જો તમે ટ્ટ્રારાફિકના નિયમને ગણકારતા ન હોય તો તમારા માટે આ ખાસ સમાચાર છે. ટ્રાફિક નિયમોને ગણકારતા પણ ન હોય તેવા વાહન ચાલકોએ હવે જેલ જવાનો વારો આવી શકે છે. જી હાં, અમદાવાદ ટ્રાફિક પોલીસે આ મામલે સખત કામગીરી હાથ ધરી છે. હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને સખત સજા કરવામાં આવશે. પોલીસે અપનાવેલ વલણ વિશે જાણ્યા બાદ બીજી વખત તમે ક્યારેય નિયમ તોડવાનું વિચારશો પણ નહિ.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે વર્ષ 2007 અને 2017 દરમિયાન કુલ થયેલ અકસ્માતોમાં 40 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યામાં ખુબ વધારો જોવા મળ્યો હતો. જણાવીદઈએ કે 2007માં કુલ 36,623 અકસ્માતો થયા હતા. આ અકસ્માતોને પગલે કુલ 6915 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં કુલ 19081 અકસ્માતો થયા હતા પણ મૃતકાંક વધીને 7289 થઈ ગયો હતો
જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિટી પોલીસ અને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિકની સમસ્યા મામલે ફટકાર લગાવી હતી, સાથે જ જજે કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં અત્યારથી જ ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતતા આવવી જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસને કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ અમદાવાદ સિટી પોલીસ કમિશ્નરે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક પોલીસને કડક વલણ અપનાવવાનો આદેશ આપી દીધો હતો.