SEBI
Aadhar Housing Finance IPO: એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં કાર્યરત આધાર હાઉસિંગ ફાઈનાન્સના રૂ. 5000 કરોડના આઈપીઓને સેબી તરફથી મંજૂરી મળી છે. બ્લેકસ્ટોન આ IPOમાં તેનો હિસ્સો વેચશે.
Aadhar Housing Finance IPO: આધાર હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં કામ કરતી હોમ ફાઈનાન્સ કંપનીના રૂ. 5000 કરોડના IPO માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સે 2 ફેબ્રુઆરીએ બજાર નિયામક સેબીને તેના IPO દસ્તાવેજો ફરીથી સબમિટ કર્યા હતા. આ કંપનીને બ્લેકસ્ટોન જેવી મોટી કંપનીનું સમર્થન છે.
બ્લેકસ્ટોન IPO દ્વારા તેનો હિસ્સો વેચશે
મનીકંટ્રોલે સૂત્રોને ટાંકીને ફાઈલ કરેલા રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ મોટા આઈપીઓને સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. આધાર હાઉસિંગ ફાયનાન્સ આ નાણાકીય વર્ષમાં IPO લાવશે. રિપોર્ટ અનુસાર, હોમ ફાઇનાન્સ કંપનીના આ IPOમાં લગભગ 1000 કરોડ રૂપિયાના નવા શેરની સાથે લગભગ 4000 કરોડ રૂપિયાના વેચાણની ઓફર પણ હશે. આ દ્વારા બ્લેકસ્ટોન તેનો હિસ્સો વેચશે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપની IPO દ્વારા તેની ભાવિ મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માંગે છે.