હાર્દિક પટેલ આજકાલ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્વ મેદાને પડ્યો છે. એક પછી એક જંગી જાહેરસભાઓને સંબોધન કરી રહ્યો છે. હાર્દિકે જબલપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે શિવરાજસિંહ ચૌહાણ સહિત તેમના મંત્રીઓને આડે હાથે લીધા હતા. હાર્દિકે મધ્યપ્રદેશ સરકાર અને તેમના મંત્રી તથા ધારાસભ્યોની સરખામણી ગધેડા સાથે કરી હતી.
હાર્દિકે કહ્યું કે અમારી જનતાએ ગધેડા જેવા નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે. અને આના કારણે આજે આપણે પણ ગધેડાની જેમ ભમી રહ્યા છે. શિવરાજ સરકારની જાહેરાતને લઈ કહ્યું કે રોજે રોજ તેઓ નવી નવી યોજનાઓની જાહેરાત કરી રહ્યા છે પણ તેનો અમલ થઈ રહ્યો નથી.
હાર્દિકે કહ્યું કે મધ્યપ્રદેશના લોકો મને હંમેશા પ્રેમ કરતા આવ્યા છે અને આ જ આવકાર અને ઉમળકો મને દેશના તાનાશાહની સામે લડવાની તાકાત આપે છે. બુંદેલખંડમાં ખેડુતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. આવા ખેડુતો માટે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે. પણ આપણે ક્યાંક ને ક્યાંક મંત્રીઓથી ડરી રહ્યા છીએ. આવનાર સમય પરિવર્તનનો છે.
હાર્દિકે કહ્યું કે હું ભાજપનો વિરોધી છું. કોઈ પણ પાર્ટીનો સભ્ય નથી અને મારી ચૂંટણી લડવાની પણ કોઈ ઈચ્છા નથી.