Gujarat: રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સ્થાને મોહન કુંડારિયાના નામની ચર્ચા શરૂ થઈ છે. જેમાં ક્ષત્રિય ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે હજુ રૂપલને હટાવવાની માંગ છે. તેમજ અમને મોહન કુંડારિયા સામે કોઈ વાંધો નથી. ક્ષત્રિય સમાજ મોહન કુંડારીયાને જીતાવડશે.
પી.ટી.જાડેજાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ મોહન કુંડારીયાને જીતાડશે.
ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયા સાથે મળીને કામ કરશે. કુંડારિયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે. પરષોત્તમ રૂપાલાના સ્થાને મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયાને જીતાડશે. ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયા સાથે મળીને કામ કરશે. તેમજ મોહન કુંડારિયાને વિજયી બનાવવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે.
રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જારી રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જારી રહ્યો છે.
જેમાં પી.ટી.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિયોને અન્યાય થયો છે. અમે 6-7 એપ્રિલે જનઆંદોલન કરીશું. પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવી જોઈએ. ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. રાજકોટ સિવાય અન્ય કોઈ જગ્યાએથી ટીકીટ આપવામાં આવવી જોઈએ નહીં. આટલા બધા અપમાન અને અન્યાય વચ્ચે પણ ક્ષત્રિયો શાંત રહ્યા છે. હાલમાં અમે માત્ર ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છીએ. જરૂર પડશે તો સમગ્ર દેશમાં ક્ષત્રિયો વિરોધ કરાશે. ક્ષત્રિય સમાજ હંમેશા મોદી સરકારની સાથે છે.જો અમારી માંગ સંતોષાશે તો અમે ભાજપને 400 સીટ જીતાડીશું.