્ધિઓ અને ગ્રીટને દૂર કર્યા પછી ઘરેલું સુવેજ રિએક્ટરની ટોચ પર સ્પ્રેડ કરવામાં આવે છે. ગંદાપાણીની આ નીચેની ગતિ દરમિયાન, કાર્બનિક પદાર્થો માધ્યમ પર સ્થિર સુક્ષ્મજીવાણુઓ દ્વારા દૂર થાય છે. ઓક્સિજન સપ્લાય કરવા માટે કોઈ યાંત્રિક/વિદ્યુત ઊર્જાની જરૂર નથી. શુદ્ધ કરાયેલા પાણીનો ઉપયોગ સિંચાઈ અથવા ભૂગર્ભજળ સંચય / રિચાર્જ માટે થઈ શકે છે.
સંશોધક ડૉ. ઉપેન્દ્ર ડી. પટેલ
આ ટેક્નોલોજી ડૉ. ઉપેન્દ્ર ડી. પટેલ 9687961022 દ્વારા વિકસિત કરવામાં આવી છે, જે સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટી, MSU-બરોડા ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી-બોમ્બેમાંથી પર્યાવરણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે. તેઓ તેમના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 10 વર્ષથી આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.
ખર્ચ
UDMSRની ડિઝાઇન મોડ્યુલર છે. માનવબળની જરૂર નથી. ઉર્જાની જરૂરિયાત માત્ર પંપના સંચાલન માટે રહે છે. રિએક્ટરની ઉપર સોલાર પેનલ લગાવી શકાય છે. ઘરેલું ગંદાપાણી માટે ઓછી કિંમતની અને વિશ્વસનીય ટ્રીટમેન્ટ સિસ્ટમ છે. ગંદા પાણીને એક જગ્યાએ એકત્ર કરવાને બદલે નિકળે ત્યાં જ ટ્રીટ કરી શકાય છે.
કિંમત
UDMSR પ્લાન્ટ રૂ. 35,000 થી રૂ. 40,000 પ્રતિ KLD હોઇ શકે છે. ઓપરેશનનો ખર્ચ વીજળી માટે દર મહિને 300 થી 400 પ્રતિ KLD અને ઓપરેટરના પગાર માટે દર મહિને રૂ.15000 આવી શકે.
લુણા ગામનો પંપ
લુણા ગામમાં પ્લાન્ટ ડિસેમ્બર 2023થી સતત ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 1.4 મિલિયન લીટર ઘરેલુ ગંદા પાણીને ટ્રીટ કરી ચૂક્યો છે. જેમાં સીઓડી 10-20 mg/L અને બીઓડી 2-3 mg/L સુધી લાવી શકયા છે. આ પ્લાન્ટ પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ફાર્મર્સ એક્શન ગ્રૂપની નાણાકીય સહાયથી સ્થાપિત કરવામાં આવ્યો છે.
સંચાલન
પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રવિણ રાબડિયા, આર. સી. પટેલ અને જયેશ પટેલે પ્લાન્ટ બનાવવા જવાબદારી સંભાળી હતી. સંજય ગોહિલે પ્લાન્ટનું સંચાલન કર્યું અને હવે તેઓ પ્લાન્ટની રોજિંદી દેખરેખ રાખે છે. પ્લાન્ટની બાજુમાં રહેતા ખેડૂત ભાઈલાલ સોલંકી પ્લાન્ટની કામગીરી સાથે સંકળાયેલા છે.
મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ
MSU-બરોડા ખાતે ડૉ. ઉપેન્દ્ર પટેલએ 2022માં જીપીસીબીના અધ્યક્ષ અને સભ્ય સચિવ સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ 9408986452 ની ઘણી બેઠકો બાદ એમઓયુ કરવા નક્કી કરાયું છે. લોકાર્પણ જી.પી.સી.બી. ચેરમેન આર. બી. બારડ, જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકર , સી.પી.સી.બી.ના પ્રાદેશિક ડાયરેક્ટર પ્રસૂન ગાર્ગવા હતા.