પોતાના ટેસ્ટ સાથે ગંદકીને લીધે પણ વધુ ચર્ચામાં રહેતી પાણીપુરી વધુ એક વખત ચર્ચામાં છે. ઓક્ટોબરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પાણીપુરીના 9 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 8 સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા હતા. તમારી મનપસંદ પકોડી તમને ક્યારેક બિમારીમાં મુકી શકે છે.
પાણીપુરીવાળા પાસેથી સેમ્પલ લેવામાં આવે ત્યારે તેના રગડો, મસાલો અને પાણીના સેમ્પલ લેવાય છે. આ સાથે તેની પુરી પણ ખાવાલાયક તેલમાં તળેલી હોય છે. તે જ્યારે બનતી હોય છે તે વિસ્તાર પણ અત્યંત ગંદકી લાયક હોય છે. પાણીપુરીનો લોટ પણ પગથી બાંધેલો હોય છે.
પાણીપુરીવાળાઓની થોડા સમય પહેલા એક બેઠક થઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પુરીના લોટની ક્વોન્ટિટી એટલી હોય છે કે તેને હાથેથી બાંધવો અશક્ય છે. આથી લોટ પગથી જ બંધાશે. પરંતું હવે તે પગમાં મોજા પહેરશે અને સફાઈ રાખશે.
હાલમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીપુરીની લારીવાળા પર દરોડા પાડ્યા હતા, જેમાં 125 લારીઓ પર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન બટાકા, ચણા, અને ચટણી ખાવાલાયક જ નહોતા.