કેન્દ્ન સરકાર દ્વારા લોન લેવાની પ્રક્રિયાને ખુબ સરળ બનાવી દેવામાં આવી છે. નાણા મંત્રાલયના કહ્યા પ્રમાણે હવે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે બેંકની બ્રાન્ચમાં જવાની કોઈ જરૂર નથી. લોકોની સુવિધાને વધારવા માટે સરકારે ‘જન ધન દર્શક’ એપ નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેની મદદતી સરળતાથી લોન લઈ શકાય છે.
આ એપના ગ્રાહકો સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએથી બેંકના બ્રાન્ચનું સરનામું જોઈ શકે છે. અહીં તેમના એટીએમંની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે તેમના આઈએફએસસી કોડની માહિતી પણ આપવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તમે તમારો ફીડબેક પણ આપી શકો છો. આ એપ હિન્દી અને અંગ્રેજી બંનેમાં ઉપલબ્ધ છે. આ એપને ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે.
આ એપની મદદથી તમે નજીકના એટીએમ, બેન્ક બ્રાન્ચ, પોસ્ટ ઓફિસ તેમજ સીએસસીની માહિતી મેળવી શકો છો. આ એપ જીપીએસ ફિચર હેઠળ કામ કરે છે. આ એપનો ઉપયોગ કરવા માટે 3જી અને 4જી ઈન્ટરનેટની જરૂર પડશે. આ સાથે ગ્રાહકો મિસિંગ બેંક અંગે પોતાના મંતવ્યો જાહેર કરી શકશે.